AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નવસારી : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના સસ્પેન્ડેડ ઉપ-પ્રમુખ મેઘના પટેલની જમીન છેતરપીંડી કેસમાં ધરપકડ

કોંગ્રેસની નામાંકિત મહિલા મેઘના પટેલ અને તમને બે સાગરીત સામે સુરતના વિરલ તાલિયાએ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ ચીખલી પોલીસને કરતા પોલીસે કોંગી મહિલા આગેવાનની ધરપકડ કરી છે.

નવસારી : ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના સસ્પેન્ડેડ ઉપ-પ્રમુખ મેઘના પટેલની જમીન છેતરપીંડી કેસમાં ધરપકડ
Navsari: Suspended Gujarat Pradesh Mahila Congress Vice President Meghna Patel arrested in land fraud case
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 30, 2022 | 1:36 PM
Share

Navsari : જમીનના ધંધામાં છેતરપિંડીના કિસ્સાઓ ખૂબ મોટા પાયે બહાર આવી રહ્યા છે. જેમાં નવસારી અને સુરત જિલ્લામાં વધુ પડતા જમીન છેતરપિંડીના (land fraud case)કિસ્સાઓમાં પ્રકાશમાં આવી રહ્યા છે. મૂળ સુરતની અને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના (Congrees) સસ્પેન્ડેડ ઉપ-પ્રમુખ મેઘના પટેલનો (Meghna Patel) જમીન છેતરપીંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેને લઇને રાજકારણ ગરમાયું છે. અને ખેડૂતો સાથે છેતરપિંડીના પગલે મેઘના પટેલ પોલીસના સકંજામાં (Arrest) આવી ગયા છે.

લીલીછમ કમાણી કરી આપતો જમીનના ધંધાની આજે બોલબાલા છે. કરોડો રૂપિયા એકી ઝાટકે કમાઈ લઈને માલામાલ થઈ જતા વાર નથી લાગતી. આવી લાલસા જોઈને જમીનની લેવેચ કરવા ટોપીબાજો મેદાને ઉતરતા રહ્યા છે. સુરતની કોંગી મહિલા મેઘના પટેલે નવસારીના ચીખલી તાલુકાના માલ્યાધરા ગામે જમીનનું ચિટિંગ કરીને ફરિયાદીને ચુનો લગાવ્યો છે. માલ્યાધરા ગામના મૂળ માલિક દેવાભાઈ લાડ પાસે દસ્તાવેજ કરીને બરોબાર લાખોની છેતરપિંડી કરી છે. કોંગ્રેસની નામાંકિત મહિલા મેઘના પટેલ અને તમને બે સાગરીત સામે સુરતના વિરલ તાલિયાએ છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ફરિયાદ ચીખલી પોલીસને કરતા પોલીસે કોંગી મહિલા આગેવાનની ધરપકડ કરી છે. ભેજાબાજ મહિલાએ મૂળ માલિક પાસે ત્રણ વીઘા જમીન 12 લાખ 80 હજાર રૂપિયા જંત્રીના આપીને દસ્તાવેજ કરાવી લીધા બાદ અન્ય ગ્રાહક ફરિયાદી સાથે 70 લાખનો સોદો પાડયો હતો. તે કામમાં પણ ભલેવાર કર્યો ન હતો. અને ફરિયાદી વિરલ દાલિયાને દસ્તાવેજ ન બનાવતા સમગ્ર પ્રકરણમાં ચતુર ચિટર મહિલાનો ભાંડો ફૂટ્યો હતો.

ચતુર ચીટર કોંગ્રેસી મહિલા મેઘના પટેલે મૂળ માલિક સાથે જમીનની કિંમત 90 લાખ ગણી હતી. અને શરૂઆતમાં 12.80 લાખ આપીને વૃદ્ધ કાકાને વાયદાની ગોળીઓ પીવડાવીને બારોબાર ત્રીજા ઇસમ સાથે સોદો કરીને માલ ખાઈ જવાની ફિરાકમાં હતી. પણ શેરના માથે સવા શેર એવા સુરતના ફરિયાદી વિરલએ ચીખલી પોલીસને ફરિયાદ કરતા મામલો બહાર આવતા મેઘના પટેલ પાંજરામાં બેસવાનો વારો આવ્યો છે. જોકે સિકંદર અને શૈલેષ શાહ હજી પોલીસ પકડથી દુર છે.

આમ, કોંગ્રેસ ને વધુ ઝટકો સહન કરવાનો વારો આવ્યો છે. આવનાર વિધાનસભા ચૂંટણી લડવાના સમયે પક્ષની છબી મેઘના પટેલે ખરડી છે. જોકે મેઘના પટેલ સાથે બે અન્ય ઈસમો પણ છેતરપિંડીમાં સામેલ હતા. તેઓ પણ 12 લાખ 80 હજારમાંથી પણ 7 લાખથી વધુ અને ગ્લાસ તોડા બાર આના જેવો ઘાટ થયો હતો.

આ પણ વાંચો : Corona vaccination : ભારતમાં 75 ટકાથી વધુ પુખ્ત વયના લોકોએ લીધા વેક્સિનના બંને ડોઝ , PM મોદીએ દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

આ પણ વાંચો : RAJKOT : યુવતીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરીને બિભસ્ત વિડીયો અપલોડ કરાયો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">