ચીરીપાલ ગ્રુપ ફરી વિવાદમાં : ભાવનગરના ખેડૂતો માટેનું 650થી વધુ બોરી સરકારી યુરીયા ખાતર અમદાવાદના ગોડાઉનમાંથી ઝડપાયું

|

Nov 21, 2021 | 6:08 PM

ખેડૂતોના હક્કનું નિમકોટેડ યુરિયા ચીરીપાલ ગ્રુપના ગોડાઉન અને ફેક્ટિરીમાંથી ઝડપાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ચીરીપાલ ગ્રુપ ફરી વિવાદમાં : ભાવનગરના ખેડૂતો માટેનું 650થી વધુ બોરી સરકારી યુરીયા ખાતર અમદાવાદના ગોડાઉનમાંથી ઝડપાયું
Chiripal Group in controversy again

Follow us on

AHMEDABAD : ચીરીપાલ ગ્રુપ ફરી એક વખત વિવાદમાં આવ્યુ છે.ખેડૂતોને માંડ મળતુ યુરીયા ખાતર ગેરકાયદે લાવી મીઠાના નામે વેચતા હોવાનું સામે આવ્યુ છે, પોલીસે તપાસ કરતા અગલ અલગ બે જ્યાએથી 650 કરતા વધુ ખાતરની બોરીઓ મળી આવી છે, જે કબ્જે કરી કુલ 6 આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાથી મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે આવતું નિમકોટેડ સરકારી યુરીયા ચીરીપાલ કંપનીમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. અમદાવાદ શેહરના દાણીલિમડા વિસ્તારમાં કમશી ભરવાડ, સતીષ ભરવાડ અને અર્જુન ભરવાડ મળી નિમકોટેડ યુરિયાને શક્તિ સોલ્ટના નામે વેચાણ કરતા હતા. જે જથ્થો ચીરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સમાં જતો હતો.જેના આધારે પોલીસે બે અલગ અલગ જગ્યાએ રેડ કરી 650 થી વધુ યુરીયાની બોરી કબ્જે કરી કમશી ભરવાડ અને સતીષ ભરવાડની ધરપકડ કરી છે.

ખેડૂતોના હક્કનું નિમકોટેડ યુરિયા ચીરીપાલ ગ્રુપના ગોડાઉન અને ફેક્ટિરીમાંથી ઝડપાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. ભાવનગર માર્કેટ યાર્ડના વિક્રમસિંહ રાણા અને ધોળકાના હરપાલસિંહ પાસેથી આ જથ્થો લાવવામાં આવતો હતો.જે જથ્થો અમદાવાદ શહેરમાં દાણીલિમડામાં આવેલા ચીરીપાલ ગ્રુપના ગોડાઉનમાં ખાલી કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી ચીરીપાલ ગ્રુપને વેચાણ કરવામાં આવતુ હતુ.જેથી પોલીસે વિશાલ ફેબ્રિક્સ કંપનીમાં આ યુરીયાની ખરીદી કરતા બિનાબેન નામની મહિલા વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. આ કેસમાં પોલીસે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

મહત્વનુ છે કે, જે યુરિયા ખાતરની થેલી લેવા માટે ખેડૂતને બાયોમેટ્રીક અને આધાર કાર્ડ રજૂ કરવા પડે છે, તે યુરિયા ખાતરનો જથ્થો ફેક્ટરીઓ પાસે કેવી રીતે આવ્યો અને તે પણ બિલ વિના તે અંગે દાણિલીમડા પોલીસે ગુનો નોંધી કુલ 6 આરોપીની સામે કાર્યવાહી હાથ ધરી છે.આરોપીની પુછપરછમાં આ યુરીયા ખાતરના કૌભાંડમાં અન્ય આરોપીના નામ અને અન્ય ખુલાસા પણ થઈ શકે છે.

આ પણ વાંચો : અમદાવાદમાં 20 દિવસમાં કોરોનાના 178 કેસ, કોર્પોરેશને ત્રીજી લહેરને રોકવા કવાયત હાથ ધરી

આ પણ વાંચો : ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પૈતૃક વતન થરાદની મુલાકાતે, પરિવાર સાથે કુળદેવી માતાના કર્યા દર્શન

Published On - 6:06 pm, Sun, 21 November 21

Next Article