MORBI: સરતાનપરની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ

મોરબી (MORBI)ના સરતાનપર ગામ નજીકથી એક બાળકી ગુમ થઈ હતી, જેની બે દિવસ બાદ મૃતદેહ મળ્યો હતો. ફોરેન્સિક પીએમ બાદ એ સામે આવ્યું હતું કે બાળકી સાથે દુષ્કર્મ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી.

MORBI: સરતાનપરની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, આરોપીની ધરપકડ
પ્રતીકાત્મક તસ્વીર
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 23, 2021 | 11:00 PM

મોરબી (MORBI)ના સરતાનપર ગામ નજીકથી એક બાળકી ગુમ થઈ હતી, જેની બે દિવસ બાદ મૃતદેહ મળ્યો હતો. ફોરેન્સિક પીએમ બાદ એ સામે આવ્યું હતું કે બાળકી સાથે દુષ્કર્મ થયા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. બાદમાં બાળકીના મૃતદેહને ફેક્ટરી નજીક અવાવરું જગ્યામાં ખાડામાં મૃતદેહને દાટી ઉપર પથ્થર મૂકી દીધા હતા. બાળકીનો મૃતદેહને મળી આવતા અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક વ્યક્તિ પર શંકા જતા આરોપીનો ભાંડો ફૂટી ગયો હતો અને આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

બે દિવસ પહેલા મળ્યો હતો બાળકીનો મૃતદેહ

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

મોરબીના સરતાનપર રોડ પર આવેલ મોટો સિરામિક કારખાનામાં કામ કરતા મજુરની સાત વર્ષની બાળકી થોડા દિવસ પહેલા ગુમ થઈ હતી, જેની અપહરણની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. પોલીસ તપાસ કરી રહી હતી, ત્યારે બે દિવસ બાદ સિરામિક ફેક્ટરીની નજીકમાં આવેલ અવાવરૂ જગ્યામાંથી દાટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને જોતા જ પ્રથમ દ્રષ્ટીએ બાળકી સાથે કંઈ અજુગતું થયું હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું હતું.

ફોરેન્સિક રિપોર્ટમાં દુષ્કર્મની પુષ્ટિ

પોલીસે રાજકોટ ખાતે બાળકીના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું. ફોરેન્સિક રીપોર્ટમાં બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ માથાના ભાગે પથ્થર મારવાથી બાળકીનું મોત થયાનું સામે આવતા પોલીસે અજાણ્યા આરોપી સામે દુષ્કર્મ અને હત્યાની કલમો હેઠળ ફરિયાદ નોધી તપાસ શરૂ કરી હતી.

દુષ્કર્મ આચારનારની ધરપકડ

આ કેસની સમગ્ર તપાસ દરમિયાણ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે મૂળ ઝારખંડનો અને હાલમાં મોટો સિરામિક ફેક્ટરીની લેબર ક્વાર્ટરમાં રહેતો આરોપી દુર્ગાચરણ ઉર્ફે ટારઝન રેગોભાઈ સૈવયાની ધરપકડ કરી છે. આરોપી દુર્ગાચરણ મૂળ ઝારખંડનો રહેવાસી છે અને તે છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં જુદી જુદી ફેકટરીમાં મજુરી કામ કરતો હતો. આરોપી અને ભોગ બનનાર બાળકીના માતા પિતા ફેક્ટરીની લેબર ક્વાર્ટરમાં રહેતા હતા.

બાળકી એકલી હતી ત્યારે આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી બાળકીને અવાવરું જગ્યાએ લઈ ગયો હતો. ત્યાં તેણે બાળકી સાથે હેવાનિયત ભરી રીતે દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ બાજુમાં પડેલ પથ્થરો બાળકીના માથાના ભાગે મારી તેની હત્યા કરી નાખી હતી. દુષ્કર્મ અને હત્યા કરનાર આરોપી હાલ પોલીસ સકંજામાં છે. તેના કોવીડ ટેસ્ટ કરાવી પોલીસે વિધિવત તેની ધરપકડ કરી લીધી છે. હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજુ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચો: Telecommunications ક્ષેત્રમાં નોકરીની તકો, મળશે વાર્ષિક 4 લાખ જેટલો પગાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">