Freedom 251 Phone નું સપનું બતાવનાર મોહિત ગોયલની ફરી થઈ ધરપકડ, 45 લાખની ઠગાઇનો મામલો

TV9 GUJARATI

|

Updated on: Aug 26, 2021 | 1:55 PM

આ પહેલા પણ ગોયલની 2017 માં છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 2018 માં, પોલીસે કથિત રીતે ખંડણી માટે ધરપકડ કરી હતી. ત્યારબાદ ડ્રાયફ્રુટના વ્યવસાયમાં છેતરપિંડીના આરોપસર ગોયલની ધરપકડ કરવામાં આવી હતી.

Freedom 251 Phone નું સપનું બતાવનાર મોહિત ગોયલની ફરી થઈ ધરપકડ, 45 લાખની ઠગાઇનો મામલો
Mohit Goyal - File Photo

Follow us on

Freedom 251 Phone નું સપનું બતાવીને દેશભરમાં ચર્ચાનો વિષય બનેલો મોહિત ગોયલ (Mohit Goyal)ની ફરીથી ધરપકડ થઈ છે. ફ્રીડમ 251 ફોન બનાવનાર મોહિત ગોયલની 45 લાખની છેતરપિંડીના કેસમાં ગ્રેટર નોઈડાથી ધરપકડ કરવામાં આવી હતી.

ગોયલે અગાઉ રિંગિંગ બેલ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પણ બનાવી હતી અને 251 રૂપિયાના પ્રમોશનલ ભાવે સ્માર્ટફોન ઓફર કર્યો હતો. આ ફોનનું નામ ફ્રીડમ 251 હતું. જો કે, સ્માર્ટફોન તે ગ્રાહકોને પહોંચાડવામાં આવ્યા ન હતા જેમણે તેને બુક કરાવ્યા હતા અથવા ખરીદ્યા હતા.

આ પહેલા પણ ગોયલની 2017 માં છેતરપિંડીના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. 2018 માં, પોલીસે કથિત રીતે ખંડણી માટે ધરપકડ કરી હતી. ત્યારબાદ ડ્રાયફ્રુટના વ્યવસાયમાં છેતરપિંડીના આરોપસર ગોયલની ધરપકડ કરવામાં આવી હતી.

ઈન્દિરાપુરમના વિકાસ મિત્તલે ગોયલ અને અન્ય પાંચ સામે 41 લાખની છેતરપિંડીનો આરોપ લગાવતા FIR દાખલ કરી હતી. તેણે વિકાસ મિત્તલ સાથે રૂપિયા 41 લાખની છેતરપિંડી કરી હતી અને જ્યારે પીડિતે તેની સાથે વાત કરી ત્યારે તેને ધમકી આપવામાં આવી હતી. 19 ઓગસ્ટે આરોપીએ મિત્તલને કારથી કચડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. મિત્તલ ઘાયલ થયો હતો અને તે જ દિવસે તેણે ગોયલ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

સ્માર્ટફોન ફ્રીડમ 251 દ્વારા પણ છેતરપિંડી કરવામાં આવી હતી

મિત્તલની એફઆઈઆર બાદ ગાઝિયાબાદ પોલીસની ટીમે ગોયલના ઘરે દરોડા પાડીને તેની ધરપકડ કરી હતી. એફઆઈઆરમાં અન્ય પાંચના નામ છે. 2017 માં, ગોયલે તે સમયે સમાચારમાં ચમક્યો હતો જ્યારે તેમણે વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન ફ્રીડમ 251 માત્ર 251 રૂપિયામાં વેચવાની ઓફર કરી હતી. ફોનનું ભારે માર્કેટિંગ થયું હતું અને ફોન માટે 30,000 થી વધુ બુકિંગ કરવામાં આવ્યા હતા. જો કે, મોટાભાગના ખરીદદારોને ક્યારેય સ્માર્ટફોન મળ્યો નથી.

આ પણ વાંચો: Corona Vaccination: દેશમાં વેક્સિનેશનની ગતિમાં વધારો, 50 ટકા વયસ્કોને લાગી ચૂક્યો છે રસીનો પ્રથમ ડોઝ

આ પણ વાંચો: Health Tips: કેળાની છાલ કચરો નહીં સોનું છે, ફાયદા જાણીને તમે પણ ફેંકી દેતા પહેલા એકવાર વિચારશો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati