AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: અસામાજીક તત્વોએ કિશોરીઓ પર વરસાવ્યો લાઠીઓનો વરસાદ, વીડિયો થયો વાયરલ

આપણે ઘણી વખત જોતા હોઈએ છે કે નજીવી બાબત ક્યારેક મોટી આફત બની જતી હોય છે. જેમાં સામાન્ય બાબત ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. ત્યારે આવી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Crime: અસામાજીક તત્વોએ કિશોરીઓ પર વરસાવ્યો લાઠીઓનો વરસાદ, વીડિયો થયો વાયરલ
Miscreants beat up girls in Jabalpur
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 11, 2021 | 1:11 PM
Share

આપણે ઘણી વખત જોતા હોઈએ છે કે નજીવી બાબત ક્યારેક મોટી આફત બની જતી હોય છે. જેમાં સામાન્ય બાબત ક્યારેક મોટું સ્વરૂપ લઈ લેતું હોય છે. ત્યારે આવી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં મધ્ય પ્રદેશ (Madhya Pradesh)ના જબલપુરમાં ગઢા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં નજીવી બાબતે અસમાજીક તત્વો (Antisocial elements)ના એક જૂથે કિશોરીઓ પર લાઠીઓનો વરસાદ કર્યો છે.

જેમાં આ ઘટનાનો વીડિયો શુક્રવારે સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ (Video Viral)થયો છે. પીડિત કિશોરીઓના કાકા અર્જુન સિંહે જણાવ્યું કે, આરોપી રાતના સમયે બાઈક સાથે તેજ ગતિએ તેમના ઘર નજીક પસાર થયા હતા જેવા જ તેમના ઘર નજીક નીકળ્યા તો તેમના પાળેલા કુતરા ભસવા લાગ્યા.

આ વાતને લઈ આરોપી ભડકી ગયા અને કુતરાને રોડ વડે માર્યો ત્યાર બાદ બાળકી પોતાના ઘર પરથી નીકળી અને તેનો વિરોધ કર્યો. ત્યારે આરોપીઓએ તેમને પણ લાઠીઓ વડે માર માર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે થોડાક શખ્સો લાઠીઓ લઈ કિશોરીઓને બેરહેમીથી મારી રહ્યા છે. જેમાં અન્ય લોકો બચાવા તેમની નજીક જાય છે પરંતુ તેમ છતાં શખ્સો લાઠીઓથી મારવાનું ચાલુ રાખે છે.

આરોપીએ કિશોરીઓ સાથે અપશબ્દો બોલવા લાગ્યા અને આ દરમિયાન તેમની બહેન અને અન્ય બાળકીઓ જે ત્યાં એકઠી થઈ હતી. તેમને પણ લાઠી વડે મારવા લાગે છે. આ ઘટનામાં શખ્સો ક્યારે આવે છે એ જોઈ શકતું નથી પરંતુ વીડિયોના અંતમાં હાથમાં લાઠી લઈ અમુક શખ્સોને જોઈ શકાય છે.

ઘટના બાદ કિશોરીઓ તેમના કાકા સાથે પોલીસ સ્ટેશન પહોંચી અને આરોપી પ્રિંસ શ્રીવાસ્તવ, મોનૂ શ્રીવાસ્તવ, શિબૂ દહિયા અને બબલૂ શ્રીવાસ્તવ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો હતો. સીએસપી તુષાર સિંહે જણાવ્યું કે, પીડિતોની ફરિયાદ પર ગઢા પોલીસ સ્ટેશને આરોપીઓ વિરૂદ્ધ FIR નોંધી છે. જ્યારે વધુ જાણકારી માટે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: પપૈયાના પાકમાં વેલ્યુ એડિશન કરી ખેડૂતો કરી શકે છે સારી કમાણી, જાણો કેવી રીતે

આ પણ વાંચો: Viral: નદીમાં દોડતા પ્રાણીનો વીડિયો વાયરલ, જોઈને લોકોએ કહ્યું ‘આંખો પર વિશ્વાસ નથી આવતો’

g clip-path="url(#clip0_868_265)">