મેઘાલય પોલીસે ચેકિંગ દરમિયાન 2,000થી વધુ IED અને 4,000 જિલેટીન સ્ટીક્સ કરી જપ્ત

TV9 GUJARATI

|

Updated on: Aug 21, 2021 | 3:31 PM

મેઘાલય પોલીસે શુક્રવારે વહેલી સવારે એક વાહનમાંથી 2,000 એલ્યુમિનિયમ ઇમ્પ્રુવાઇઝ્ડ ઇલેક્ટ્રિકલ ડિટોનેટર અને 4,000 થી વધુ જિલેટીન સ્ટીક્સ જપ્ત કરી હતી.

મેઘાલય પોલીસે ચેકિંગ દરમિયાન 2,000થી વધુ IED અને 4,000 જિલેટીન સ્ટીક્સ કરી જપ્ત
Meghalaya police seized more than 2,000 IEDs and 4,000 gelatin sticks

મેઘાલય પોલીસે શુક્રવારે વહેલી સવારે એક વાહનમાંથી 2,000 એલ્યુમિનિયમ ઇમ્પ્રુવાઇઝ્ડ ઇલેક્ટ્રિકલ ડિટોનેટર (IED) અને 4,000 થી વધુ જિલેટીન સ્ટીક્સ જપ્ત કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ, ચોક્કસ માહિતીના આધારે, આસામના રજિસ્ટ્રેશન વાળું એક વાહન ગુવાહાટી જઈ રહ્યું હતું ત્યારે સવારે 1:10 વાગ્યે બાયર્નીહાટ પોલીસ ચોકી પાસે રોકવામાં આવ્યું હતું. પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, શરૂઆતમાં વાહનને ઉમસિંગ પર થોભવાનો સંકેત આપવામાં આવ્યો હતો, પરંતુ વાહનના ડ્રાઈવરે વાહનની ઝડપ વધારી દીધી હતી અને ભાગી ગયા હતા.

આ પછી પોલીસની એક ટીમે વાહનનો પીછો કર્યો હતો. અંતે ડ્રાઈવરને બિરનીહાટ ખાતે કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. વાહનની તલાશી દરમિયાન પોલીસે 2,044 IED અને 4,027 જિલેટીન સ્ટીક્સ મળી આવી હતી. પોલીસે વાહન અને વિસ્ફોટક જપ્ત કર્યા છે અને વિસ્ફોટક પદાર્થ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે. નોંગપોહ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

સોમવારે બોકારોમાંથી 20 થી 25 કિલોનો IED બોમ્બ મળી આવ્યો હતો

આ પહેલા સોમવારે ઝારખંડના બોકારોના ખરના જંગલમાં નક્સલવાદીઓના કાવતરાને નિષ્ફળ બનાવતી વખતે, આરપીએફ અને જિલ્લા પોલીસની સંયુક્ત ટીમે છત્ર છટ્ટી પોલીસના ચોટ્ટે પંચાયતમાં આવેલા ખરના જંગલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 20 થી 25 કિલોનો IED બોમ્બ જપ્ત કર્યો હતો.

જિલ્લા પોલીસને ગુપ્ત માહિતી મળી હતી કે, જંગલ વિસ્તારમાં નક્સલવાદી આંદોલન ચાલી રહ્યું છે. આ માહિતીના આધારે, CRPF 26મી બટાલિયનના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મુન્ના લાલ અને SATના SI અમિત કુમાર સિંહના નેતૃત્વમાં એક ટીમ બનાવવામાં આવી હતી.

આ ટીમ દ્વારા ઝુમરા પર્વતની તળેટીમાં આવેલા ખરના જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં પડેલી સફેદ રંગની કોથળી જોવા મળી હતી.

જ્યારે આ કોથળાની તપાસ કરવામાં આવી ત્યારે તેમાંથી IED બોમ્બ મળી આવ્યો હતો. એવી આશંકા છે કે, પોલીસ બળને નુકસાન પહોંચાડવા માટે માઓવાદીઓ દ્વારા IED બોમ્બ છુપાવવામાં આવ્યો હતો. પરંતુ સુરક્ષા દળોએ માઓવાદીઓની યોજનાને નષ્ફળ બનાવી હતી.

આ પણ વાંચો: Devendra jhajharia પેરાલિમ્પિકમાં ભારતના સૌથી મોટા દાવેદાર, પિતા માટે ત્રીજું ગોલ્ડ મેડલ જીતવા માંગે છે

આ પણ વાંચો: Rakshabandhan 2021: જાણો રક્ષાબંધનનું શુભ મુહૂર્ત, આ વર્ષે બની રહ્યા છે વિશેષ યોગ, જાણો કઈ રીતે કરશો ઉજવણી

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati