જાણો 7 લાખના ઈનામિ કુખ્યાત ગેંગસ્ટર કાલા જાઠેડીની કહાનિ, જેની ગેંગમાં છે 200થી વધુ શૂટર્સ

ગામ જાઠેડીનો રહેવાસી એક સામાન્ય સંદીપ નામનો છોકરો 17 વર્ષમાં ગુનાખોરીની દુનિયાનો કાલા જાઠેડી બની ગયો. જાણો સંપૂર્ણ કહાની

જાણો 7 લાખના ઈનામિ કુખ્યાત ગેંગસ્ટર કાલા જાઠેડીની કહાનિ, જેની ગેંગમાં છે 200થી વધુ શૂટર્સ
ફાઈલ ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 3:38 PM

કેવી રીતે ગામ જાઠેડીનો રહેવાસી એક સામાન્ય સંદીપ નામનો છોકરો 17 વર્ષમાં ગુનાખોરીની દુનિયાનો કાલા જાઠેડી બની ગયો. પોલીસ રેકોર્ડ મુજબ ગુનાખોરીની દુનિયામાં પ્રવેશ્યા બાદ સંદીપ ઉર્ફે કાલા જાઠેડીએ વિવિધ ગેંગ સાથે હાથ મિલાવીને પોતાની શક્તિ વધારવાનું ચાલુ રાખ્યું હતું. 200થી વધુ શૂટરોની લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં જોડાયા બાદ તે ગુનાની દુનિયામાં આગળ વધ્યો.

પોલીસ તેને હત્યા, લૂંટ, ખંડણી અને એન્કાઉન્ટર જેવા કેસમાં પોલીસ તેને શોધી રહી હતી. દિલ્હી પોલીસના હાથે પકડાયેલા સંદીપના ગેંગના લોકોએ હરિયાણા પોલીસને એ પણ જણ થવા નહોતી દીધી કે તે દેશમાં છે કે વિદેશ ભાગી ગયો છે.

દેશના 5 રાજ્યોની પોલીસ દ્વારા ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જાઠેડીની શોધખોળ ચાલી રહી હતી. તેના પર 7 લાખ રુપિયાનું ઈનામ પણ રાખવામાં આવ્યું હતું. ફેબ્રુઆરી 2020માં ગુડગાંવ પોલીસ વાન પર હુમલો કર્યા બાદ સંદીપ ઉર્ફે કાલા જઠેડી છેલ્લા ઘણા મહિનાઓથી સહારનપુરમાં છુપાયો હતો. ત્યારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આરોપી કાલાની સહારનપુરથી ધરપકડ કરી હતી.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

વિદેશ ફરાર હોવાની અફવા

પોલીસને શંકા હતી કે તે દુબઈ, મલેશિયા અથવા થાઈલેન્ડમાં રહિને ગેંગ ચલાવી રહ્યો હતો. સોનીપત પોલીસ પણ તેને ઘણા કેસોમાં શોધી રહી હતી. લોરેન્સ બિશ્નોઈ જેલમાં ગયા બાદ તેમની ગેંગનું નેતૃત્વ રાજુ બસૌદીએ કર્યું હતું. એસટીએફ દ્વારા રાજુ બસાઉદીની ધરપકડ બાદ પોલીસ કસ્ટડીમાંથી ભાગી ગયેલા કાલા જઠેડીએ ગેંગની કમાન સંભાળી હતી.

ગુનેગાર બનવાની શરૂઆત

પોલીસ રેકોર્ડ મુજબ થોડા વર્ષો પહેલા કલા જઠેડીની કેટલાક બદમાશો સાથે મિત્રતા થઈ ગઈ હતી. તે દરમિયાન તેનો ખર્ચ પણ વધ્યો. પોતાના ખર્ચને પહોંચી વળવા માટે તેણે તેના માતા -પિતા પાસેથી પૈસાની માંગણી કરી હતી, પરંતુ તેમ છતાં તેનો ખર્ચ પૂરો થયો ન હતો. જે બાદ તેણે સ્નેચિંગનું કામ શરૂ કર્યું. કાલા જઠેડી સામે પહેલો કેસ 29 સપ્ટેમ્બર 2004ના રોજ દિલ્હીમાં નોંધાયો હતો. તે દિવસે જેથેડી તેના સાથીઓ સાથે સિરાસપુર વિસ્તારમાં એક વ્યક્તિનો મોબાઈલ છીનવીને ભાગી રહ્યો હતો પરંતુ પોલીસે તેને પકડી પાડ્યો હતો.

આ કેસમાં દિલ્હીના સમયપુર બદલીમાં કાલા જઠેડી સામે પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી, પરંતુ એક વખત તે જેલમાંથી છૂટ્યા બાદ કાલા જઠેડીએ એક પછી એક અનેક ગુનાઓને અંજામ આપ્યો હતો. શરૂઆતમાં, કાસા જઠેડી લૂંટ અને હત્યાનો પ્રયાસ જેવી ઘટનાઓને અંજામ આપતો હતો, પરંતુ થોડા સમયમાં જ જઠેડીએ પોતાની ગેંગ બનાવી અને વિવાદિત સંપત્તિઓમાં દખલ દેવા લાગ્યો હતો. દિલ્હી પોલીસે કલા પર એક લાખનું ઈનામ રાખ્યું હતું. પરંતુ તે એટલો બદનામ થઈ ગયો કે, હરિયાણા પોલીસે કલા જઠેડીની ધરપકડ પર સાત લાખનું ઈનામ જાહેર કર્યું હતું.

ઝડપથી ફાયરિંગ કરવા માટે ગેંગ પ્રખ્યાત છે

જે બાદ તેણે મોટા ગુનાઓ કર્યો હતા. સોનીપત સહિત હરિયાણાના ઉદ્યોગપતિઓ અને ઠેકેદારો પાસેથી વસુલાતનો ધંધો સંદીપ જઠેડીના માણસો ચલાવી રહ્યા હતા. આ વિસ્તારમાં એક કે બે વાર તેની સક્રિયતાની અફવાઓ હતી, પરંતુ તે પોલીસના હાથમાં આવ્યો ન હતો. ખાણકામ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોએ ઘણી વખત ફરિયાદ કરી હતી કે રાજુ બસૌદી અને સંદીપ જઠેડી ગેંગ સક્રિય છે.

જ્યારે પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા રાજુ બસૌડી અને કાલા જાઠેડીએ ગેંગનો હવાલો સંભાળ્યો ત્યારે ગુનો કરવાની પદ્ધતિ એક જ રહી. હત્યાની ઘટનામાં જ્યાં 15થી 30 ગોળીઓ ચલાવવામાં આવીતી હતી ત્યારે આ ગેંગનું નામ જ સામે આવે છે.

વેશ પલટો કરીને રહેતો હતો

કેટલાક સમયથી દિલ્હી અને યુપીમાં કાલા જઠેડી ગેંગની પ્રવૃત્તિ વધી છે. દિલ્હીના ઉદ્યોગપતિઓ અને વેપારિઓને નિશાન બનાવવા ઉપરાંત ઘણી ઘટનાઓમાં જઠેડીના ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસથી બચવા માટે તે મેરઠ-સહારનપુર વિસ્તારમાં છુપાતો હતો. દિલ્હી પોલીસે સહારનપુરથી કાલા જઠેડીને પકડ્યો છે. તે જ સમયે, સંદીપ ઉર્ફે કાલા જઠેડીએ પણ પોતાનો દેખાવ બદલ્યો હતો. તેણે તેના વાળ અને દાઢી વધારી રાખી હતી.

મહત્વનું છે કે, સાગર ધનખડની હત્યા સુશીલ કુમાર દ્વારા કરવામાં આવી હતી તેની સાથેનો અન્ય કુસ્તીબાજને ઢોર માર પણ મારવામાં આવ્યો હતો. તેનું નામ સોનુ મહાલ હતું. ગેંગસ્ટર સંદીપ ઉર્ફે કાલા જઠેડીનો પિતરાઇ ભાઇ છે. સોનુ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કાલાની ગેંગ ઓપરેટ કરે છે. કાલા જઠેડી ધરપકડના ડરથી ભારતમાં નહીં પણ દુબઈમાં છુપાયેલો હતો. પરંતું હવે તેના ઝડપાઈ ગયા બાદ અનેક ખુલાસાઓ થઈ શકે છે. કાલાની ધરપકડ પહેલા પોલીસે તેની જ ગેંગના કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: Live Tokyo Olympics 2020 Live : ગોલ્ફર અદિતિ અશોક ન જીતી શક્યા મેડલ,હવે બજરંગ પૂનિયા અને નીરજ ચોપડા પાસે આશા

આ પણ વાંચો: IND vs ENG: રોહિત શર્મા ન કરી શક્યો એ કામ વિદેશમાં કેએલ રાહુલે કર્યું, ઓપનર તરીકે પોતાની કાબેલિયત સાબિત કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">