Lakhimpur Kheri Case: જીપમાં સવાર સુમિત જયસ્વાલ સહિત 4 આરોપીની ધરપકડ, હવે કેસથી જોડાયેલા ખુલશે ઘણા રાજ
લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે.
લખીમપુર ખીરીમાં ટિકુનિયા હિંસા (Lakhimpur Kheri Violence) કેસમાં પોલીસને એક મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં આરોપી સુમિત જયસ્વાલ (Sumit Jaiswal) સહિત 3 અન્ય લોકોની ધરપકડ કરી છે. સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જેને ખેડૂતોને કચડ્યા હતા, ત્યારબાદ હવે કેસમાં ઘણા મહત્વના ખુલાસા થઈ શકે છે.
લખીમપુર ખીરી પોલીસ અને ક્રાઈમ બ્રાંચની (Crime Branch) સ્વાટ ટીમે કેસથી જોડાયેલા 4 લોકોની ધરપકડ કરી છે. પોલીસે આરોપી સુમિત જયસ્વાલ, શિશુપાલ, નંદન સિંહ બ્રિષ્ટ અને સત્ય પ્રકાશ ત્રિપાઠીની ધરપકડ કરી છે. તેની સાથે સત્ય પ્રકાશ ત્રિપાઠી (Satya Prakash Tripathi)ની પાસેથી લાયસન્સ રિવોલ્વર અને 3 ગોળીઓ જપ્ત કરવામાં આવી છે.
#UPDATE | Lakhimpur Kheri violence: Accused Sumit Jaiswal, Shishupal, Nandan Singh Bisht and Satya Prakash Tripathi arrested by Lahimpur Kheri Police and SWAT team of Crime Branch.
Licensed revolver and three bullets recovered from Satya Prakash Tripathi and seized. pic.twitter.com/q4cEWcjQoT
— ANI UP (@ANINewsUP) October 18, 2021
સુમિતની ધરપકડની સાથે ખુલશે ઘણા રાજ
સુત્રો મુજબ સુમિત તે થાર જીપમાં સવાર હતો, જે ગાડીએ ખેડૂતોને કચડ્યા હતા, તેનો જીપમાંથી ઉતરીને ભાગતો વીડિયો પણ કોઈએ બનાવ્યો હતો, જે પછીથી ખુબ વાયરલ થયો હતો. હવે પોલીસનું માનવું છે કે સુમિતની ધરપકડની સાથે જ કેસમાં ઘણા મોટા રાજ ખુલશે. સાથે જ તે પણ સ્પષ્ટ થઈ શકે છે ઘટના સમયે ગાડીમાં કોણ કોણ હાજર હતા.
તપાસ કરી રહેલી પોલીસ ટીમને ઘટનાના 147થી વધારે વીડિયો મળ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે હિંસાથી જોડાયેલા પુરાવાર શોધવા માટે તપાસ ટીમ તમામ ફુટેજની સમીક્ષા કરી રહી છે. ત્યારબાદ હવે કેસમાં નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. લખમીપુર ખીરી હિંસામાં 4 ખેડૂતો અને એક પત્રકાર સહિત 8 લોકોના મોત થયા હતા. ત્યારે હિંસાનો મુખ્ય આરોપી આશિષ મિશ્રા હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે.
આ પણ વાંચો: CBSE Term 1 Board Exam 2021 Date: CBSEએ ધોરણ 10 અને 12ના ટર્મ-1ની પરીક્ષાની તારીખ કરી જાહેર
આ પણ વાંચો: દર 40-60 કિમી પર ઇ-વાહન ચાર્જિંગ સ્ટેશન લગાવવાનું NHAIનું લક્ષ્ય, 40,000 કિમીના હાઇવેને કરશે કવર