પશ્ચિમ બંગાળમાં કચ્છી પાટીદાર પરિવારની ક્રૂર હત્યા, ભત્રીજાએ જ 4 સભ્યોને ઉતારી દીધા મોતને ઘાટ

Crime: પશ્ચિમ બંગાળમાં કચ્છી પાટીદાર પરિવારના ચાર સભ્યોની કરી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં ભત્રીજાએ ફુઆ સહિત પરિવારને મોતને ઘાટ ઉતારી દીધો.

પશ્ચિમ બંગાળમાં કચ્છી પાટીદાર પરિવારની ક્રૂર હત્યા, ભત્રીજાએ જ 4 સભ્યોને ઉતારી દીધા મોતને ઘાટ
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 1:58 PM

Crime: પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાના સિંગુરમાં (Singur) એક ગુજરાતી પરિવારની (Gujarati Family) તેમના પરિવારના જ યુવકે હત્યા (Murder) કરી દીધી. આ પરિવાર મુક કચ્છનો હતો. કચ્છી પાટીદાર પરિવાર વર્ષોથી સિંગુરમાં રહેતો અને ધંધો કરતો હોવાની માહિતી સામે આવી છે. યુવકે તેના જ પરિવારના ચાર સંબંધીઓ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો જેમાં બેના મોત થયા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા. અને હોસ્પિટલમાં લઇ જવાતા તે બંનેને પણ મૃત જાહેર કરવામાં આવ્યા હતા.

ઘટના બાદથી આરોપી ફરાર છે, પોલીસ તેને શોધી રહી છે. જણાવી દઈએ કે કચ્છી પાટીદાર પરિવાર વર્ષોથી સિંગુરમાં રહેતો હતો. તો દિનેશ પટેલ (50) અને તેમની પત્ની અનસૂયા પટેલ (48), પુત્ર ભાવિક અને પિતા માવજીભાઈ પટેલની તેમના જ પરિવારના સંબંધીએ ગાતાં કરી દેતા ચકચાર મચી ગયો છે.

જણાવી દઈએ કે સિંગુર પોલીસ સ્ટેશન વિસ્તારના નંદન બજાર વિસ્તારના રહેવાસી દિનેશ પટેલ પાસે લાકડાનો વેરહાઉસ છે, તે વેરહાઉસ પરિસરમાં તેમનું ઘર પણ છે. માવજીભાઈની પત્નીના ભત્રીજા યોગેશ અને અન્ય બે ભાઈઓને આસરો આપ્યો હતો. યોગેશ ગુરુવારે સવારે તેમના ઘરે પહોંચ્યો હતો. ત્યાં માવજીભાઈના દીકરા દિનેશ અને યોગેશ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દરમિયાન યોગેશે તિક્ષ્ણ હથિયાર કાઢીને દિનેશ અને તેની પત્ની પર હુમલો કર્યો હતો. દિનેશ અને અનસૂયાને બચાવવા ગયેલા દિનેશના પિતા અને પુત્ર પર પણ યોગેશે હુમલો કર્યાનો અહેવાલ સામે આવ્યો છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સિંગુરમાં પરિવારના સભ્યો પર હુમલો

પીઠ અને ગરદન પર ઉંડા ઘાને કારણે દિનેશ અને તેમની પત્ની પણ સ્થળ પર જ ઢળી પડ્યા હતા. તો તેના પિતા-પુત્રનું પણ બાદમાં મોત નીપજ્યું હતું.. અહી ઘટનાને અંજામ આપ્યા બાદ યોગેશ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સમાચાર મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ચારેયને પહેલા સિંગુર ગ્રામીણ હોસ્પિટલમાં લઈ ગઈ. જ્યાં તબીબોએ દિનેશ અને તેની પત્ની અનસૂયાને મૃત જાહેર કર્યા હતા. ગંભીર હાલતને જોતા દિનેશના પુત્ર અને પિતાને કોલકાતાની SSKM હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.

સંપતિના વિવાદને કારણે ઘટના બની

હુગલી ગ્રામીણ પોલીસના અધિક પોલીસ અધિક્ષક શિવપ્રસાદ પાત્રાનું કહેવું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના પૈસાના વિવાદને કારણે બની હતી.

યોગેશ ભાવાણી અને તેના બે ભાઇ રસિક અને વિનુને માવજી પટેલે આસરો આપ્યો હતો. તો છેલ્લા 8-10 વર્ષથી ફુઆ માવજી પટેલની ઉમિયા સો મીલમાં તેઓ કામ કરતા હતા. ત્યારે વચેટ ભાઇ યોગેશે આ મીલમાં ભાગ આપવા માંગણી કરી હતી. જેને ફુઆના દીકરા દિનેશ પટેલે નકારી કાઢતા આ બાબતને લઇ યોગેશ સતત ગિન્નાયેલો રહેતો હોવાના અહેવાલ છે. ત્યારે આ બાબતે અવાર-નવાર ઝગડા પણ કરતો હોકાની માહિતી સામે આવી છે.

આ પણ વાંચો: Cyclone Jawad: વાવાઝોડાના નામ કેવી રીતે પાડવામાં આવે છે? વાવાઝોડાના નામકરણની શરુઆત ક્યારથી થઇ?

આ પણ વાંચો: Crime: એક મદરેસા શિક્ષક છ વર્ષની માસૂમ સાથે કરતો હતો અશ્લીલ હરકતો, માતાને વર્ણવી અપરાધીની કાળી કરતૂત

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">