Kutch: અંજારની વ્યાજખોર બહેનોના આતંકથી યુવકે કર્યો આપઘાત, અંજાર પોલિસે બંને બહેનોની ધરપકડ કરી
અગાઉ પણ આ બહેનો પૈકી રીયા સહિતના અન્ય વ્યક્તિઓ સામે અંજાર વિસ્તારમાં એક વેપારીના આપધાતના કેસમાં સંડોવણી ખુલી હતી. તો મારામારી અને વ્યાજના અન્ય 3 ગુન્હામાં પણ રીયા સામે પોલિસ ફરીયાદ નોંધાયેલી છે.
રાજ્યના અનેક જિલ્લાઓમા વ્યાજખોરના આંતકના થોકબંધ કિસ્સાઓ છે. વ્યાજના ચક્રમાં ફસાઇ પઠાણી ઉધરાણીથી કંટાળી આપઘાતના પણ અનેક મામલાઓ રોજ બની રહ્યા છે. આવોજ એક કિસ્સો એક મહિના પહેલા કચ્છ (Kutch)ના અંજાર પોલિસ (Anjar Police) મથકે નોંધાયો હતો. જેમાં યુવકે વ્યાજખોરોના આતંકથી આપઘાત (Sucide) કર્યા બાદ તેની સુસાઇટ નોટમાં બે યુવતી તથા તેના ભાઇ સહિતના શખ્સોના નામ લખ્યા હતા. જો કે ધરપકડથી બચવા આગોતરા જામીન રદ્દ થયા બાદ હવે અંજાર પોલિસે આ બે કુખ્યાત મહિલા વ્યાજખોર આરતી ઇશ્વર ગોસ્વામી તથા રીયા ઇશ્વર ગોસ્વામીને ઝડપી પાડી છે.
યુવતીઓનો અંજારમાં આંતક હતો
આજથી એક માસ પહેલા અંજારમાં અનીશ નામના એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી આપઘાત કર્યો હતો. આ યુવકે આપઘાત પહેલા એક નોટ લખી હતી. જેમાં યુવકે બે યુવતી તથા તેના ભાઇ પઠાણી ઉઘરાણી કરતા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ સુસાઇડ નોટના આધારે મૃતકના ભાઇએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મૃતક અનીશે આ બે બહેન અને તેના ભાઇ પાસે પૈસા લીધા બાદ અવાર-નવાર આ યુવતીઓ તેને ફોન દ્વારા તથા અન્ય રીતે માનસીક ત્રાસ આપતી હતી. જેની સુસાઇડ નોટ સાથે ઓડીયો પુરાવા પણ પોલિસના હાથે લાગ્યા હતા. જેથી પોલિસે આપધાતના ચર્ચાસ્પદ કિસ્સામાં ગોસ્વામી બહેનોની ધરપકડ કરી છે.
ઝડપાયેલી બે ગોસ્વામી બહેનો સામે અગાઉ પણ અનેક ગુન્હાઓ નોંધાઇ ચુક્યા છે. સામાન્ય રીતે ઉંચા વ્યાજદર અને પઠાણી ઉધરાણીના વ્યાજખોરીના ધંધામાં મહિલાઓની સંડોવણીના ઓછા કિસ્સાઓ બનતા હોય છે તેવામાં બે બહેનોના નામ ખુલ્યા બાદ તેની ધરપકડ કરી પોલિસે અન્ય કિસ્સામા તેની સંડોવણી અંગેની પુછપરછ શરૂ કરી છે.
જો કે અગાઉ પણ આ બહેનો પૈકી રીયા સહિતના અન્ય વ્યક્તિઓ સામે અંજાર વિસ્તારમાં એક વેપારીના આપધાતના કેસમાં સંડોવણી ખુલી હતી. તો મારામારી અને વ્યાજના અન્ય 3 ગુન્હામાં પણ રીયા સામે પોલિસ ફરીયાદ નોંધાયેલી છે. તો રીયાના ભાઇ તેજસ ગોસ્વામી સામે પણ 2 વર્ષ અગાઉ પૈસાની પઠાણી ઉધરાણી સંદર્ભે ફરીયાદ નોંધાયેલી છે. તો આરતી સામે 4 વર્ષ અગાઉ પોલિસ ગુન્હો નોંધાયેલો હોવાનુ પોલિસની પ્રાથમીક તપાસમા સામે આવ્યુ છે.
કચ્છમાં અગાઉ અનેક વખત પોલિસે લોક દરબાર તથા અન્ય માધ્યમોથી આવા પ્રવૃતિ પર રોક લગાવવા માટે પ્રયત્નો કર્યા છે. પરંતુ જાણે વ્યાજ માફીયાઓ બેફામ હોય તેમ પોલિસના આ પ્રયત્નો પુરતા રહ્યા નથી બે યુવતીઓની સંડોવણીનો આ કિસ્સો અપવાદ છે પરંતુ અન્ય અનેક એવા વ્યાજ માફીયાઓ છે. જે બેફામ રીતે પૈસાની લેતી-દેતી કર્યા બાદ પઠાણી ઉઘરાણી કરી મરવા માટે મજબુરી સુધી નાણા લેનારને લઇ જાય છે.
આ પણ વાંચો-
Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ સામે આજે ચાર્જ ફ્રેમ કરાશે, આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
આ પણ વાંચો-