Surat: ગ્રીષ્મા વેકરિયાના હત્યારા ફેનિલ સામે આજે ચાર્જ ફ્રેમ કરાશે, આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે
સુરત જિલ્લાના પાસોદરા ગામમાં એક ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઇ હતી. ત્યાર બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવાં આવી હતી અને બાદમાં આરોપી ફેનીલ ની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડ માં અનેક પુછપરછ કરવામાં આવી હતી
સુરત જિલ્લાના પાસોદરામાં યુવતી ગ્રીષ્મા વેકરિયાની હત્યા (Surat Grishma Murder Case) કરનારા આરોપી ફેનિલ (Fenil Goyani)સામે આજે ચાર્જ ફ્રેમ (Charge frame) કરાશે. આ માટે આરોપી ફેનિલને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હત્યાના કેસમાં ગુજરાતમાં સૌપ્રથમવાર માત્ર પાંચ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ હોય તેવો કિસ્સો બન્યો છે.
ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં જ એટલે કે 21 ફેબ્રુઆરીએ પોલીસે ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી.. હત્યાના કેસમાં ગુજરાતમાં સૌપ્રથમવાર માત્ર પાંચ જ દિવસમાં ચાર્જશીટ રજૂ કરાઈ હોય તેવો આ કિસ્સો બન્યો છે. ફેનિલની સામે 2500 પાનાની ચાર્જશીટમાં 23 પંચનામા કરવામાં આવ્યા છે, 190 સાક્ષીઓ છે, 188 દસ્તાવેજી પુરાવા છે.
આ ઉપરાંત ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડીકલ અને સીસીટીવીનો પુરાવો, વીડિયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લીપ અને ઘટના બાદની ઓડિયો ક્લીપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો. મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ ખાતરી આપી હતી કે, વહેલી તકે કેસ પુરો થાય અને ગ્રીષ્માને ન્યાય મળે તેવા પ્રયાસો કરાશે.
સુરત જિલ્લાના પાસોદરા ગામમાં એક ગ્રીષ્મા નામની યુવતીની હત્યા થઇ હતી. ત્યાર બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવાં આવી હતી અને બાદમાં આરોપી ફેનીલ ની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડ માં અનેક પુછપરછ કરવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લા રેન્જ આઇજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓની મેરેથોન મિટિંગ મળી હતી, જેમાં સાક્ષી, પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.
ગ્રીષ્માની હત્યા કરવા પહેલા ફેનિલે એકે-47 રાઇફલ ખરીદવા પણ વેબસાઇટ સર્ચ કરી હતી ફેનિલ ગોયાણીએ ગ્રીષ્માની હત્યા કરવા માટે પ્લાનિંગ કર્યું હતું પોલીસે રિમાન્ડ દરમ્યાન અલગ અલગ મુદાઓ પર તપાસ કરવામાં આવી હતી. જ્યારે વધુમાં હત્યા કેવી રીતે કરી શકાય તે માટે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું હતું, હથિયારો કેવી રીતે ઓનલાઇન મળી શકે અને તેનો ઉપયોગ કેવી રીતે થાય તે બાબતે જાણ્યું હતું.
ગ્રીષ્માની હત્યા બાદ તેના એક મિત્રને ફોન કરવામાં આવ્યો હતો જે ઓડિયો ક્લિપ પોલીસને મળી હતી.આ ક્લિપના આધારે પોલીસ ફેનિલને રિમાન્ડ દરમિયાન ગાંધીનગર એફએસએલમાં લઈ ગઈ હતી, જ્યાં તેનો વોઇસ રેકર્ડિંગ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ પણ એફએસએલએ પોલીસને સોંપી દીધો છે. પોલીસે ફેનિલ સામે સજ્જડ પુરાવા એકત્ર કરી લેતા હવે આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો-
Surat : કોરોનાના પ્રતિબંધો હળવા થતા જ લગ્નસરામાં આપવામાં આવતી સસ્તી સાડીઓની ડિમાન્ડ વધી, વેપારીઓ તૈયારીમાં લાગ્યા
આ પણ વાંચો-