Kutch : મુંદ્રા પોર્ટ પર કંઇ રીતે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું, જુઓ ડ્રગ્સ કેસનો આખો ઘટનાક્રમ

|

Sep 22, 2021 | 4:36 PM

હવે જો આ હેરોઇન ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું ? તેની વિગતવાર ઘટનાક્રમ પર નજર કરીએ તો, DRIના જણાવ્યા અનુસાર હેરોઇન લઇને આવેલા કંટેનર્સને આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત એક કંપની આશા ટ્રેડિંગ ફર્મ દ્વારા આયાત કરવામાં આવ્યું હતું.

Kutch : મુંદ્રા પોર્ટ પર કંઇ રીતે હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ જપ્ત થયું, જુઓ ડ્રગ્સ કેસનો આખો ઘટનાક્રમ
Kutch: Thousands of crores of rupees worth of drugs seized at Mundra port, see full chronology of drug cases

Follow us on

16 સપ્ટેમ્બર 2021ના રોજ દેશમાં હેરોઇનની ઐતિહાસિક ખેપ ઝડપાઇ. ભારે માત્રામાં હજારો કરોડો રૂપિયાની હેરોઇન જપ્ત થવા પાછળ અધિકારીઓની સતર્કતા અને સમયસૂચકતા કામ લાગી ગઇ. સીધી લાગતી આ વાતનું મૂળ અને કનેક્શન આ વર્ષના જૂન મહિના સાથે છે.

જૂન 2021માં એક મોટું ડ્રગ્સ કન્સાઇનમેન્ટ DRI અને કસ્ટમ ડિપાર્ટમેન્ટની બેદરકારીથી બચીને નીકળી ગયું. એ ડ્રગ્સ કન્સાઇનમેન્ટ જ્યાં પહોંચવાનું હતું, ત્યાં પહોંચી ગયું. આ સમગ્ર મામલે કસ્ટમ અને DRIના અમુક સ્થાનિક અધિકારીઓની ભૂમિકા શંકાના દાયરામાં હતી. એવામાં બંને જ એજન્સીઓ પર દબાણ હતું.

એવામાં બાતમી મળી કે એક ઇરાની ટેલ્કમ પાવડરની મોટી ખેપ ભારત લાવવામાં આવી રહી છે. અને તેને આંધ્રપ્રદેશના વિજયવાડાના સરનામાં પણ મોકલાશે. હવે જેવું ચિન્હિત કંટેનર મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું, DRI અને કસ્ટમ ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમ કામે લાગી ગઇ. અને આખરે 21 હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાઇ ગયું.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હવે જો આ હેરોઇન ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જવાનું હતું ? તેની વિગતવાર ઘટનાક્રમ પર નજર કરીએ તો, DRIના જણાવ્યા અનુસાર હેરોઇન લઇને આવેલા કંટેનર્સને આંધ્રપ્રદેશના વિજયવાડા સ્થિત એક કંપની આશા ટ્રેડિંગ ફર્મ દ્વારા આયાત કરવામાં આવ્યું હતું. કંપનીએ તે જથ્થાને ‘ટેલ્કમ પાવડર’ જાહેર કર્યું હતું.

તો એક્સપોર્ટ કરનારી ફર્મની ઓળખાણ અફઘાનના કંધાર સ્થિત હસન હુસૈન લિમિટેડના રૂપમાં થઇ. જ્યારે આ કન્સાઇનમેન્ટ અફઘાનિસ્તાનથી ઇરાન અને ઇરાનથી કચ્છના મુંદ્રા પોર્ટ પર પહોંચી હતી.

એજન્સીઓ હવે આ કૌભાંડને ઇન્ટરનેશનલ ડ્રગ સિન્ડિકેટના એક ભાગ તરીકે જોઇ રહી છે.4 અફઘાન અને 3 ભારતીય નાગરિક સહિત કુલ 7 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. હાલ એજન્સીઓ આ ડ્રગ રેકેટની કામ કરવાની રીત અને તેમાં સામેલ લોકો વિશે જાણકારી મેળવવામાં જોતરાઇ છે.

નોંધનીય છેકે મુંદ્રા પોર્ટ પર પકડાયેલા રૂ. 3000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો થયો છે. મુંદ્રા ડ્રગ્સ કેસના આરોપી ચેન્નઈના દંપતીએ જુલાઈ મહિનામાં પણ ડ્રગ્સ મંગાવેલું હોવાનું ખુલ્યું છે. હાલ દંપતીએ કેટલું મંગાવ્યું છે તેની તપાસ ચાલી રહી છે. દંપતી અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા વચ્ચે અમિત નામના વ્યક્તિની ભૂમિકા સામે આવી છે.

તપાસમાં ખુલ્યું છેકે અમિત ભારતમાં ડ્રગ મંગાવી આપતો હતો. અમિત મૂળ દિલ્હીનો હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત કસ્ટમ હાઉસના એક એજન્ટની પણ સંડોવણી સામે આવી છે. કસ્ટમ એજન્ટ કુલદીપ સિંહ નામનો વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે.

 

આ પણ વાંચો :  Kutch : મુંદ્રા પોર્ટ પર પકડાયેલા રૂ. 3000 કરોડના ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો, દંપતિ અને ડ્રગ્સ માફિયાનું કનેક્શન ખુલ્યું

આ પણ વાંચો : Surat : નવા 13 ફાયર સ્ટેશન બનાવવા SMCની મંજૂરી, ઓક્ટોબરમાં પુણા વિસ્તારનું નવું ફાયર સ્ટેશન ખુલ્લુ મુકાશે

Published On - 4:35 pm, Wed, 22 September 21

Next Article