Kheda : ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને નડિયાદ સેસન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

રાત્રીના સમયે એક ઘરના બાથરૂમમાંથી બચાવો બચાવોની બુમ આવી. આડોશી પાડોશી જાગીને બનાવવાળી જગ્યાએ ગયા તો લોહીથી લથપથ સ્ત્રીપુરુષની લાશ પડી હતી. અને બાથરૂમમાં એક યુવક પુરાયેલો હતો.

Kheda : ભાઈ-ભાભીની હત્યા કરનાર આરોપીને નડિયાદ  સેસન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા
Kheda: Nadiad Sessions Court sentences brother-in-law to death
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Feb 11, 2022 | 6:26 PM

મહુધાના અલીણા ગામમાં સગા ભાઈ ભાભીની ક્રૂરતા પૂર્વક હત્યા કરનાર આરોપીને નડિયાદ સેસન્સ કોર્ટે સંભળાવી ફાંસીની સજા

Kheda : મહુધા પાસે આવેલ અલીણા ગામમાં ભાઈ ભાભીની હત્યાં કરનાર નાના ભાઈને આજે કોર્ટે સજા સજા સંભળાવતા જ કોર્ટ રૂમમાં સન્નાટો છવાઈ જવા પામ્યો હતો. કેમ છવાઈ ગયો કોર્ટમાં સન્નાટો. વાંચો આ અહેવાલમાં.

ઘટના : પતિ-પત્નીની હત્યા

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

સ્થળ : મહુધા પાસે આવેલ અલીણા ગામ

તારીખ : 4 ઓગસ્ટ 2017, સમય રાતનો

રાત્રીના સમયે એક ઘરના બાથરૂમમાંથી બચાવો બચાવોની બુમ આવી. આડોશી પાડોશી જાગીને બનાવવાળી જગ્યાએ ગયા તો લોહીથી લથપથ સ્ત્રીપુરુષની લાશ પડી હતી. અને બાથરૂમમાં એક યુવક પુરાયેલો હતો. મામલો હત્યાનો હોવાથી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી. અને ડબલ મર્ડર કેસની તપાસમાં લાગી ગઈ. ખેડા ક્રાઇમ બ્રાન્ચ અને ગણતરીના કલાકોમાં જ હત્યા પરથી પરદો ઉઠાવી દેવામાં આવ્યો અને હત્યારો બીજો કોઈ નહિ પણ સગો ભાઈ જ પોલીસ તપાસમાં સામે આવ્યું.

કેમ કરી સગા ભાઈ ભાભીની હત્યા?

વાત જાણે એમ હતી કે અમદાવાદના બાપુનગરમાં રહેતા વિક્કી ભરત પટણીએ નજીકમાં જ રહેતી ટ્વિંકલ સાથે પ્રેમ લગ્ન કર્યા હોવાથી દીકરીના પરિવાર સાથે દરરોજ ઝગડા થતા હતા. તેથી ભરતભાઈને પોતાનું મૂળ ઘર છોડીને અન્ય જગ્યાએ રહેવું પડતું હતું. જેથી વિક્કીનો નાનોભાઈ વિપુલ હેરાન થઇ ગયો હતો. બીજી તરફ વિક્કી અને ટ્વિંકલ અમદાવાદ છોડીને મહુધા પાસે આવેલ અલીણા ગામમાં ભાડે રહેવા લાગ્યા હતા. જેથી વિપુલે પોતાના ભાઈ ભાભીની હત્યા કરવાનો પ્લાન ઘડી અલીણા પહોંચીને ભાઈ ભાભીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. અને ઘટનાને લૂંટના ઇરાદે હત્યામાં ખપાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એલસીબીના તત્કાલીન પોલિસ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ રાઠોડ઼ે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો.

અલીણા ગામના ડબલ મર્ડર કેસ નડિયાદ સેસન્સ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 74 દસ્તાવેજી પુરાવા અને 29 સાહેદોની જુબાનીના આધારે કેસને રેરેસ્ટ ઓફ ધી રેરનો ગુનો ગણી આરોપી વિપુલ પટણીને ફાંસીની સજા સંભળાવી છે. જોકે ફાંસીની સજા ભલે કોર્ટે સંભળાવી પણ તેની અમલવારી ગુજરાત હાઇકોર્ટ કરશે.

આ પણ વાંચો : 15 ઓગસ્ટે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રથમ ઉડાન ભરાશે , જુઓ શું છે એરપોર્ટની વિશેષતા

આ પણ વાંચો : Banaskantha : આંગડિયા કર્મચારીની નજર ચૂકવી લૂંટારૂ એક કરોડનું સોનું લઈ ફરાર, પોલીસે નાકાબંધી કરી

g clip-path="url(#clip0_868_265)">