Kheda: કપડવંજના નિરમાલી ગામના સામુહિક દુષ્કર્મ કેસમાં આરોપીઓને ફાંસીની સજા, કપડવંજ સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો

મૃતકના મહિલાના પતિ દ્વારા સમગ્ર ઘટનાની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે (Kapadvanj Rural Police Station) કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે સમગ્ર કેસની તપાસ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 29, 2022 | 6:09 PM

વધુ એક દુષ્કર્મ અને ફાંસીની સજાના કેસમાં કોર્ટે (Court) આરોપીઓેને ફાંસીની સજા ફટકારી છે. ખેડા (Kheda) જિલ્લાના કપડવંજ તાલુકાના નિરમાલી ગામમાં થયેલા સામૂહિક દુષ્કર્મ કેસમાં (Gang rape case) કપડવંજની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સામૂહિક દુષ્કર્મ અને હત્યા કેસમાં સેશન્સ કોર્ટે (Sessions Court) ત્રણ આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને રૂપિયા બે લાખનો દંડ પણ ફટકાર્યો છે. 45 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

28 ઓક્ટોબર 2018 ના રોજ કપડવંજ તાલુકાના મોટીઝેર ગામથી નિરમાલી ગામ વચ્ચે એક મહિલાનું ત્રણ આરોપીઓએ અપહરણ કર્યુ હતુ. ગોપી ઉર્ફે ભલા ગિરીશ, જયંતિ બબા વાદી અને લાલા ઉર્ફે કંકુડીયો રમેશ વાદી દ્વારા બાઈક પર બેસાડી અપહરણ કરી નિરમાલી ગામની સીમમાં લઇ ગયા હતા અને ત્રણેય આરોપીઓ દ્વારા મહિલા પર બળજબરીથી દુષ્કર્મ કરી ગળું દબાવી હત્યા કરીને પુરાવાનો નાશ કરી દીધો હતો.

મૃતકના મહિલાના પતિ દ્વારા સમગ્ર ઘટનાની ફરિયાદ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે કરવામાં આવી હતી. જેના પગલે પોલીસે સમગ્ર કેસની તપાસ કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી જેલ હવાલે કરી દીધા હતા. અને સમગ્ર મામલો કપડવંજ કોર્ટમાં ચાલી જતા કોર્ટે 26 સાહેદોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા ચકાસ્યા બાદ ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે અને આરોપીઓને 2 લાખનો દંડ ફટકારી દંડની રકમ મૃતકના પરિવારને વળતર સ્વરૂપે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

આ પણ વાંચો-Gujarat Assembly Election 2022: ભાજપાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાનો હુંકાર, હા- ગુજરાત અમારી રાજકીય પ્રયોગ શાળા છે અને રૂપાણી સરકારને બદલવાનો નિર્ણય અમારી રણનીતિ

આ પણ વાંચો-Rajkot : આમ આદમી પાર્ટીએ રૂપાણી સરકાર પર કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ, તપાસ સમિતિની માંગ કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">