JAMNAGAR : માતાએ 3 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું, 3 માસુમોના મોત, માતાનો બચાવ

|

Jul 07, 2021 | 10:16 PM

JAMNAGAR શહેર નજીક આવેલા ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં ભલભલાના કાળજા કંપાવી નાંખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે.

JAMNAGAR : માતાએ 3 સંતાનો સાથે કુવામાં ઝંપલાવ્યું, 3 માસુમોના મોત, માતાનો બચાવ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

JAMNAGAR શહેર નજીક આવેલા ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં ભલભલાના કાળજા કંપાવી નાંખે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જયારે એક માતા હતાશ થઇ જાય તો તે કેવું પગલું ભરી શકે છે તેનું વરવું ઉદ્દાહરણ જોવા મળ્યું છે. અહીં, એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી પહેલા હત્યા કરી દીધી, જેમાં તેના સંતાનોના ડૂબી જવાથી મોત નીપજ્યાં છે.

સંતાનોની ક્રુર હત્યા બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનો આબાદ બચાવ થયો હતો. અહીં નોંધનીય છેકે પરિણીતાનો પતિ ત્રણ મહિનાથી પોતાના વતનમાં ગામડે ગયો હતો, અને, આ મામલે પરિણીતાને લાગી આવતા તેણી આ પગલું ભર્યું હોવાનું ખુલ્યું છે.

મોરારદાસ ખંભાળિયામાં વાડીમાં આવેલા કૂવામાં આ 3 માસૂમોને ફેંકી દેવામાં આવ્યા હતા. જેમાં ત્રણેય માસુમોના ડુબી જવાથી કમકમાટી ભર્યા મોત નિપજયા છે. ત્રણેય માસુમોની ઉંમર 5 વર્ષ કરતાં ઓછી હોવાનું સામે બહાર આવ્યું છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

સૌથી મોટી પુત્રી રિયાની ઉંમર 4 વર્ષ, ત્યાર બાદ તેનાથી નાની પુત્રી માધુરીની ઉંમર અઢી વર્ષ અને સૌથી નાના પુત્ર કનેશની ઉંમર તો માત્ર આઠ મહિના જ હોવાનું ખુલ્યું છે. ત્રણેય માસૂમના મૃતદેહ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યા ત્યારે ફાયરબ્રિગેડના જવાનો અને ગ્રામજનોના કાળજા કંપી ગયા હતા.

નોંધનીય છે કે ત્રણેય સંતાનોની ઉંમર પાંચ વર્ષની હતી, એટલે કે બાળકોને જીવન-મોતની કોઇ ગત્તાગમ હતી નહીં. જયારે માતાએ કુવામાં ઝંપલાવ્યું ત્યારે તેણીએ કુવામાં રહેલો પાઇપ પકડી લીધો હતો. જેથી તેણીનો બચાવ થયો હતો. જોકે મરવાના ઈરાદા સાથે માતાએ કૂવામાં ઝંપલાવવું હોય એ પહેલાં ત્રણેય બાળકોને પણ કૂવામાં ફેંક્યાં હતાં, જેમાં ત્રણેય માસુમો યમધામ પહોંચી ગયા હતા.

Published On - 10:15 pm, Wed, 7 July 21

Next Article