Ishrat Jahan Encounter Case : અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કર્યા

Ishrat Jahan Encounter Case : CBI કોર્ટે આજે ચુકાદો આપતા તત્કાલિન પોલીસ અધિકારી ગીરીશ સિંઘલ અને તરુણ બારોટ સહિતના કુલ ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.

  • Tv9 webdesk42
  • Published On - 14:40 PM, 31 Mar 2021
Ishrat Jahan Encounter Case  : અમદાવાદની સ્પેશીયલ  CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ  જાહેર કર્યા
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં મહત્વનો ચુકાદો

Ishrat Jahan Encounter Case : બહુચર્ચિત ઇશરત જહાં એન્કાઉન્ટર કેસમાં અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ત્રણ પોલીસકર્મીઓને નિર્દોષ જાહેર કર્યા કર્યા છે. ગુજરાત સરકારે આ ત્રણ પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવતા આ કેસનું ટ્રાયલ હવે બંધ કરવામાં આવ્યું છે.

ત્રણ પોલીસકર્મીઓ નિર્દોષ જાહેર
31 માર્ચને બુધવારે અમદાવાદની સ્પેશીયલ CBI કોર્ટે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ (Ishrat Jahan Encounter Case)ના ત્રણ આરોપી પોલીસકર્મીઓને જૂન 2004 માં ઇશરત જહાં, જાવેદ શેખ ઉર્ફે પ્રણેશ પિલ્લાઈ અને અન્ય બેના એન્કાઉન્ટર કેસમાં આઇપીએસ અધિકારી જી.એલ.સિંઘલ, નિવૃત્ત ડેપ્યુટી એસ.પી. તરૂણ બારોટ અને સહાયક સબ-ઇન્સ્પેક્ટર અનજુ ચૌધરીને નિર્દોષ જાહેર કર્યા છે. એન્કાઉન્ટર કેસમાં ગુજરાત સરકારે ત્રણ આરોપી પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની ના પાડી દીધા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાત સરકારે આ ત્રણ પોલીસકર્મીઓ વિરૂદ્ધ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લેવામાં આવતા આ કેસનું ટ્રાયલ હવે બંધ કરવામાં આવ્યું છે.

આ કેસમાં ત્રણ પોલીસકર્મીઓ અંતિમ આરોપીઓ હતા
ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ(Ishrat Jahan Encounter Case)માં આ છેલ્લા ત્રણ પોલીસકર્મીઓ આરોપી હતા, જેમના પર હત્યા, ગુનાહિત કાવતરું, અપહરણ અને 19 વર્ષની યુવતીની ગેરકાયદેસર અટકાયત જેવા આરોપો લગાવવામાં આવ્યાં હતા. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન-CBI એ 20 માર્ચે કોર્ટને જાણ કરી હતી કે રાજ્ય સરકારે ત્રણેય આરોપીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો હતો.

ઇશરત જહાં એન્કાઉન્ટર કેસ
15 જૂન, 2014 ના રોજ મુંબઇ નજીકના મુમ્બ્રામાં રહેતી 19 વર્ષિય યુવતી ઇશરત જહાંને ગુજરાત પોલીસ દ્વારા એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવી હતી.આ એન્કાઉન્ટરમાં જાવેદ શેખ ઉર્ફે પ્રનેશ પિલ્લાઈ, અમજાદલી અકબરલી રાણા અને ઝીશાન જોહર પણ માર્યા ગયા હતા. પોલીસે દાવો કર્યો હતો કે એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ચાર લોકો આતંકવાદી હતા અને ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી(NARENDRA MODI)ની હત્યા કરવાની યોજના બનાવી રહ્યા હતા. જો કે, હાઈકોર્ટ દ્વારા રચાયેલી વિશેષ તપાસ ટીમ આ એન્કાઉન્ટર નકલી હોવાના તારણ પર પહોંચી હતી, ત્યારબાદ CBIએ કેટલાક પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.ઈશરત જહા એન્કાઉંટર કેસ (Ishrat jahan encounter) માં આરોપીઓની ડિસ્ચાર્જ અરજી પર CBI કોર્ટે આજે ચુકાદો આપતા તત્કાલિન પોલીસ અધિકારી ગીરીશ સિંઘલ અને તરુણ બારોટ સહિતના કુલ ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.