પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ થયેલા રમખાણોમાં 21 કેસ નોંધાયા, CBIએ તપાસ કરી તેજ

પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસા દરમિયાન મહિલાઓ સામે ગુના અને હત્યાના કેસોની તપાસ દરમિયાન આજે વધુ 10 કેસ નોંધાયા છે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ થયેલા રમખાણોમાં 21 કેસ નોંધાયા, CBIએ તપાસ કરી તેજ
ફાઈલ ફોટો

પશ્ચિમ બંગાળમાં મતદાન બાદની હિંસા (Post Poll Violence) દરમિયાન મહિલાઓ સામે ગુના અને હત્યાના કેસોની તપાસ દરમિયાન આજે વધુ 10 કેસ નોંધાયા છે. નાદિયા જિલ્લાના છાપરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. જેમાં 3 લોકોને લોખંડના સળિયાથી મારવામાં આવ્યા હતા, જેમાં સીબીઆઈએ 2 લોકોને કસ્ટડીમાં પણ લીધા છે.

વિધાનસભાની ચૂંટણી બાદ હિંસાના કેસમાં અત્યાર સુધીમાં કુલ 21 કેસ નોંધાયા છે. સીબીઆઈએ જોઈન્ટ ડિરેક્ટરના નેતૃત્વમાં ચાર ટીમોની રચના કરી છે અને આ ટીમ હિંસાગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત લઈ રહી છે. શુક્રવાર સુધી આ મામલે 11 કેસ નોંધાયા હતા.

સૂત્રોએ જણાવ્યું હતું કે, સમગ્ર તપાસની દેખરેખ એડિશનલ ડિરેક્ટર કક્ષાના અધિકારી દ્વારા કરવામાં આવી રહી છે. દરેક ટીમમાં સાત સભ્યો છે. જેમાં એક નાયબ મહાનિરીક્ષક અને ત્રણ પોલીસ અધિક્ષકનો સમાવેશ થાય છે. કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પછીની હિંસા દરમિયાન મહિલાઓ વિરુદ્ધ કથિત ગુનાઓ અને હત્યાઓની સીબીઆઇ તપાસના આદેશ આપ્યા બાદ સીબીઆઇએ તપાસ શરૂ કરી છે.

સીબીઆઈ અધિકારી અખિલેશ સિંહની દેખરેખ હેઠળ થઈ રહી છે તપાસ

સીબીઆઈએ ચૂંટણી પછીની હિંસા કેસની તપાસ કોલસા અને પશુ દાણચોરી અધિકારી અખિલેશ સિંહને સોંપી છે. અખિલેશ સિંહ હવે સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચની વધારાની જવાબદારી સંભાળી રહ્યા છે. તેમને સ્પેશિયલ ક્રાઈમ બ્રાંચના વડા બનાવવામાં આવ્યા છે. તે હત્યા અને બળાત્કાર કેસની તપાસ કરશે. મતદાન બાદની હિંસાના સંદર્ભમાં કુલ 64 સીબીઆઈ તપાસ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. હવે ટીમના સભ્યોની સંખ્યા વધીને 109 થઈ ગઈ છે.

ટીમમાં કુલ 84 તપાસ અધિકારીઓમાંથી IO, ઇન્સ્પેક્ટર અને DSP રેન્કના અધિકારીઓ છે. આ સિવાય 25 અધિકારીઓ જોઈન્ટ ડિરેક્ટર, ડીઆઈજી, એસપીના હોદ્દાના છે. દરેક ઝોનની ટીમમાં 21 તપાસ અધિકારીઓ અથવા IO હશે. રાજ્યો પહેલેથી જ 4 સંયુક્ત નિયામક કક્ષાના અધિકારીઓ સુધી પહોંચી ગયા છે. મોટાભાગના ડીઆઈજી અને એસપી રેન્કના છે.

મૃતક ભાજપના કાર્યકરના પરિવારે ફરિયાદ નોંધાવી હતી

આપને જણાવી દઈએ કે કલકત્તા પહોંચ્યા બાદટીમના સભ્યો બેલિયાઘાટામાં ભાજપના મૃતક કાર્યકર (Dead BJP Worker) અભિજીત સરકારના ઘરે ગયા અને તેમના પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. અભિજીત સરકારની હત્યાના આરોપો હાલમાં હાઈકોર્ટમાં પણ પેન્ડિંગ છે. તેના પરિવારજનોએ હત્યાનો આરોપ લગાવ્યો હતો. તે કેસમાં પણ સીબીઆઈએ કેસ નોંધ્યો છે.

આ વર્ષે યોજાયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી બાદ કથિત હિંસાની ઘટનાઓની સ્વતંત્ર તપાસની માંગ કરતી પીઆઈએલ પર સર્વસંમતિથી ચુકાદો આપતી વખતે, પાંચ જજોની બેન્ચે અન્ય તમામ કેસોની તપાસ માટે ‘એસઆઈટી’ બનાવવાનો આદેશ પણ આપ્યો હતો.

સીબીઆઈ ફોરેન્સિક ટીમની મદદ લેશે

સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધીની પ્રાથમિક તપાસ બાદ, સીબીઆઈ દ્વારા બંગાળ હિંસા અંગે રચાયેલ સ્પેશિયલ ક્રાઈમ યુનિટને આશંકા છે કે બે ડઝનથી વધુ ઘટનાઓ બની છે. જેમાં ફોરેન્સિક ટીમની મદદ લેવામાં આવશે. આ સાથે સીબીઆઈ તપાસ દરમિયાન કેસ ડાયરીની વિગતો લઈને બંગાળ પોલીસનું નિવેદન પણ રેકોર્ડ કરશે. જો જરૂરી હોય તો તે 164 સીઆરપીસી હેઠળ પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો પણ રેકોર્ડ કરશે.

 

આ પણ વાંચો: Maharashtra : નારાયણ રાણેએ ઉદ્ધવ ઠાકરે પર કર્યા પ્રહાર, કહ્યુ “હું શિવસેના વિશે ઘણું જાણું છું, ધીમે ધીમે પોલ ખોલીશ”

આ પણ વાંચો: Tokyo Paralympics 2020: PM મોદીએ ભાવિના પટેલની સફળતાને કરી સલામ, ટ્વીટ કરીને કહ્યુ સમગ્ર રાષ્ટ્રને તમારા પર ગર્વ છે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati