AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT : કોરોનાકાળમાં ફૂટી નીકળ્યા નકલી તબીબો, રાજ્યમાં છેલ્લા 3 માસમાં 228 બોગસ તબીબો પકડાયા

રાજ્યમાં અત્યાર સુધી પોલીસે આવા બોગસ તબીબો સામે અલગ-અલગ જીલ્લામાં કુલ 218 ગુના દાખલ કર્યા છે જેમાં સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ (BHARUCH) અને બનાસકાંઠા (BANASKANTHA) ખાતે ઝડપાયાં છે.

GUJARAT : કોરોનાકાળમાં ફૂટી નીકળ્યા નકલી તબીબો, રાજ્યમાં છેલ્લા 3 માસમાં 228 બોગસ તબીબો પકડાયા
In Gujarat, 228 fake doctors were caught in the last 3 months
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 4:15 PM
Share

GUJARAT : રાજ્યમાં છેલ્લાં 3 માસમાં 228 બોગસ તબીબો (fake doctors) પોલીસ ચોપડે ઝડપાયાં છે. કોરોના કાળમાં ગુજરાતમાં અનેક એવા તબીબો ફુટી નીકળ્યા કે જેમણે બોગસ ડીગ્રી બનાવી અને તબીબી પરીક્ષણ કર્યા. જો કે આ વાત રાજ્ય ગૃહ વિભાગના ધ્યાને આવતાં આવા બોગસ તબીબોને ઝડપી પાડવા માટે ઝુંબેશ હાથ ધરાઈ. રાજ્યમાં અત્યાર સુધી પોલીસે આવા બોગસ તબીબો સામે અલગ-અલગ જીલ્લામાં કુલ 218 ગુના દાખલ કર્યા છે જેમાં સૌથી વધુ 28 બોગસ તબીબો ભરૂચ (BHARUCH) અને બનાસકાંઠા (BANASKANTHA) ખાતે ઝડપાયાં છે.

કોરોનાકાળમાં ફૂટી નીકળ્યા નકલી તબીબો કોરોનાકાળ દરમિયાન અને એમાંય ખાસ કરીને કોરોનાની બીજી લહેરમાં લોકોને સારવાર માટે બેડ, ઓક્સિજન સુવિધા સહિતની અનેકગણી હાડમારીનો સામનો કરવો પડ્યો હતો. આ તકનો લાભ લઈ રાજ્યમાં ઠેરઠેર ધાણીફૂટ હોસ્પિટલો શરૂ થઈ ગઈ. જો કે આ તકનો લાભ ઉઠાવી એવા અનેક લોકો સામે આવ્યા જેમણે બોગસ ડીગ્રી બનાવી અને હોસ્પિટલના નામે હાટડીઓ ખોલી સારવાર કરવાની શરૂઆત કરી. રાજ્ય ગૃહ વિભાગને આ બાબતે અનેક રજૂઆતોના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી.

228 બોગસ તબીબોની ધરપકડ મળેલી ફરિયાદોને આધારે રાજ્ય ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડાને આવા બોગસ તબીબો કે જેઓ લોકોના સ્વાસ્થ્યના નામે ચેડાં કરે છે તેમને ઝડપી પાડવા માટે એપ્રિલ 2021માં આદેશ કર્યાં. આદેશના પગલે ઠેરઠેરથી બોગસ તબીબો ઝડપાવવાની ભરમાળ શરૂ થઈ. રાજ્યમાં અત્યાર સુધી કુલ 218 બોગસ તબીબો સામે કેસ કરવામાં આવ્યા છે જેમાં કુલ 228 બોગસ તબીબોની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ દાખલ કરવામાં આવેલા 218 ગુના પૈકી 15 ગુનામાં ચાર્જશીટ કરવામાં આવી છે જ્યારે 203 ગુનામાં હજુ પણ ચાર્જશીટ કરવાની બાકી છે.

રાજ્યમાં હજુ પણ આવા બોગસ તબીબોને શોધવા માટે ઝુંબેશ યથાવત જ છે જેથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાના આ ગોરખધંધાનો પર્દાફાશ કરી શકાય અને લોકોને યોગ્ય આરોગ્ય સુવિધા પૂરી પાડી શકાય પરંતુ સવાલ એ છે કે આવી બોગસ હોસ્પિટલ તથા ક્લિનીક ખોલવા માટે મંજૂરી આપનારા તંત્ર અને અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થશે તે સવાલ છે.

આ પણ વાંચો : GANDHINAGAR : મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ 31 જુલાઈએ પૂર્ણ થશે, પંકજ કુમાર અથવા રાજીવ ગુપ્તા બની શકે છે નવા મુખ્યસચિવ 

g clip-path="url(#clip0_868_265)">