GANDHINAGAR : મુખ્યસચિવ અનીલ મુકીમનો કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ થશે, પંકજ કુમાર અથવા રાજીવ ગુપ્તા બની શકે છે નવા મુખ્યસચિવ

ગુજરાતના મુખ્યસચિવ અનીલ મુકીમ (Gujarat Chief Secretary Anil Mukim) ને રાજ્ય સરકાર બે વાર એક્સ્ટેન્શન આપી ચુકી છે. હવે 31 ઓગસ્ટે તેમના બીજા 6 મહીનાના એક્સ્ટેન્શનનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 5:02 PM

GANDHINAGAR : રાજ્યના મુખ્યસચિવ અનીલ મુકીમ (Gujarat Chief Secretary Anil Mukim) નો કાર્યકાળ 31 ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે. અનીલ મુકીમ રીટાયર્ડ થયા બાદ ગુજરાત સરકારે તેમણે બે વાર એક્સ્ટેન્શન આપ્યું છે. બીજું એક્સ્ટેન્શન ગત વર્ષે 28 ફેબ્રુઆરીએ પૂર્ણ થતા પ્રથમ એક્સ્ટેન્શન બાદ અપાયું હતું. હવે તેમનો બીજા એક્સ્ટેન્શન અંતર્ગત કાર્યકાળ 31 ઓગસ્ટે પૂરો થઇ રહ્યો છે. અનીલ મુકીમ રીટાયર્ડ થતા હવે નવા મુખ્યસચિવની નિયુક્તિ થવાની શક્યતાઓ વધી ગઈ છે. નવા મુખ્યસચિવ બનવાની સંભાવનાઓમાં પંકજ કુમાર (Pankaj Kumar) અને રાજીવ ગુપ્તા (Rajiv Gupta) ના નામની ચર્ચાઓ થઇ રહી છે. ગુજરાત ને 1 સપ્ટેમ્બરે નવા મુખ્યસચિવ મળશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">