સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનગારોની ઓળખ પરેડ યોજાઇ, આરોપીઓને પોલીસ કમિશનરે આપ્યા કેટલાક સૂચનો

આ તમામ 280 આરોપીઓની વિગતવાર પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવેલ જેમાં " આ તમામ આરોપીઓની હાલની પ્રવૃત્તિ, લેટેસ્ટ મોબાઇલ નંબરો, લેટેસ્ટ ફોટોગ્રાફ્સ, ગુના વખતે વાપરેલ બાઇક, હાલમાં કયુ વાહન બાઇક વાપરે છે

સુરત પોલીસ કમિશનર દ્વારા ગુનગારોની ઓળખ પરેડ યોજાઇ, આરોપીઓને પોલીસ કમિશનરે આપ્યા કેટલાક સૂચનો
Identification parade of criminals was held by Surat Police Commissioner
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 16, 2022 | 8:53 PM

સુરત (surat) પોલીસ કમિશનર (Commissioner of Police)એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે. સુરત શહેરમાં લોકોની સુખાકારી અને શાંતિ જળવાઈ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર એક્શન મૂડમાં જોવા મળી રહ્યાં છે. ગુજરાતમાં પહેલી વાર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા નવી રીત અપનાવામાં આવી છે. જેમાં ગુનેગારોને શોધવા અને ઓળખવા નવી રીત અપનાવી છે. સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાં અગાઉ અને હાલમાં ચેન સેન્ચરોના ગુનામાં સડવાયેલા ઇસમોને એક જ ગ્રાઉન્ડમાં એક જ જગ્યા પર ભેગા કરી ઓળખ પરેડ કરવામાં આવી.

જ્યાં સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને બ્રાન્ચમાં પકડાયેલ કે અગાઉ પકડાયેલા કે આવી પ્રવુતિ સાથે સંકળાયેલા 280 વ્યક્તિઓને એકી સાથે ભેગા કરી અનેક સૂચનાઓ પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી, સાથે આ ગુનેગારનો રસ્તો છોડવા માટે પણ સૂચન કરવામાં આવ્યું, સાથે શહેરની ડીસીબી, પીસીબી અને એસઓજીના માણસો ઝોન વાઇઝ ડી-સ્ટાફના માણસો સાથે ઓળખ કરવામાં આવી હતી. કોઈ લૂંટ કે સ્નેચિંગની ઘટના બને તો કેવા ઇસમોને પોલીસે અટકવવા અને પકડવા માટે સૂચના આપવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મીઓ આ ઇસમોને ચહેરા ઓળખે તે માટે ઓળખ પરેડ રાખવામાં આવી હતી. પોલિસ કમિશનર દ્વારા આ 280 જેટલા ઇસમોને સૂચનો પણ કર્યા હતા.

માહિતી મેળવી વિગતવાર પ્રોફાઇલ બનાવવામાં આવેલી

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ તમામ 280 આરોપીઓની વિગતવાર પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવેલ જેમાં ” આ તમામ આરોપીઓની હાલની પ્રવૃત્તિ, લેટેસ્ટ મોબાઇલ નંબરો, લેટેસ્ટ ફોટોગ્રાફ્સ, ગુના વખતે વાપરેલ બાઇક, હાલમાં કયુ વાહન બાઇક વાપરે છે ગુના કરતી વખતે સાથે આવેલ અન્ય સહ-આરોપીની વિગત, મુદ્દામાલ મોબાઇલ ચેઇન સ્નેચીંગનું શુ કરેલ હતું. આ મુદ્દામાલનો કેવી રીતે નિકાલ કરેલ હતો “ વિગેરે માહિતી મેળવી વિગતવાર પ્રોફાઇલ બનાવવામાં આવેલી. આ આરોપીઓને વાહન ચેકીંગ દરમ્યાન અન્ય પોલીસ પણ સહેલાઇથી ઓળખી શકે અને તેઓને રોકી હાજરી સંબંધે વિગતવાર પુછપરછ કરી શકે તથા એમ.સી.આર. ચેકીંગ દરમ્યાન પણ આજરોજ બનાવેલ આરોપીઓની પ્રોફાઇલ ઉપયોગી નિવડી શકે તે હેતુથી આ પ્રકારના ગુનાઓ અટકાવવા આ કાર્યવાહી કરવામાં આવેલ હતી.

આ પણ વાંચો : જામનગરઃ જીલ્લામાં રોડના કામનું આયોજન પણ અમલી નહીં, સ્ટાફની અછત સહીત પ્રશ્નોના કારણે મંજુર થયેલા અનેક કામો બાકી

આ પણ વાંચો : EXCLUSIVE: રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે મુંબઈ સ્થિત U.S કોન્સુલ જનરલ ડેવિડ જે રેન્ઝ સાથે TV9ની ખાસ વાતચીત

g clip-path="url(#clip0_868_265)">