Maharashtra: HIV પોઝિટિવ સાવકા પિતાએ પુત્રી પર આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ
પીડિતાના આરોપી પિતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય POCSO એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે યુવતીના મેડિકલ રિપોર્ટની તપાસ કરી રહી છે.
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં (Maharashtra) પોઝિટિવ (HIV Positive)વ્યક્તિની પોતાની જ સગીર બાળકી પર દુષકર્મ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આરોપીએ તેની સાવકી દીકરી પર દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો છે. માતા ઘરે હાજર ન હોય તેવા સમયે પિતાએ સાવકી પુત્રી પર દુષ્કર્મ કર્યું હતું. આ ઘટના મુંબઈની છે. મુંબઈ પોલીસે (Mumbai Police) ગુરુવારે જણાવ્યું હતું કે, તેણે તેની સાવકી પુત્રી પર દુષ્કર્મ કરવાના આરોપમાં 45 વર્ષીય આરોપીની ધરપકડ (Arrested) કરી છે. પોલીસે જણાવ્યું કે, આરોપી અને તેની પત્ની બંને HIV પોઝિટિવ છે. પોલીસના જણાવ્યા અનુસાર બાળકીની માતા ગયા અઠવાડિયે ઘરની બહાર ગઈ હતી પછી તેણે દુષ્કર્મનો ગુનો કર્યો અને પીડિતાને મોઢુ ન ખોલવાની ધમકી આપી.
બાળકીના મેડિકલ રિપોર્ટની થઈ રહી છે તપાસ
પીડિતાએ આ ઘટનાની જાણ પાડોશી મહિલાને કરી હતી. પાડોશી મહિલા સગીરને લઈને પોલીસ સ્ટેશન પહોંચી. જે બાદ આ મામલે કેસ નોંધવામાં આવ્યો હતો. પીડિતાના આરોપી પિતા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 376 અને 506(2) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ સિવાય POCSO એક્ટ હેઠળ પણ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ હવે બાળકીના મેડિકલ રિપોર્ટની તપાસ કરી રહી છે. જેથી તે પણ હવે HIV પોઝિટિવ છે કે કેમ તે જાણી શકાય.
મહારાષ્ટ્રમાં કોરોનાના 6248 નવા કેસ સામે આવ્યા છે
ગુરુવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 6,248 નવા કેસ નોંધાયા હતા. જે એક દિવસ પહેલા કરતા 894 ઓછા છે. આ પછી રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 78,29,633 થઈ ગઈ છે. આરોગ્ય વિભાગે આ માહિતી આપી છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે, રાજ્યમાં વાયરસના કારણે વધુ 45 લોકોના મોત થયા છે, જે પછી મૃત્યુઆંક વધીને 1,43,292 થઈ ગયો છે. બુધવારે રાજ્યમાં 92 લોકોના મોત થયા હતા. વિભાગે કહ્યું કે રાજ્યમાં 18,492 લોકો સાજા થયા છે, ત્યારબાદ ચેપ મુક્ત લોકોની કુલ સંખ્યા 76,12,233 થઈ ગઈ છે. આ હિસાબે રાજ્યમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 70,150 છે. વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિનમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં ઓમિક્રોનના કુલ 121 કેસ નોંધાયા છે.