Dahod : દસ લાખની સોપારી લઈને કરાઈ હત્યા, CCTVના આધારે હત્યાનો ઉકેલાયો ભેદ
દાહોદના (Dahod) વલ્લભ ચોકમાં થયેલી હત્યા કોન્ટ્રાક્ટ કીલીંગ (Contract killing) હોવાનું બહાર આવ્યું છે. દાહોદ ખાતે બનેલા ચકચારી હત્યાના બનાવમાં જમીન સંબંધી તકરારો અને અદાવતમાં 10 લાખની સોપારી આપી યુનુસનું કાસળ કાઢવાની યોજના ઘઢાઈ હતી.
દાહોદમાં (Dahod) એમ.જી. રોડ કુકડા ચોકમાં બે દિવસ અગાઉ થયેલી હત્યાને (Murder)લઈ સૌથી મોટો ખુલાસો થયો છે. યુનુસ હમિદ નામના શખ્સની જમીન બાબતે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપીએ 10 લાખની સોપારી લઇ યુનુસ હમિદ નામના શખ્સની હત્યા કરી હતી. પોલીસે હાલ હત્યારાની ધરપકડ કરી છે. પોલીસે CCTVના આધારે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. યુવકને મોતને ઘાટ ઉતારવા માટે સોંપારી અપાઈ હોવાની પોલીસ (Dahod Police) સમક્ષ આરોપીએ કબુલાત કરી છે. હાલ મુખ્ય આરોપી પોલીસે પકડમાં છે. ત્યારે આ ગુનામાં કુલ ચાર લોકોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે અને અન્ય આરોપીઓને પકડી પાડવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
દાહોદના વલ્લભ ચોકમાં થયેલી હત્યા કોન્ટ્રાક્ટ કીલીગ હોવાનું બહાર આવ્યું છે. દાહોદ ખાતે બનેલા ચકચારી હત્યાના બનાવમાં જમીન સંબંધી તકરારો અને અદાવતમાં 10 લાખની સોપારી આપી યુનુસનું કાસળ કાઢવાની યોજના ઘઢાઈ હતી. જેમાં મુખ્ય આરોપી મોઈને તેના મિત્ર મહોમંદ ઉર્ફે ઝુઝર ઈસ્માઈલ લોખંડવાલાએ યુનુસ અકબર કતવારાવાલાને પતાવી દેવાની વાત કરી કોઈ માણસ શોધી આપવાની વાત કરી હતી. આ કામ થાય તો રૂ. 10 લાખ આપવાની પણ ઔપચારિક વાત થઈ હતી.
10 વર્ષથી જમીન સંબંધ તકરાર હતી
આ સમગ્ર હત્યાકાંડમાં સોપારી આપનાર જુજર લોખંડવાલા તેમજ મૃતક યુનુસ વચ્ચે 2012થી એટલે કે, છેલ્લા 10 વર્ષથી જમીન સંબંધી તકરારો તેમજ વિવાદો ચાલી રહ્યાં હતાં જે અંતર્ગત કેટલાય કેસો પોલીસ મથકે નોંધાયેલા છે. ત્યારે હાલમાં જ યુનુસ સામેના કેસમાં ચાર દિવસ અગાઉ એક કેસમાં જજમેન્ટ પણ આવ્યું હતું. જે બાદ કંટાળેલા જુજર લોખંડવાલાએ યુનુસની હત્યા કરી નાખવા માટે મનોમન નક્કી કરી અને સોપારી આપવામાં આવી હોવાનું કહેવાઈ રહ્યું છે.
હત્યાકાંડમાં સામેલ આરોપીઓએ એક અઠવાડિયા સુધી રેકી કરી ઘટનાને અંજામ આપ્યાનો ખુલાસો. મર્ડર કેસમા સામેલ મુખ્ય આરોપી મોઇન અન રેકી કરનાર ઈસમનું ઘટના સ્થળે ઉપસ્થિત હતા. દાહોદ જિલ્લા પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ વિજ્ઞાનનો સમન્વય સાધી બે દિવસમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે.
મુખ્ય આરોપી સકંજામાં
દાહોદ શહેરમાં યુનુસ કતવારા નામના વ્યક્તિની ભર બજારમાં ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આ હત્યા સોપારી આપીને કરવામાં આવી હોવાની આશંકા હતી. જેને લઇને પોલીસે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી. પોલીસને હત્યા કરવા પાછળ જમીન અથવા નાણા લેતીદેતી હોવાની આશંકા હતી. જે પછી પોલીસે તપાસ તેજ કરતા અંતે આરોપી સકંજામાં આવી ગયો હતો.
કેવી રીતી કરી હત્યા ?
મૃતક યુનુસભાઇ અકબરભાઇ હામીદી દાહોદના હમીદી ફળિયામાં રહેતાં હતા અને જમીન અને મકાન દલાલીનો ધંધો કરતાં હતાં. મૃતક યુનુસભાઇ સાંજના 5.30 વાગ્યાના સમયે પોતાની બાઇક લઇને જઇ રહ્યા હતાં. ત્યારે દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં સાંકડા રસ્તે ટ્રાફિક થતાં બાઇક કાઢવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારે અજાણ્યા બાઇક સવારે ચપ્પુ કાઢીને યુનુસભાઇની છાતીના ભાગે ઘા કરી દીધા હતાં. હત્યા બાદ આરોપી બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઘટના બાદ સમગ્ર વિસ્તારના સીસીટીવી ફંફોસી દીધા હતા.
યુનુસભાઇને ચપ્પુના ઘા ઝીંકી હુમલાખોર ફરાર થઇ ગયો હતો. હત્યારાએ એટલી ક્રુરતા પૂર્વક હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો કે ચપ્પુ અડધુ યુનુસભાઇના પેટમાં રહી ગયુ હતુ. જે પછી ઇજાગ્રસ્ત યુનુસભાઇને તાત્કાલિક રિક્ષામાં હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.