પેપરલીક મામલે મોટા સમાચાર, જાણો કોણે અને ક્યાંથી હેડક્લાર્કનું પેપર લીક કર્યું? કેટલા લાખમાં વેચાયું પેપર?
PAPERLEAK CASE : આ સમગ્ર કાંડમાં સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન હતો કે આખરે આ પેપર લીક કેવી રીતે અને ક્યાંથી થયું? પેપેર લીક કરવામાં કોની ભૂમિકા છે? જેનો જવાબ આજે મળી ગયો છે.
GANDHINAGAR : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવેલી હેડક્લાર્કનું પેપર લીક થવાના કેસમાં અત્યાર સુધીમાં 11 લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.પણ આ સમગ્ર કાંડમાં સૌ કોઈના મુખે એક જ પ્રશ્ન હતો કે આખરે આ પેપર લીક કેવી રીતે અને ક્યાંથી થયું? પેપેર લીક કરવામાં કોની ભૂમિકા છે? ગાંધીનગર રેંજ IG અભયસિંહ ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી આ વિગતો રજૂ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે આ પેપર પ્રિન્ટીંગ પ્રેસમાંથી જ લીક કરવામાં આવ્યું છે.
આ સમગ્ર કેસમાં પોલીસ ટીમો દ્વારા ભાગેડુ આરોપી જયેશ પટેલ તથા દેવલ પટેલની પરીક્ષા અગાઉની ગાંધીનગર ખાતેની તથા પરીક્ષા કેન્દ્રો આસપાસની મુવમેન્ટને ટ્રેક કરી તેઓની સાથે પરીક્ષા અગાઉ સંપર્કમાં રહેલા દીપક મહેન્દ્રભાઇ પટેલ રહે.હાથીજણ ,તા.દહેગામ ,ગાંધીનગરની ઓળખ કરવામાં આવેલ.
આ દીપક મહેન્દ્રભાઇ પટેલને એલ.સી.બી. કચેરી ખાતે પુછપરછ કરતા દીપક મહેન્દ્રભાઇ પટેલે આ પ્રશ્નપત્ર નરોડા ખાતે રહેતા મંગેશ શશીકાંત શીરકે પાસેથી મેળવી નવ લાખ રુપિયામાં 9 ડીસેમ્બરના રોજ દેવલ જશવંતભાઇ પટેલ તથા જયેશ ઇશ્વરભાઇ પટેલ રહે : ઉચ્છા , પ્રાંતિજવાળાને આપેલ છે.આ મંગેશ શશીકાંત શીરકે રહે : નવા નરોડા , અમદાવાદ વાળાએ આ પ્રશ્નપત્ર પોતાની પત્નિના કૌટુંબિક કાકા કિશોરભાઇ કાનદાસ આચાર્ય રહે : મણીપુર વડ , તા : સાણંદ , અમદાવાદવાળા પાસેથી મેળવેલ છે.
આ કિશોરભાઇ કાનદાસ આચાર્ય જે પ્રિંટીંગ પ્રેસમાં ગૌણ સેવા પસંદગી મંડળે પ્રશ્નપત્ર પ્રિંટીંગ સારુ આપેલ હતા તે પ્રિંટીંગ પ્રેસમાં પ્રિંટીંગ સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. આ ઉપરોક્ત ત્રણેય આરોપીઓ (1) દીપક મહેન્દ્રભાઇ પટેલ રહે : હાથીજણ , તા : દહેગામ , ગાંધીનગર ધંધો : સીંગરવા સરકારી હોસ્પીટલમાં સ્ટાફ બ્રધર (2) મંગેશ શશીકાંત શીરકે રહેઃ નવા નરોડા , અમદાવાદ ધંધો : એચ.સી.જી. હોસ્પીટલ , મીઠાખળી ખાતે નાઇટ મેનેજર તથા (3) કિશોરભાઇ કાનદાસ આચાર્ય રહે : મણીપુર વડ , તા : સાણંદ , અમદાવાદ સ્પ્રિંટીંગ સુપરવાઇઝરવાળાને ગાંધીનગર એલ.સી.બી. ખાતે અટક કરવામાં આવેલ છે.
ઉપરાંત આરોપી મંગેશ શશીકાંત શીરકે પાસેથી 7 લાખ રુપિયા કબજે કરવામાં આવેલ છે . હાલ આગળની તપાસ ચાલુ છે .
આ પણ વાંચો : ગુજકોસ્ટ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના 29માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો શુભારંભ
આ પણ વાંચો : આણંદ જિલ્લાની ધર્મજ પંચાયતમાં બોગસ મતદાનનો સ્થાનિકનો આક્ષેપ