ગુજકોસ્ટ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાના 29માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનો શુભારંભ
આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સામાજિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ માટેનો નવીનતમ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે.
AHMEDABAD : ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા 19થી 21 ડિસેમ્બર 2021 દરમિયાન રાજ્ય કક્ષાના 29માં રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ નો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના શિક્ષણ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના મંત્રી અને મુખ્ય અતિથિ જીતુ વાઘાણી દ્વારા રાજ્ય કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું સાયન્સ સિટી ખાતે ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે વિજય નેહરા, આઇએએસ, સચિવ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ, ગુજરાત સરકાર તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત સાયન્સ સિટી ખાતે શુભુવિજ્ઞાન સહુ બાળકો માટે અજાયબી, ઉતેજના અને આકર્ષણનો સ્ત્રોત છે. રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસ (NCSC) 10 થી 17 વર્ષના બાળકો કે જેઓ સ્થાનિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ માટે અભ્યાસ કરી શકે છે તેમના માટેનો પ્રમુખ કાર્યક્રમ છે.
આ કાર્યક્રમનો ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સામાજિક સમસ્યાઓના વૈજ્ઞાનિક ઉકેલ માટેનો નવીનતમ અને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો છે. આ વર્ષની ફોકલ થીમ સાયન્સ ફોર સસ્ટેનેબલ લિવિંગ છે. આ મુખ્ય થીમ અંતર્ગત 5 પેટા ફોકલ થીમ પણ છે જેના પર વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય કરી શકે છે.
આ વર્ષે મહામારીની પરિસ્થિતી હોવા છતાં, લોક વિજ્ઞાન કેન્દ્રોના સહયોગથી કાઉન્સીલે દરેક જિલ્લાની 300 શાળાઓ સુધી પહોચી છે અને 20,000થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને NCSC 2021 માં ભાગ લેવા માટે સફળતા મેળવી છે.
જીવનમાં સૌથી વધુ જિજ્ઞાસાવૃતિ બાળપણમાં હોય છે. બાળ વૈજ્ઞાનિકો તેમના નવીનતમ વિચારો સાથે કોવિડ- 19ના કપરા સમયમાં સામાજિક પ્રશ્નોના સમાધાન માટે તેમની ચિંતા અને દ્રઢતા રજૂ કરશે. NCSC કાર્યક્રમની થીમ કોવિડ મહામારી ના સમયમાં સામુચિક જીવન માટે યોગ્ય માર્ગો અને માધ્યમો શોધવાનો માર્ગ દર્શાવે છે.
ઓનલાઈન અને ઓફલાઇન બંને રીતે રાજયભરમાંથી વિવિધ શાળાઓના અંદાજે 25,000 જેટલા વિદ્યાર્થીઓને જોડવામાં આવ્યા હતા. જે પૈકી 18000 વિદ્યાર્થીઓએ આ ખાસ કાર્યક્રમ અંતર્ગત તેમના પ્રોજેકટ પોતાના જિલ્લા ખાતે જમાં કરાવ્યા હતા
33 જિલ્લાઓમાંથી કુલ 189 વિદ્યાર્થીઓની તેમના 100 એસકોર્ટ શિક્ષકો અને સંયોજકો સાથે સાયન્સ સિટી ખાતે 19 -21 ડિસેમ્બર 2021 દરમિયાન યોજાયેલ રાજ્ય ક્ક્ષાની બાળ વિજ્ઞાન કોંગ્રેસ ભાગ લેવા માટે પસંદગી કરવામાં આવી છે.
રાજ્ય કક્ષાની બાળ વિજ્ઞાન કોંગ્રેસ ના ઉદઘાટન પ્રસંગે મંત્રી જીતુ વાઘણી એ જણાવ્યુ કે “ આજના સમયમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ્ઞાન મહત્વપૂર્ણ બની ગયું છે. બાળકોમાં સૌથી વધુ જિજ્ઞાસાવૃતિ હોય છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજીના વિવિધ કાર્યક્રમો. પ્રવૃતિઓ, સ્પર્ધાઓ શાળા કોલેજના યુવા વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃતિ ને પ્રોત્સાહિત કરે છે અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે પ્લેટફોર્મ પૂરું પાડી યોગ્ય માર્ગદર્શન આપે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું કે “મને ખુશી છે કે જિલ્લા સ્તરે લગભગ 25000 બાળ વૈજ્ઞાનિકો એ ભાગ લીધો 18000 જેટલા બાળકોએ પોતાના પ્રોજેકટ જિલ્લા કક્ષાના પરિક્ષકો સમક્ષ રજૂ કર્યા.
ગુજકોસ્ટ પાસે જિલ્લા કક્ષાના લોક વિજ્ઞાન કેન્દ્રોનું એક અનન્ય નેટવર્ક છે. જે વિજ્ઞાન અને ટેક્નોલૉજીના કાર્યક્રમો અને પ્રવૃતિઓનો પ્રચાર પ્રસાર છેવાડાના ગામો સુધી કરે છે. જેમાં બાળકો,શિક્ષકો મહિલાઑ , ખેડૂતો વિગેરેને વિજ્ઞાન અને ટેકનોલોજીની અધતન માહિતી પહોચાડે છે.
ઉદઘાટન સમારંભ દરમિયાન, મંત્રીએ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટેમ ક્વિઝ (STEM Quiz)ની પણ રજૂઆત કરી. સાયન્સ, ટેક્નોલૉજી, એન્જીનિયરીંગ અને મેથેમેટીક્સ (STEM)ને સમાવતીખાસ રીતે તૈયાર કરેલ ક્વિઝ છે અને આટલા મોટા પાયા પર દેશની આ પ્રથમ ક્વિઝ હશે.
અંદાજે 5 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આ ક્વિઝ માં ભાગ લેશે અને તેઓને barc અને isro ની મુલાકાત સાથે 1 કરોડ થી વધુના ઇનામો અને પ્રોત્સાહનો જીતશે. તેમજ 2 હજાર વિદ્યાર્થીઓને મફત સાયન્સ સિટીની મુલાકાતનું ઇનામ મળશે. જે ગુજરાત સ્ટેમ ક્વિઝ ની ગ્રાન્ડ ફિનાલે 28 ફેબ્રુઆરી 2022 ના રોજ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસે યોજાશે.
બાળકો અને વિજ્ઞાન અદભૂત અજાયબીઓ સર્જી શકે છે. તે રેટોમાં દાણાને માઈક્રોચિપ્સ માં રૂપાંતર કરી શકે છે જે કોમ્પ્યુટર પાછળ રહેલું આપણું મગજ છે. તેનો ઉપયોગ અવકાશયાન માં થઈ શકે છે. જેમાં તેઓ સોલર સિસ્ટમ થકી હજારો માઈલ દૂરના ગ્રહો જોઈ શકે છે. વિજ્ઞાને કોવિડ 19 જેવી મહામારી સામે લડવા માટે એંટીબાયોટીક્સ અને વેક્સિન બનાવવાનો માર્ગ બતાવ્યો છે.
આ ગુજરાતનાં શહેરી કે ગ્રામીણ વિસ્તાર માં રહેતા હજારો બાળ વૈજ્ઞાનિકોનો અભિગમ છે કે જેઓ ગુજરાત રાજ્ય કક્ષાની બાળ વિજ્ઞાન કોંગ્રેસ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે અને નવું સંશોધન કરી રહ્યા છે.
આ ત્રણ દિવસીય કાર્યક્રમ માં બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રેઝ્ન્ટેશન્સ, પ્રખર વૈજ્ઞાનિકો દ્વારા વિજ્ઞાન સંવાદો, શિક્ષક વર્કશોપ, ઉદઘાટન અને સમાપન કાર્યક્રમ સાથે સાંસ્ક્રુતિક રજૂઆતનો સમાવેશ છે.
આ કાર્યક્રમ દરમિયાન બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરાયેલ પ્રેઝ્નટેશન ના મૂલ્યાંકન માટે રાજયની પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રખર વૈજ્ઞાનિકોની 15 સભ્યોની જૂરીને આમંત્રિત કરવામાં આવી છે.
કાર્યક્રમમાં શિક્ષણ અને સાયન્સ ટેકનોલોજી મંત્રી જીતુ વાઘાણીએ રાજકોટ. ભાવનગર. પાટણ અને ભુજમાં સાયન્સ સાથે મનોરંજન ધરાવતા 4 મ્યુઝિયમ 100 કરોડ ખર્ચે તૈયાર ક્રાઇર રહ્યા છે. જેનું કામ પૂર્ણતાના આરે છે અને ટૂંક સમયમાં તેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી કરશે તેમ જણાવ્યું.
સાથે જ શાળામાં ફેલાઈ રહેલા કોરોનાને લઈને સરકાર ચિંતામાં હોવાનું જણાવી ટૂંક સમયમાં સરકાર નવો પરિપત્ર બહાર પાડશે જેનું તમામે પાલન કરવાનું રહેશે તેમ પણ શિક્ષણ મંત્રીએ જણાવ્યું