આણંદ જિલ્લાની ધર્મજ પંચાયતમાં બોગસ મતદાનનો સ્થાનિકનો આક્ષેપ

આણંદ જિલ્લાની ધર્મજ પંચાયતમાં બોગસ મતદાનનો સ્થાનિકનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 19, 2021 | 5:53 PM

આણંદ જિલ્લાની ધર્મજ ગ્રામ પંચાયત ઇલેક્શનમાં સ્થાનિક બોગસ મતદાનનો આક્ષેપ કર્યો છે. જો કે આ અરજી સ્થાનિકે ચુંટણી અધિકારીને આપવાનો પ્રયાસ કર્યો હતો.

ગુજરાતમાં(Gujarat)આજે યોજાયેલી ગ્રામ પંચાયતની ચુંટણીમાં(Gram Panchayat Election)આણંદ જિલ્લાની ધર્મજ પંચાયતમાં(Dharmaj Panchayat) બોગસ મતદાન(Bogus Voting)થયો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેમાં ગ્રામ પંચાયત ઇલેક્શનમાં સ્થાનિક બોગસ મતદાનનો આક્ષેપ કર્યો છે. જો કે આ અરજી સ્થાનિકે ચુંટણી અધિકારીને આપવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ચુંટણી અધિકારીએ આ અરજી સ્વીકારનો ઇન્કાર કર્યો હતો. તેમજ આ વિડીયો હાલ સામે આવ્યો છે.

ગુજરાતમાં(Gujarat) ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Gram Panchayat Election) ચાર વાગે સુધીમાં સરેરાશ 45 ટકા જેટલું મતદાન(Voting) નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 44 ટકા, મધ્ય ગુજરાતમાં 42 ટકા, દક્ષિણ ગુજરાત 42 ટકા અને ઉત્તર ગુજરાત 46 ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે જ્યારે ગુજરાતમાં બપોરે ત્રણ વાગે સુધીમાં સરેરાશ 33 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌરાષ્ટ્ર કચ્છ 36 ટકા, મધ્ય ગુજરાતમાં 28 ટકા, દક્ષિણ ગુજરાત 31 ટકા અને ઉત્તર ગુજરાત 33 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

જેમાં બપોરે 2 વાગે સુધીમાં સરેરાશ 29 ટકા જેટલું મતદાન નોંધાયું હતું તેમજ લોકોમાં બપોર બાદ મતદાન માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગ્રામ પંચાયતની ચૂંટણીના ચિત્ર પર નજર કરીએ તો, કુલ 23 હજાર 97 મતદાન મથકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાંથી 6 હજાર 656 મતદાન મથકો સંવેદશીલ છે, તો 3 હજાર 74 મતદાન મથકો અતિ સંવેદનશીલ છે. તો કુલ 10 હજાર 812 ગ્રામ પંચાયતમાંથી 1 હજાર 167 ગ્રામ પંચાયતો બીનહરિફ થઈ છે. જ્યારે 9 હજાર 669 સભ્ય બીનહરીફ ચૂંટાયા છે. તો 6 હજાર 446 ગ્રામ પંચાયતો અંશતઃ બિનહરીફ છે. જેમાંથી કુલ 4 હજાર 511 સરપંચ અને 26 હજાર 254 સભ્ય બિનહરીફ થયા છે

આ પણ વાંચો : Ahmedabad: ઓગસ્ટ 2022 સુધીમાં અમદાવાદીઓ કરી શકશે મેટ્રો ફેઝ-1 રુટનો પ્રવાસ, મેટ્રો રેલ વિભાગે નવી ટાઈમલાઈન જાહેર કરી

આ પણ વાંચો : સાણંદના બોળ ગામના બે ઉમેદવારો બન્યા આકર્ષણનું કેન્દ્ર, નામ નહિ નિશાન પર લડવી પડી ચૂંટણી

g clip-path="url(#clip0_868_265)">