Gir Somnath : ડૉ. અતુલ ચગના આપઘાત કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો, FSLની મદદથી પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી
મૃતક તબીબનો મોબાઇલ ફોન પણ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજી સુધી પરિવારજનો દ્વારા વિશેષ કોઈ નિવેદન લખાવવામાં આવ્યું નથી. જોકે પરિવારજનોએ અપીલ કરી હતી કે આ કેસમાં કોઈ રાજકીય દખલગીરી ન થાય અને કેસની સ્પષ્ટ તપાસ થાય.
ગીર સોમનાથના જાણીતા તબીબ ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં હવે FSLની મદદ લેવામાં આવશે. આ કેસની ઝડપી તપાસ ચાલી રહી છે ત્યારે ડોક્ટરે લખેલી સૂસાઇડ નોટ હેન્ડ ટાઇટિંગ એક્સપર્ટને પણ મોકલવામાં આવી છે. મૃતક તબીબનો મોબાઇલ ફોન પણ FSLમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં હજી સુધી પરિવારજનો દ્વારા વિશેષ કોઈ નિવેદન લખાવવામાં આવ્યું નથી. જોકે પરિવારજનોએ અપીલ કરી હતી કે આ કેસમાં કોઈ રાજકીય દખલગીરી ન થાય અને કેસની સ્પષ્ટ તપાસ થાય.
આર્થિક વ્યવહારોની પોલીસ તપાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં મોટી રકમનો ચેક રિટર્ન થયો હોવાની વિગતો સામે આવી છે. આ વિગતો સામે આવતા જ હવે પરિવારજનો નાણાકીય વ્યવહારો અંગેના પુરાવા એકત્ર કરવાના કામે લાગ્યા છે. જેના આધારે આગામી દિવસોમાં કાયદાકીય પગલા ભરાય તેવી શક્યતા છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પરિવારજનોએ રાજકીય પીઠબળ ધરાવતા લોકો સામે કાર્યવાહીની માગ કરી હતી. તો સૂસાઇડ નોટમાં પણ રાજેશ અને નારણ ચુડાસમા નામો સામે આવી ચૂક્યા છે. ત્યારે આ બંને વ્યક્તિઓ સાથે મોટા આર્થિક વ્યવહારોનો ખુલાસો થાય તેવી પ્રબળ શક્યતા છે.
આપઘાત કેસમાં પોલીસે FSLની મદદ લીધી
તો તબીબ આપઘાત કેસમાં પોલીસે FSLની મદદ લીધી છે પોલીસે તબીબના હેન્ડ રાઇટીંગ કબ્જે કર્યા છે. તબીબના હેન્ડ રાઇટીંગ અને સુસાઇડ નોટને એક્સપર્ટને મોકલવામાં આવ્યા છે. સાથે જ તબીબનો મોબાઇલ પણ FSLમાં મોકલવામાં આવ્યો છે. આમ હવે પોલીસ વૈજ્ઞાનિક ઢબે સમગ્ર કેસની તપાસ આગળ વધારી રહી છે. મહત્વપૂર્ણ છે કે અત્યાર સુધી આપઘાત કેસમાં પરીજનોનું નિવેદન નથી લેવાયું, ત્યારે પોલીસ તપાસમાં વધુ શું નવા ખુલાસા થાય તે જોવું મહત્વનું સાબિત થશે
FSLમાં ડોક્ટરના ફોનની પણ તપાસ થશે તેના દ્વારા સ્પષ્ટ થશે કે તેઓ કોની કોની સાથે સંપર્કમાં છે.
ગુજરાતના ગીર સોમનાથના વેરાવળમાં ડો. અતુલ ચગના આપધાત કેસને લઇને રઘુવંશી સેના મેદાનમાં આવી છે. જેમાં રઘુવંશી સેનાએ તટસ્થ તપાસની માગ કરી છે. જેમાં રઘુવંશી સેના સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખે ગિરીશ કોટેચાએ આ કેસમાં તટસ્થ તપાસ કરવા માંગણી કરી છે. તેમણે કહ્યું કે તબીબના આપઘાતની ઘટના દુઃખદ છે. તેમના પરિવાર સાથે મારી સંવેદના છે.
જાણો શું છે સમગ્ર ઘટના
ગીરના ગરીબોના મસીહા ગણાતા ડોક્ટર અતુલ ચગના આપઘાત કેસમાં રહસ્ય ઘેરાઇ રહ્યું છે. ગીર સોમનાથના વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગે આપઘાત કરતા ખળભળાટ મચી ગયો હતો. તબીબે લખેલી સુસાઇડ નોટે કંઇક અલગ જ ઇશારો કરી રહી છે. સૌથી મોટો સવાલ એ સર્જાય કે કોણ છે નારણ અને રાજેશ ચુડાસમા. સુસાઇડ નોટમાં તબીબે લખેલા નામોની તટસ્થ તપાસની માગ પરિજનોએ કરી છે. તો લોહાણા સમાજ અને સાથી તબીબોએ પણ રાજકીય દબાણ હેઠળ આવ્યા વિના પોલીસ તપાસનો મુદ્દો ઉઠાવ્યો હતો.