AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગર : હથિયાર હેરાફેરીના કેસમાં એક આરોપી ઝબ્બે, 3 આરોપી હજુ વોન્ટેડ

મિત્ર અત્તરસિંહ ગુર્જર પાસેથી બે પીસ્તોલ, બે મેગજીન તથા 50 નંગ કારતુસ ભરેલો થેલો ગુજરાત ખાતે સુરતમાં રહેતા તેના મીત્ર પવનસિંહ પરાસરને આપવા જણાવેલ અને તેના બદલામાં 5000 રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી તે મુજબ રામકિશન આ હથિયાર ભરેલો થેલો લઇ જયપુરથી રવાના થયો હતો.

ગાંધીનગર : હથિયાર હેરાફેરીના કેસમાં એક આરોપી ઝબ્બે, 3 આરોપી હજુ વોન્ટેડ
Gandhinagar: One accused in arms smuggling case jabbe, 3 accused still wanted
Harin Matravadia
| Edited By: | Updated on: Mar 27, 2022 | 7:11 PM
Share

Gandhinagar: આજથી થોડા દિવસ પહેલા ગાંધીનગર એલસીબી પોલીસને (LCB Police)લકઝરી બસમાંથી હથિયાર ભરેલી બેગ મળી આવી હતી. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે હથિયારની (Weapon Rigging)બેગ કોની છે સહિતના મુદ્દાઓ પર તપાસ શરૂ કરી હતી. જેમાં થેલો મુકી ભાગી જનાર આરોપીને (Accused) નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જતા એક ગાર્ડન નર્સરી પાસેથી પોલીસે ઝડપી પાડી તેના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી છે. ચિલોડા પોલીસે હથિયારનો થેલો લકઝરી બસમાં બીનવારસી મુકીને ભાગી જનાર વ્યક્તિ બાબતે જરૂરી માહીતી મેળવી તેને તાત્કાલીક શોધવા અલગ અલગ ટીમો કામે લાગી હતી.

આરોપીને પકડવા ટેકનીકલ સર્વેલન્સની લેવામાં આવી હતી. જે દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે વીસેક દીવસ પહેલા ચંદ્રાલા આગમન હોટલ નજીક રોડ ઉપર એક લકઝરી બસમા હથિયાર ભરેલો બીનવારસી થેલો મુકીને ભાગી જનાર શખ્સ નાના ચિલોડાથી મોટા ચિલોડા તરફ જતા ને.હા.નં. 8 ઉપર આવેલા આનંદ ગાર્ડન નર્સરી પાસે રોડ પર ઉભો છે. જેથી આ બાતમી આધારે આરોપી રામકિશન ઉર્ફે બચ્ચ સન ઓફ રામરતન માલી કે જે રાજસ્થાનનો રહેવાસી છે જેને પકડી પાડ્યો છે.

પોલીસે તેની તપાસ કરતા તેની પાસેથી એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસે આરોપીની હથિયાર બાબતે પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આજથી વીસેક દિવસ પહેલા તેને તેના ગામમાં રહેતો તેનો મીત્ર અત્તરસિંહ ઉર્ફે અત્રા સનઓફ ભેસિંહ ગુર્જરને મળ્યો હતો અને તેને એક થેલામાં બે પીસ્તોલ તથા બે મેગજીન તથા 50 નંગ કારતુસ ભરેલો થેલો ગુજરાત ખાતે સુરતમાં રહેતા તેના મીત્ર પવનસિંહ પરાસરને આપવા જણાવ્યું હતું અને તેના બદલામાં 5000 રૂપિયા આપવાની વાત કરી હતી. જેથી તે મુજબ રામકિશન આ હથિયાર ભરેલો થેલો લઇ જયપુરથી રવાના થયો હતો. અને સુરત લકઝરી બસમાં બેસે તે દરમ્યાન બસ ચંદ્રાલા આગમન હોટલ નજીક બસ ઉભી રહી હતી. અને બધા પેસેન્જરો સાથે તે પેશાબ પાણી કરવા હોટલ ઉપર ઉતરેલ તે દરમ્યાન લક્ઝરી બસ પાસે પોલીસ આવી હતી. અને બસમાં સામાન ચેક કરતી હતી. તે વખતે તેનો હથિયાર ભરેલો થેલો પોલીસના હાથમાં આવી જતા પોલીસ પકડી પાડશે. તે બીકના કારણે બીજી બસમાં બેસી પોતાના વતનમાં આવી ગયો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું હતું.

આ હથિયાર કયા કારણસર આગળ પહોંચાડવાના હતા. તે બાબતે પુછતા વોન્ટેડ આરોપી પવનસિંહનો મિત્ર અજય સિદે જે પુનામાં રહે છે. અને તેને પુનાની નવનાથ લૂદ્ધ ગેંગ સાથે દુશ્મનાવટ હતી. એક દિવસ અજય સિંધે તથા તેની પત્નિ ગાડીમાં જતા હતા. તે વખતે નવનાથ લૂંઢા ગેંગ તરફથી પુના ખાતે ફાયરીંગ કરવામાં આવ્યું. જેમાં અજય સિંધ બચી ગયેલ અને તેના પત્ની મેઘના ધંધૂકે ને ગોળી વાગી હતી. જેનો બદલો લેવા સારૂ આ અજય સિંધએ પવનસિંહ પાસે હથિયારોની માંગણી કરી હતી. જેથી પવનસિક આ હથિયારો મોકલી આપવા અત્તરાસિને વાત કરી રામકિશન માલી મારફતે તેને પહોંચાડવાની હકકીત જણાઇ આવી છે.

વોન્ટેડ આરોપી

1 – અત્તરસિંહ ઉર્ફે અત્રા ભેરૂસિંહ ગુર્જર રહે, રાજસ્થાન, 2 – પવનસિંહ પરાસર રહે. સુરત, 3-અજય સિંધ રહે, પુના

આ પણ વાંચોઃ Gujarat: શહેરમાં ભાજપ મજબૂત છે તો ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસ વધુ સારી, 2022ની વિધાનસભા ચૂંટણીમાં બંને પક્ષો વચ્ચે વર્ચસ્વની લડાઈ

આ પણ વાંચોઃ દેવભૂમિ દ્વારકા : શીવરાજપુર બીચ ખાતે 125 કલાકારો દ્વારા ભવ્ય “સાંસ્કૃતિક અમૃત યાત્રા” કાર્યક્રમ, જાણીતા કલાકારો દેશભક્તિના સુર રેલાવશે

Follow Us
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
g clip-path="url(#clip0_868_265)">