ભાગેડું મેહુલ ચોક્સીને ડોમિનિકામાં મળી મોટી રાહત, જાણો શું છે સમગ્ર કેસ ?

ભાગેડું મેહુલ ચોક્સીને ડોમિનિકામાં મળી મોટી રાહત, જાણો શું છે સમગ્ર કેસ ?
મેહુલ ચોકસી (ફાઇલ ફોટો)

13 હજાર 500 કરોડના PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકામાં રાહત મળી છે. અહીંના સ્થાનિક પ્રશાસને મેહુલ ચોક્સી સામેનો કેસ પાછો ખેંચી લીધો છે.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

May 21, 2022 | 1:18 PM

ભાગેડુ મેહુલ ચોકસીને (Mehul Choksi) શનિવારે ડોમિનિકામાંથી(Dominica) રાહત મળી છે. જ્યાં પોલીસ દ્વારા તેના પર ગેરકાયદેસર પ્રવેશનો આરોપ મૂકાયો હતો. ડોમિનિકામાં મેહુલ ચોકસી સામે ગેરકાયદેસર પ્રવેશના (Illegal entry)કેસમાં કાનૂની કાર્યવાહી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. મેહલુ ચોક્સી એ વાતથી ખુશ છે કે ડોમિનિકન સરકારે મે 2021માં ગેરકાયદે પ્રવેશ માટે તેની સામેના તમામ આરોપો રદ કર્યા છે.

13 હજાર 500 કરોડના PNB કૌભાંડના(SCAM) આરોપી મેહુલ ચોકસીને ડોમિનિકામાં રાહત મળી છે. અહીંના સ્થાનિક પ્રશાસને મેહુલ ચોક્સી સામેનો કેસ પાછો ખેંચી લીધો છે. આ મામલો રાષ્ટ્ર દ્વિપમાં (island ) તેના ગેરકાયદેસર પ્રવેશને (Illegal entry) લગતો હતો, જેનો મેહુલ ચોક્સીએ વિરોધ કરતા કહ્યું હતું કે તેનું એન્ટિગુઆ અને બાર્બુડામાંથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને ડોમિનિકામાં લઈ જવામાં આવ્યો હતો.

મે 2021માં મેહુલ ચોક્સી ડોમિનિકામાંથી ઝડપાયો હતો. આ પછી ચોકસીના પ્રત્યાર્પણને લઈને એવી ચર્ચા હતી કે ચોક્સીને ત્યાંથી સીધો ભારત લાવી શકાશે, પરંતુ એવું થયું નહીં. ડોમિનિકાની સરકારે કહ્યું હતું કે મેહુલ ચોકસીને એન્ટિગુઆને સોંપવામાં આવશે. ચોક્સી પાસે એન્ટિગુઆની નાગરિકતા છે.

ડોમિનિકાના એક અધિકારીઓએ જણાવ્યું કે, ગેરકાયદેસર પ્રવેશ માટે ચોક્સી સામે ચાલી રહેલી કાર્યવાહી હવે બંધ કરાઇ છે. 13,500 કરોડના પંજાબ નેશનલ બેંક (PNB) ફ્રોડ કેસમાં CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચોક્સીને આરોપી જાહેર કરાયો છે. ચોક્સી 23 મેના રોજ એન્ટિગુઆથી ગુમ થયો હતો. જે પાછળથી ડોમિનિકામાં જોવા મળ્યો હતો.

ડોમિનિકા હાઈકોર્ટ દ્વારા મેડીકલ આધાર પર જામીન મળ્યા બાદ ચોક્સી ગયા વર્ષે જુલાઈમાં ફરીથી એન્ટિગુઆ ગયો હતો. ચોક્સીએ ગેરકાયદેસર પ્રવેશના દાવા સામે તેનો કેસ લડ્યો હતો, જેમાં આરોપ લગાવ્યો કે તેનું પોલીસકર્મીઓ દ્વારા 23 મેના રોજ એન્ટીગુઆના જોલી હાર્બરમાંથી અપહરણ કરાયું હતું અને તેને બોટ દ્વારા ડોમિનિકા લઇ જવામાં આવ્યો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati