Freedom 251 સ્માર્ટફોનના ફાઉન્ડર મોહિત પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ, નોઈડા પોલીસે કરી ધરપકડ

Freedom 251 સ્માર્ટફોનના ફાઉન્ડર મોહિત પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ, નોઈડા પોલીસે કરી ધરપકડ

ફ્રીડમ 251 સ્માર્ટફોનનો ફાઉન્ડર મોહિત ગોયલ (Mohit Goel) એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. આ વખતે એની ડ્રાય ફ્રૂટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે.

Gautam Prajapati

| Edited By: Kunjan Shukal

Jan 13, 2021 | 6:56 PM

ફ્રીડમ 251 સ્માર્ટફોનનો ફાઉન્ડર મોહિત ગોયલ (Mohit Goel) એકવાર ફરીથી ચર્ચામાં આવી ગયો છે. આ વખતે એની ડ્રાય ફ્રૂટના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મોહિત પર દેશના વિવિધ વિસ્તારમાં ડ્રાય ફ્રૂટના વ્યવસાયના નામે 200 કરોડની છેતરપિંડીનો આરોપ છે. આ બાબતને લઈને નોઈડા પોલીસે તેની ધરપકડ કરી છે.

ડ્રાઈફ્રૂટ ફ્રોડ કેસમાં મોહિત ગોયલની ધરપકડ

નોઈડા પોલીસના જણાવ્યા અનુસાર મોહિત ગોયલ તેના પાંચ સાથીઓ સાથે દુબઈ ડ્રાય ફ્રૂટ્સ એન્ડ સ્પાઈસીસ હબ નામની કંપની હેઠળ નોઈડામાં ડ્રાય ફ્રુટનો વ્યાપાર કરતો હતો. જેમાં ડ્રાય ફ્રૂટના વ્યવસાયના નામે ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોના વેપારીઓ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.

Freedom 251 smartphone founder Mohit arrested

ડ્રાય ફ્રુટના નામે કરી છેતરપિંડી

દેશભરના વેપારીઓ સાથે છેતરપિંડી

પોલીસનું કહેવું છે કે મોહિતના નામે છેતરપિંડીની આશરે 40 ફરિયાદો નોંધાઈ છે. પોલીસ રિપોર્ટ અનુસાર વેપારીઓનો વિશ્વાસ જીતવા માટે મોહિતની ગેંગ બજારના ભાવ કરતા વધુ ભાવે ડ્રાય ફ્રૂટ ખરીદતા હતા અને વિશ્વાસ જીતવા માટે તેમને સમયસર પૈસાની ચુકવણી પણ કરતા હતા.

એક વાર વેપારીઓનો વિશ્વાસ મળી જાય પછી આ ગેંગે બલ્કમાં ઓર્ડર આપ્યા. જેની 40% રકમ નેટ બેન્કિંગ દ્વારા એડવાન્સમાં આપવામાં આવતા હતા અને બાકીની રકમની ચૂકવણી ચેકથી કરવાનો વિશ્વાસ આપવામાં આવતો હતો. જ્યારે વ્યાપારી તે ચેક બેંકમાં જમા કરાવતા ત્યારે ચેક બાઉન્સ થઈ ગયા.

ફ્રીડમ 251

2016માં મોહિતની કંપની રિંગગ બેલ્સ દ્વારા 251 રૂપિયામાં ફ્રીડમ 251 સ્માર્ટ ફોનની જાહેરાત કરવામાં આવી હતી. આટલા ઓછા ભાવની આ સ્કીમ સરકારના નજરમાં પણ આવી ગઈ હતી. મોહિત ગોયલે ત્યારે 50 કરોડથી વધુ સ્માર્ટફોનનો ઓર્ડર મળ્યાનો દાવો કરવામાં આવ્યો હતો. પરંતુ આ સ્માર્ટફોન ક્યારેય કોઈની પાસે આવ્યા જ નહીં.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati