AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ટ્રેનમાં મુસાફરો સાથે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ, નવા કાયદાનો ડર બતાવી થતી છેતરપીંડી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદા મુજબ વધુ પૈસા લઈને મુસાફરી નહિ કરવાનો ડર બતાવતી ટોળકીની રેલવે પોલીસે ધરપકડ કરી.

Ahmedabad: ટ્રેનમાં મુસાફરો સાથે ઠગાઈ કરતી ટોળકીનો પર્દાફાશ, નવા કાયદાનો ડર બતાવી થતી છેતરપીંડી
Police Exposed gang of cheating with passengers in the train
Mihir Soni
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:52 PM
Share

Ahmedabad: કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદા મુજબ વધુ પૈસા લઈને મુસાફરી નહિ કરવાનો ડર બતાવતી ટોળકીની રેલવે પોલીસે ધરપકડ કરી. આર્થિક સંકડામણ વધતા BSCના વિધાર્થીએ મિત્ર સાથે મળીને ઠગાઈ શરૂ કરી દીધી.

પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ શખ્સોએ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમો બતાવીને છેતરપીંડી આચરી છે. કાલુપુર રેલવે સ્ટેશનમાં ટ્રેનમાં નવા કાયદાનો ડર બતાવીને છેતરપીંડી કરતા પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલએ મોદી સરકારના નવા કાયદા મુજબ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને પ્રવાસ દરમિયાન 2000 રૂપિયા જ રાખવા પડશે અને બીજા પૈસા જમા કરાવીને રેલવેનું પાસ લેવું પડશે તેવું કહીને મુસાફરો પાસેથી પૈસા પડાવતા હતા. આ મોડસ ઓપરેન્ડીથી સોનુ શર્મા નામના વ્યકિતએ પણ ઠગાઈ કરતા રેલવે પોલીસે ત્રણેયની ધરપકડ કરીને રૂ 13 હજાર અને 4 મોબાઈલ જપ્ત કર્યા છે.

પકડાયેલા આરોપીમા ભેમા કુમાવત અને ઓમાંરામ પટેલ બન્ને મૂળ રાજેસ્થાનના રહેવાસી છે. જેમા ભેમા કુમાવત BSCનો વિદ્યાર્થી છે. જયારે તેનો મિત્ર ઓમારામ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. આર્થિક સંકડામણ વધતા ભેમાએ છેતરપિંડીથી પૈસા પડાવવાનુ પ્લાનીંગ શરૂ કર્યુ અને ટ્રેનમા મુસાફરી કરતા લોકોને નવા કાયદા અને નિયમોના નામે ડરાવતો હતો. તેના પહેરવેશ અને વાત કરવાની છટાથી મુસાફરો વિશ્વાસમાં આવી જતા અને પૈસા આપી દેતા હતા.

જયારે પાસ લેવા મુસાફર પહોચે ત્યારે ખબર પડતી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. આ બન્ને આ પ્રકારે અનેક લોકોને ચુનો લગાવ્યો હોવાની શકયતાને લઈને પોલીસે પુછપરછ શરૂ કરી છે. આ ઉપરાંત સુરતના સોનુ શર્મા નામનો બીજા ઠગ પણ આ મોડસ ઓપરેન્ડીથી લોકોને ચુનો લગાવતો હોવાથી પોલીસે તેની પણ ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.

ટ્રેનમા મુસાફરો સાથે મોદી સરકારના નવા કાયદા અને નિયમોના નામે ઠગાઈ કરતા આ ત્રણેય શખ્સોની રેલવે પોલીસે ધરપકડ કરીને તેમનુ મેડીકલ તપાસ કરીને રિમાન્ડની કાર્યવાહી શરૂ કરી છે. મહત્વનુ છે કે એક જ મોડસ ઓપરેન્ડીથી જુદી-જુદી ટોળકી વચ્ચે કોઈ સંબંધ છે કે નહિ અને અગાઉ કેટલા લોકો સાથે ઠગાઈ કરી છે. તે તમામ મુદ્દે હાલ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો:  માનવતાઃ ચોરની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહેવાની વ્યવસ્થા પોલીસે કરી આપી, જાણો એક વાહન ચોરને જામીન અપાવવા ક્રાઇમ બ્રાન્ચ કેમ દોડતી થઈ

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">