અમદાવાદ : GUJCTOC હેઠળ વિરમગામમાંથી ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ, ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી

અમદાવાદ ગ્રામ્યમાં GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના 9 આરોપીઓમાંથી 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ : GUJCTOC હેઠળ વિરમગામમાંથી ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ, ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી
ફ્રેક્ચર ગેંગના 9 આરોપીઓ માંથી 5 આરોપીઓની ધરપકડ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: May 24, 2021 | 10:21 PM

GUJCTOC : ગુજરાતમાં ગુજસીટોક હેઠળ વધુ એક ગેંગ સામે ફરિયાદ નોંધાઈ છે.અમદાવાદ ગ્રામ્યમાં આવેલ વિરમગામ ટાઉનનાં ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હજુ પણ ચાર આરોપીઓ ફરાર છે. અમદાવાદ ગ્રામ્યમાં ગુજસીટોક હેઠળ પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાંચની ધરપકડ, ચાર આરોપીઓ ફરાર અમદાવાદ ગ્રામ્યમાં GUJCTOC હેઠળ ફ્રેક્ચર ગેંગના 9 આરોપીઓમાંથી 5 આરોપીઓ ઝહીર કુરેશી, અસલમ ખાનજાદા, વસીમ સિપાહી, સરફરાજ સિપાહી, આરીફની ધરપકડ કરી છે. આ આરોપી અમદાવાદ જિલ્લા સહિતના ત્રણ જિલ્લાઓમાં ફ્રેક્ચર ગેંગ તરીકે કુખ્યાત છે.

આ ગેંગમાં કુલ 9 શખ્સો સામેલ છે જેમાં મુખ્ય સફી કુરેશી આરોપી તરીકે પોલીસની તપાસમાં સામે આવ્યો છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી.જેમાં ચાર ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જેમાં મુખ્ય આરોપી સફી કુરેશી, વસીમ બાડો, વસીમ બોળો અને મોહસીન બાટલો ફરાર છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ફ્રેક્ચર ગેંગની 43 ગુનાઓમાં સંડોવણી GUJCTOC હેઠળ ધરપકડ કરાયેલી ફ્રેક્ચર ગેંગની મોડસ ઓપરેન્ડીની વાત કરીએ તો અમદાવાદ જિલ્લા સહિત હિંમતનગર, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને અમદાવાદ શહેરમાં કુલ 43 ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે. જેમાં શરીર સંબંધી,મિલકત સંબંધી,ધાડ, લૂંટ, અપહરણ, હત્યાનો પ્રયાસ,પશુઓની હત્યા, રાયોટિંગ, હથિયારોની હેરાફેરી સ્ત્રીઓ પર અત્યાચાર, સરકારી કર્મચારી પર હુમલા અને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવાના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.

આ ફ્રેક્ચર ગેંગ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી. પોલીસને બાતમી મળતા GUJCTOC હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ધરપકડ કરવાની કાર્યવાહી સહિતની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.

કેવી રીતે પડ્યું ‘ફ્રેક્ચર ગેંગ’ નામ ? આ ગેંગનું નામ ફ્રેક્ચર ગેંગ એટલા માટે પડ્યું કે આ ગેંગ સામેના વ્યક્તિને માર મારી હાથ અને પગમાં ફ્રેક્ચર કરી નાખે છે.અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ આ પ્રક્રિયા હાથ ધરી છે કે દસ વર્ષથી આ ગેંગે ગુના આચરી જે પૈસા બનાવી મિલકત ખરીદી છે તેની ગણતરી કરી ટાંચમાં લેવાશે. આ ગેંગનો સફાયો કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છેલ્લા ત્રણ મહિનાથી એડી ચોટીનું જોર લગાવી રહી હતી અને અંતે ગેંગ GUJCTOC કાયદાના સકંજામાં આવી ચૂકી છે.

આ પણ વાંચો : Toolkit કેસમાં Twitter India ની દિલ્હી અને ગુરૂગ્રામ ઓફિસે દિલ્હી પોલીસના દરોડા

Latest News Updates

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
g clip-path="url(#clip0_868_265)">