પાલતુ શ્વાનને માર મારવા બદલ પિતાએ આપ્યો ઠપકો, ગુસ્સામાં પુત્રએ આ રીતે કરી આત્મહત્યા

પિતાની ઠપકો આપતા નારાજ પુત્રે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવકે આ ઘટનાને દેશી પિસ્તોલ વડે અંજામ આપ્યો હોવાનું કહેવાય છે.

પાલતુ શ્વાનને માર મારવા બદલ પિતાએ આપ્યો ઠપકો, ગુસ્સામાં પુત્રએ આ રીતે કરી આત્મહત્યા
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 11, 2022 | 4:25 PM

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં સોમવારે પિતાની ઠપકો આપતા નારાજ પુત્રે ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવકે આ ઘટનાને દેશી પિસ્તોલ વડે અંજામ આપ્યો હોવાનું કહેવાય છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, પિતા અને માતાએ યુવકને પાલતુ શ્વાનને મારવા બદલ ઠપકો આપ્યો હતો.

આ બાબતે યુવક ગુસ્સામાં રૂમમાં ગયો હતો અને ત્યાંથી ફાયરિંગનો અવાજ આવ્યો હતો. આ દરમિયાન સંબંધીઓએ જઈને જોયું તો તેની લાશ જમીન પર પડી હતી અને માખામાંથી લોહી નીકળી રહ્યું હતું. તે જ સમયે પરિવાર યુવકને હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાની માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી, મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને પિસ્તોલ કબજે કરી. હાલ તો પોલીસે તપાસ શરૂ કરી છે.

વાસ્તવમાં આ મામલો મેરઠના પરતાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંડી ગામનો છે. પોલીસના જણાવ્યા અનુસાર, જહાંનો રહેવાસી વિપિન નેહરા (23) અભ્યાસની સાથે ખેતી પણ કરતો હતો. તે પણ ઘરનો એકમાત્ર પુત્ર હતો. તે જ સમયે, સોમવારે સવારે 9 વાગ્યે યુવક તેના પાલતુ શ્વાનને ફરવા લઈ ગયો હતો. જે બાદ યુવકે તેના જ ઘરમાં કૂતરાને મારવાનું શરૂ કરી દીધું હતું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આના પર પિતાએ તેને રોક્યો અને કહ્યું, ‘કૂતરાને ન માર, જો તુ તેને આ રીતે મારીશ તો તે મરી જશે’ થોડીવારમાં માતા પણ આવી અને તેને ઠપકો આપ્યો. આ બાબતે પિતા બ્રજવીરે પુત્રને ઠપકો આપ્યો અને તેને ઘર છોડી જવા કહ્યું.

પિતાથી ગુસ્સે થયેલા પુત્રએ કરી આત્મહત્યા

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, આનાથી નારાજ થઈને વિપિન તેના રૂમમાં ગયો અને પોતાને લોક કરી લીધો. આના થોડા સમય બાદ વિપિનના રૂમમાંથી ગોળીબારનો અવાજ આવ્યો, જેના કારણે પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી અને તરત જ દરવાજો તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકો પણ પહોંચી ગયા હતા.

જ્યાં કેટલાક લોકો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા ત્યારે વિપિન લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી અને ઘાયલને સુભારતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજ્યું હતું. માહિતી મળતાં જ ફોરેન્સિક ટીમ અને પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ફોરેન્સિક ટીમે લોહીના નમૂના લીધા અને રૂમમાંથી પિસ્તોલ કબજે કરી. જે બાદ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે વિપિન જિદ્દી સ્વભાવનો હતો. સાથે સાથે તેની જીદ સામે તેણે કોઈની વાત ન માની. જ્યાં ગત 5 મહિના પહેલા પણ ગામમાં જ એક યુવક પર ફાયરિંગ થયું હતું. આ પહેલા પણ મોહિઉદ્દીનપુર સુગર મિલ બાબતે ઝઘડો થયો હતો. આના થોડા મહિના પહેલા વિપિનએ પણ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો અને આ કેસમાં પોલીસ પાસે રેકોર્ડ છે.

રાજસ્થાનમાં પણ યુવકે આ કારણે કરી આત્મહત્યા

રાજસ્થાનના પાલીમાં એક 16 વર્ષના કીશોરનો ફોન છીનવી લેતાં દુઃખી થઈને આત્મહત્યા કરી લીધી છે. મામલો મુંદરા ગામનો છે. અહીં ટ્રક ડ્રાઈવર હરિલાલ મેઘવાલના 16 વર્ષના પુત્ર યોગેશે આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ યોગેશને ઈન્સ્ટાગ્રામ રીલ્સ બનાવવાનો શોખ હતો. યોગેશ રીલ બનાવવામાં એટલો મશગૂલ હતો કે ભણવાનું તો દૂર, ખાવા-પીવામાં પણ ધ્યાન નહોતું.

યોગેશની માતાએ તેને આ આદત વિશે ઘણી વખત અટકાવ્યો પરંતુ તેની તેના પર કોઈ અસર થઈ નહીં. અંતે કંટાળીને માતાએ તેનો મોબાઈલ ઝૂંટવી લીધો. પરંતુ તેનાથી તેને એટલું બધું લાગી આવ્યું કે, તે કૂવામાં કૂદી પડ્યો. રવિવારે સાંજે કૂવામાંથી તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: History of BHU: BHUની સ્થાપના મહામના મદનમોહન માલવિયા દ્વારા થઈ, જાણો 105 વર્ષ જૂની યુનિવર્સિટી ઈતિહાસ

આ પણ વાંચો: NEET UG 2021: સુપ્રીમ કોર્ટે NTA દ્વારા OMR શીટ્સ સાથે ચેડા કરવાના દાવાને ફગાવી દીધા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">