એન્જીનિયર છત્રપાલસિંહ સોલંકીએ બંદૂકના સહારે કરી લૂંટ, જાણો કયા પૂસ્તકમાંથી આવ્યો વિચાર

બે દિવસ પૂર્વે અમદાવાદના બાપુનગરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આંગડિયા કર્મી પાસેથી હીરા અને રોકડ સહિતના મત્તાની લૂંટ થઈ હતી. જેના બે આરોપીઓને બે હથિયાર અને મુદ્દામાલ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ પણ વાંચોઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ યુવરાજ માંધાતાસિંહ જાડેજા બનશે રાજા Web Stories View more અક્ષય તૃતીયા પર […]

એન્જીનિયર છત્રપાલસિંહ સોલંકીએ બંદૂકના સહારે કરી લૂંટ, જાણો કયા પૂસ્તકમાંથી આવ્યો વિચાર
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jan 19, 2020 | 6:31 PM

બે દિવસ પૂર્વે અમદાવાદના બાપુનગરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરી આંગડિયા કર્મી પાસેથી હીરા અને રોકડ સહિતના મત્તાની લૂંટ થઈ હતી. જેના બે આરોપીઓને બે હથિયાર અને મુદ્દામાલ સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ યુવરાજ માંધાતાસિંહ જાડેજા બનશે રાજા

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

કચ્છના રહીશ છત્રપાલ સોલંકી અને ભાવનગરના યશપાલસિંહ રાણાની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ઝોન-5ની ટીમે ધરપકડ કરી છે. બાપુનગરમાં ફાયરિંગ સાથે લૂંટના આરોપમાં ધરપકડ કરાઈ છે. સાથે લૂંટના મુદ્દામાલ અને બે પીસ્ટલ પણ કબજે કર્યા છે. પોલીસે આરોપીની ધરપકડ પાલડી નજીકથી કરી છે. બંને આરોપીના લૂંટ દ્વારા અમીર બનવાના ઈરાદા હતા. આ બે પૈકી મુખ્ય સૂત્રધાર છત્રપાલ સિંહ સોલંકી BEનો અભ્યાસ કરી ચૂકેલ છે. તે પોતાના અભ્યાસ પર વિશ્વાસ અને મહેનત સાથે નાણા કમાણી કરી શકે તેમ હતો. પરંતુ તેને ટૂંકા રસ્તે ગુનાહિત રીતે રૂપિયા કમાવવાનું નક્કી કર્યું. સાથે ભાવનગરના યશપાલસિંહ રાણાનો સહારો લઈ બાપુનગરની આંગડિયા પેઢીના કર્મચારીને ડરાવી લૂંટ કરી ફરાર થઈ ગયા.

16મી જાન્યુઆરીએ લૂંટમાં મળેલા હીરાના પેકેટને સુરતના મિત્ર રવિ ડાંગર સુધી પહોંચાડ્યા હતા. જેના આધારે ક્રાઈમ બ્રાંચ આ બંને સુધી પહોંચી ગઈ હતી. છત્રપાલ સોલંકીએ હિન્દી અને અંગ્રેજી ફિલ્મોને જોઈ કે, નવલકથાઓ વાંચીને મોટી લૂંટનું આયોજન કર્યું હતું. અને સાથે મિત્ર યશપાલસિંહ ઉર્ફે મહેન્દ્ર રાણાનો પણ સહારો લીધો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

બાપુનગરની લૂંટમાં ગયેલા મુદ્દામાલને કબજે કરવામાં પોલીસ સફળ રહી છે. સાથે જ યુપીથી લઈ આવેલા સિંગલ એક્શન પીસ્ટલ અને નાઈન mm પીસ્ટલ સાથે 14 કાર્ટુસ પણ કબજે કર્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બાપુનગર લૂંટ સિવાય અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યા છે કે, કેમ…તે અંગે પોલીસ વધુ તપાસ શરૂ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર અજય તોમરે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું કે, હાલ આ બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ સામે નથી આવ્યો. પરંતુ બંને અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે, કેમ તે અંગે તપાસ કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">