SURAT : 6.70 લાખ રૂપિયાની ખરીદી કરી છેતરપીંડી કરવાના કેસમાં એક શખ્સની અટકાયત

FRUAD : દંપતીએ નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી આપતા જગદીશભાઈએ ઉઘરાણી માટે ફોન કરતા શરૂઆતમાં પૈસા ચુકવવામાં વાયદાઓ આપ્યા હતા.

SURAT : 6.70 લાખ રૂપિયાની ખરીદી કરી છેતરપીંડી કરવાના કેસમાં એક શખ્સની અટકાયત
Detention of a person in a case of fraud by purchasing of Rs 6 lacs 70 thousend in Surat
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jan 02, 2022 | 2:03 PM

6.70 લાખના કાપડના માલની ખરીદી કર્યા બાદ પતિ-પત્નીએ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા.

SURAT : સહારા દરવાજા પાસે આવેલ અવધ ટેક્ષટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા પતિ – પત્નીએ રિંગરોડ પર આવેલ અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં હર્ષિતા સિલ્ક મિલ્સના નામે ધંધો કરતા વેપારી પાસેથી અલગ અલગ સમયે રૂપિયા 6.70 લાખનો કાપડનો માલ ખરીદી કર્યો હતો.

આ માલની ખરીદી કર્યા બાદ પતિ-પત્નીએ પૈસા આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા હતા . જેથી આખરે વેપારીએ પૈસાની ઉઘરાણી કરતા તેને એલફેલ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી . જેથી વેપારીએ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ભટાર રોડ ઉમા ભવન પાસે ઉદયદિપ એપાર્ટમેન્ટમાં રહેતા અને રીંગ રોડ અભિષેક ટેક્ષટાઈલ માર્કેટમાં હર્ષિતા સિલ્ક મિલ્સના નામે દુકાન ધરાવતા 39 વર્ષીય જગદીસભાઈ જીવનરામ અગ્રવાલ પાસેથી સહારા દરવાજા અવધ ટેક્ષટાઈલ માર્કેટમાં પ્રોમાર્ટના નામે કાપડનો ધંધો કરતા દિપા રામ રાખ્યાની અને લાલુ રામ રાખ્યાનીએ ગત તારીખ 18 ઓગસ્ટ 2021 તથા 28 સપ્ટેમ્બર 2021ના રોજ અલગ અલગ બીલ ચલણથી કુલ રૂપિયા 6,70,752નો કાપડનો માલ ખરીદ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દંપતીએ નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી આપતા જગદીશભાઈએ ઉઘરાણી માટે ફોન કરતા શરૂઆતમાં પૈસા ચુકવવામાં વાયદાઓ આપ્યા હતા. પરંતુ વાયદાઓ બાદ પણ પૈસા નહીં ચુકવતા વેપારીએ ફરી ફોન કરતા દંપતી ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આરોપીઓએ અન્ય વેપારીઓ સાથે પણ ઠગાઈ કરી હોવાનું જગદીશભાઈએ પોલીસને જણાવ્યું હતું . હાલ તો પોલીસે જગદીશભાઈની ફરિયાદ લઇ દંપતી સામે ગુનો દાખલ કરી લાલુ રામની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : SURAT: લગ્નની લાલચ આપી સગીરાનું અપહરણ કરી બળાત્કાર કરનાર આરોપીને 10 વર્ષની સજા

આ પણ વાંચો : CHHOTA UDEPUR : વડોદરા- અલીરાજપુર હાઈવે પર બસના અકસ્માતમાં 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત, 28 ઘાયલ

આ પણ વાંચો : DAHOD : બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">