DAHOD : બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું

DAHOD CORONA UPDATE : આ બાળક શ્રમિક પરિવારનું છે. મજુરી કામ કરતા તેના માતાપિતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 02, 2022 | 12:07 PM

DAHOD : દાહોદ જિલ્લામાં બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાંના સમાચાર મળી રહ્યાં છે. બે વર્ષના બાળકનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્ર દોડતું થયું છે. મળતી માહિતી પ્રમાણે આ બાળકને ઝાડા-ઉલટી થયા બાદ તેને ઝાયડસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં બાળકનો કોરોના ટેસ્ટ કરવામાં આવતાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. આ બાળક શ્રમિક પરિવારનું છે. મજુરી કામ કરતા તેના માતાપિતાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. દાહોદ જિલ્લામાં ગઇકાલે 1 જાન્યુઆરીએ જીલ્લામાં 6 કોરાના પોઝીટીવ કેસ નોંધાયા હતા. હાલ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 9 થઈ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">