CHHOTA UDEPUR :  વડોદરા- અલીરાજપુર હાઈવે પર બસના અકસ્માતમાં 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત, 28 ઘાયલ

CHHOTA UDEPUR : વડોદરા- અલીરાજપુર હાઈવે પર બસના અકસ્માતમાં 3 મુસાફરોના ઘટનાસ્થળે મોત, 28 ઘાયલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 11:24 AM

BUS ACCIDENT : વહેલી સવારે ધુમ્મસના કારણે ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા પુલની રેલીંગ તોડી બસ નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે.

VADODARA : આજે 2 જાન્યુઆરીએ વહેલી સવારે વડોદરા- અલીરાજપુર હાઈ વે વહેલી સવારે સર્જાયેલા બસ અકસ્માતમાં 3ના મોત થયા છે જ્યારે 28 લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 7 બાળકોનો પણ સમાવેશ થાય છે. વહેલી સવારે ધુમ્મસના કારણે ચાલકે બસ પરથી કાબુ ગુમાવતા પુલની રેલીંગ તોડી બસ નાળામાં ખાબકી હતી. અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે. અકસ્માત સર્જી ડ્રાઈવર નાસી છૂટ્યો હતો જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. જ્યારે કંડક્ટરની અટકાયત કરી છે. અકસ્માતના પગલે જિલ્લા કલેક્ટર અને પોલીસ વડા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. CM તરફથી અકસ્માતમાં મૃતકોના પરિવારને 4-4 લાખની સહાય જાહેર કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર રવિવારે વહેલી સવારે 5:45 કલાકે ભુજ થી છોટાઉદેપુર થઈ મધ્યપ્રદેશના અલીરાજપુર , બડવાની સુધી જતી ખાનગી તન્વી નામની લક્ઝરી બસ GJ-01-CZ-6306 માં 30 જેટલા મુસાફરો સવાર હતા. આ બસ ગુજરાત તરફઆવી રહી હતી ત્યારે બસના ચાલકને ઝોકું આવી જતા છોટાઉદેપુર જિલ્લાને અડીને આવેલા મધ્યપ્રદેશના ચાંદપુર ગામ નજીક સ્ટિયરીંગ પર કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે બ્રિજની રેલીંગ તોડીને બસ લગભગ 15 ફૂટ ઊંડી નદીમાં બસ ખાબકી હતી.

આ ઘટનામાં કૈલાસ નવલસિંગભાઈ મેડાં ભીલ, મીરા ક્લાસ મેડાં ભીલ અબે યુગ સંજય કિરાડે ભિલાલા કારસનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય 28 જેટલા મુસાફરોને સારવાર અર્થે અલીરાજપુર મુકામેં આવેલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : VADODARA : કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્ય તંત્રની પૂર્વ તૈયારીઓની કલેકટરે કરી સમીક્ષા

આ પણ વાંચો : VADODARA : વેક્સિનના બંને ડોઝ લીધા છે કે નહીં તેની સરકારી કચેરીમાં કોઈ તપાસ જ નથી થઇ રહી

Published on: Jan 02, 2022 12:35 PM
g clip-path="url(#clip0_868_265)">