AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Crime: દિલ્હીમાં અપરાધનો ગ્રાફ 16.35 ટકા વધ્યો, મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસમાં 21 ટકાનો વધારો

મહિલાઓની ઉત્પીડનના કેસોમાં 17.51 ​​ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં 2429 કેસ નોંધાયા છે. જ્યારે વર્ષ 2020માં 2067 કેસ નોંધાયા હતા. જ્યારે, છેડતીના કેસમાં 2.43 ટકાનો વધારો થયો છે.

Delhi Crime: દિલ્હીમાં અપરાધનો ગ્રાફ 16.35 ટકા વધ્યો, મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસમાં 21 ટકાનો વધારો
Police Commissioner Rakesh Asthana
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:54 AM

દિલ્હી (Delhi) પોલીસ કમિશનર રાકેશ અસ્થાના (Police Commissioner Rakesh Asthana) એ ગુરુવારે પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલી વાર્ષિક પત્રકાર પરિષદ (Delhi Police Annual Press Conference) વખતે રાજધાનીમાં ગુનાની વિગતો આપી હતી. વર્ષ 2020ની સરખામણીમાં 2021માં દિલ્હીમાં ગુનાખોરીનો ગ્રાફ 16.35 ટકા વધ્યો છે (Delhi Crime). આમાં પણ બળાત્કાર (Rape) ના કેસોમાં 21.69 ટકાનો વધારો થયો છે. અસ્થાનાએ કહ્યું કે દિલ્હી પોલીસે 2030 સુધીનો પોતાનો એક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. આ મુજબ દિલ્હીમાં નિર્ભયા ફંડમાંથી દિલ્હીમાં દસ હજારથી વધુ સીસીટીવી લગાવવામાં આવશે. આ સાથે કાયદો અને ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે અલગ યુનિટની રચના કરવામાં આવશે.

45 ટકા બળાત્કારી પરિવારમાંથી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વર્ષ 2020માં બળાત્કારના 1618 કેસ નોંધાયા હતા. આ સાથે મહિલાઓ વિરુદ્ધ અપરાધના કેસમાં 17.51 ​​ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં 2429 કેસ નોંધાયા છે. જ્યારે વર્ષ 2020માં 2067 કેસ નોંધાયા હતા. તે જ સમયે, છેડતીના કેસમાં 2.43 ટકાનો વધારો થયો છે.

આંકડાઓ અનુસાર, બળાત્કારના 45 ટકા કેસોમાં પીડિતા પર પરિવારના સભ્યો અથવા મિત્રો દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો. તેમાંથી 28 ટકા લોકો તેમના દૂરના પરિચિતો હતા. 13 ટકા સંબંધીઓ હતા. જ્યારે 11 ટકા પડોશીઓ અને એક ટકા સહકર્મીઓ છે.

ભોલેનાથનો સૌથી પ્રિય ભોગ કયો છે? દરેકે જાણવું જરૂરી
13 જુલાઈએ શનિ ગ્રહ દેખાડશે આ રાશિઓ પર તેનો પ્રભાવ
અમેરિકામાં પણ ગોલગપ્પા મળે છે, એક પ્લેટનો ભાવ જાણી ચોંકી જશો..
Jioના આ પ્લાનમાં ફ્રીમાં મળી રહ્યું Amazon Prime ! વેલિડિટી 84 દિવસની
Plant In Pot : શું તમારા તુલસીના છોડમાં પણ જંતુઓ છે ? આ ટીપ્સ અપનાવો
રાત્રે ઘરની બહાર કૂતરાનું રડવું શુભ કે અશુભ? કઈ વાતનો સંકેત આપે છે જાણો

અજાણ્યાઓની સંડોવણીમાં ઘટાડો

બળાત્કારના કેસમાં અજાણ્યા લોકોની સંડોવણી દર વર્ષે ઘટી રહી છે. દિલ્હીમાં મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓમાં અજાણ્યા લોકોની સંડોવણી ઘટી રહી છે. પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આ વર્ષે કુલ કેસોમાંથી માત્ર 1.5 ટકા કેસ એવા છે જેમાં અજાણ્યા વ્યક્તિઓએ મહિલાઓ પર બળાત્કાર કર્યો છે. દિલ્હી પોલીસ દ્વારા વર્ષ 2016 થી આ વર્ષ સુધીના આંકડા રજૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Ahmedabad: આશ્રમ રોડ સિટી કોર્નર હોટલ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, કારનો કાચ તોડી કરાઇ લૂંટ

આ પણ વાંચો: Mehsana : માતાએ જ ત્રણ વર્ષની પુત્રીની હત્યા કરી, માતા અને પ્રેમીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">