Ahmedabad: આશ્રમ રોડ સિટી કોર્નર હોટલ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, કારનો કાચ તોડી કરાઇ લૂંટ

Ahmedabad: આશ્રમ રોડ સિટી કોર્નર હોટલ પાસે આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, કારનો કાચ તોડી કરાઇ લૂંટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 9:02 AM

પોલીસની પ્રાથમિક તપાસમાં આર.કે. એન્ટરપ્રાઇઝ નો કર્મચારી સીજી રોડ બ્રાન્ચથી જોધપુર ચાર રસ્તા બ્રાન્ચ પર રૂપિયા જમા કરાવવા જતો હતો, તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા એક શખ્સે કાર સાથે અકસ્માત સર્જી પૈસાની લૂંટ કરી હોવાનું જાણવા મળ્યુ છે.

અમદાવાદ (Ahmedabad)માં લૂંટની ઘટનાઓ દિવસે દિવસે વધતી જઇ રહી છે. અમદાવાદના આશ્રમ રોડ (Ashram Road) પર વધુ એક લૂંટની ઘટના બની છે. સિટી કોર્નર હોટેલ પાસે એક આંગડિયા પેઢીના કર્મચારી સાથે લાખો રૂપિયાની લૂંટ (Loot) થઇ છે.

અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં આવેલી સિટી કોર્નર હોટલ પાસે લૂંટનો બનાવ સામે આવ્યો છે. સુરતની આર.કે .એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ થઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આર.કે. એન્ટરપ્રાઇઝ નો કર્મચારી સીજી રોડ બ્રાન્ચથી જોધપુર ચાર રસ્તા બ્રાન્ચ પર રૂપિયા જમા કરાવવા જતો હતો, તે સમયે રસ્તામાં બાઇક પર આવેલા એક શખ્સે કાર સાથે અકસ્માત સર્જી પૈસાની લૂંટ કરી હોવાનું જાણવા મળ્યુ છે. બાઇક ચાલકે કાર સાથે અથડાયા બાદ કારના કાચ પર મુક્કા માર્યા હતા. વિન્ડોની અંદરની નેટ તોડી રૃપિયાની બેગની ઉઠાંતરી કરી લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા.

પ્રાથમિક જાણકારી પ્રમાણે 28 લાખ રુપિયાની લૂંટ થઇ હોવાનું સામે આવી રહ્યુ છે. લૂંટની ઘટનાંની જાણ થતા એલિસબ્રિજ પોલીસ, એસીપી, ડીસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. હાલતો પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ આસપાસના સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-

Jamnagar: સૈનિક સ્કૂલ બાલાચડીના 60 માં વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ, કેડેટોને સન્માનિત કરાયા

આ પણ વાંચો-

Gujarat માં વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની તડામાર તૈયારીઓ, શુક્રવારથી દ્વારકામાં ચિંતન શિબિર, રાહુલ ગાંધી હાજર રહે તેવી શક્યતા

g clip-path="url(#clip0_868_265)">