Mehsana : માતાએ જ ત્રણ વર્ષની પુત્રીની હત્યા કરી, માતા અને પ્રેમીની ધરપકડ
મહેસાણામાં બાળકીની માતાને આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જ એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે તેનો પતિ બીજી મહિલા સાથે રહે છે. પ્રેમી સાથે જવું હોઇ આ બાળકી કાંટારૂપ હોવાને કારણે બાળકીની હત્યા કરી દેવાઈ હતી.
મહેસાણામાં(Mehsana)એક જનેતા જ જમ બની છે. પ્રેમમાં આડખીલી રુપ બનતી ત્રણ વર્ષની દીકરીની ખુદ તેની માતાએ પ્રેમી સાથે મળી હત્યા(Murder)કરી દેવાનો બનાવ સામે આવ્યો છે.પોલીસે હત્યારી માતા (Mother) અને પ્રેમીની ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.પતિ થી અલગ રહેતી માતાને અન્ય વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો. અને પ્રેમી સાથે ભાગવામાં દીકરી કાંટા રૂપ બની. ત્યારે જનેતાએ નિદ્રાધીન દીકરીને ગળે ટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી છે.કહેવાય છે કે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય..પણ મહેસાણામાં તો એક જનેતા જ જમ બની છે.અને જનેતાએ જ પોતાની ત્રણ વર્ષની દીકરીની હત્યા કરી દિધી છે.મહેસાણા શહેરના ગાંધીનગર લીંક રોડ પર આવેલા ગોકુલધામ ફ્લેટ સામેની ઝુંપડીમાં માતા સાથે રહેતી 3 વર્ષની બાળકી. સોનાક્ષી મંગળવાર રાત્રે 3 વાગે ગુમ થયા બાદ સવારે બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં લાશ મળી આવી
પોલીસે શંકાના આધારે પૂછપરછ કરતાં બાળકી ની હત્યા નો ભેદ ઉકેલાયો
આ મામલે પોલીસ ને જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે એફ એસ એલ અને ડોગ સ્ક્વોડ ની મદદ લીધી. જેમાં પોલીસ ડોગ મૃતક બાળકીની માતા સામે આવીને ઉભો રહેતાં પોલીસે શંકાના આધારે પૂછપરછ હાથ ધરી અને બાળકી ની હત્યા નો ભેદ ઉકેલાઈ ગયો.પોલીસ ની કડક પૂછપરછમાં બાળકી સોનાક્ષીની હત્યા તેની માતા રાધિકા અરવિંદ સાગરણા એ કરી હોવાનું ખુલતા હત્યારી માતાને જેલ હવાલે કરી દેવાઈ છે.
એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી
મહેસાણામાં ગોકુલધામ ફ્લેટની સામે ઝુંપડીમાં રહેતી રાધિકા અરવિંદ સાંગરણા તેની 3 વર્ષની પુત્રી સોનાક્ષી સાથે સૂતી હતી. ત્યારે રાત્રે 3 વાગે બાળકી જોવા ન મળતાં આસપાસની ઝુંપડીમાં રહેતાં લોકોને જગાડી શોધખોળ હાથ ધરી હતી.બુધવારે સવારે સાતેક કલાકે ઝુંપડીની બાજુના ખેતરમાંથી ગળે દુપટ્ટો વીંટેલી હાલતમાં બાળકીનો મૃતદેહ મળી આવતાં એસપી ડો.પાર્થરાજસિંહ ગોહીલ સાથે એ ડિવિઝન, એલસીબી, એસઓજી, એફએસએલ અને ડોગ સ્કવોડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
પોલીસ ડોગને બાળકીના ગળામાં વીંટેલો દુપટ્ટો સૂંઘાડ્યો હતો
જ્યાં પોલીસે હાજર તમામનાં નિવેદન સાથે પંચનામું કર્યું હતું. બાળકીના મૃતદેહને સિવિલમાં ડોક્ટરની પેનલ દ્વારા પીએમ કરાયું હતું.એસપી ડો.પાર્થરાજસિંહ ગોહિલે FSL ટીમે સાથે ડોગ સ્કવોડને ઘટના સ્થળે બોલાવી લીધી હતી. પોલીસ ડોગને બાળકીના ગળામાં વીંટેલો દુપટ્ટો સૂંઘાડ્યો હતો. ત્યાર બાદ ડોગ એક લાઇનમાં ઉભેલા 25 મજૂરો પાસેથી પસાર થતાં મૃતક બાળકીની માતા રાધિકા પાસે આવીને ઉભો રહ્યો હતો. આથી તેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવાઇ હતી.જ્યાં રાધિકાએ તેનો ગુનો કબૂલી લીધો હતો.
બાળકી કાંટારૂપ હોવાને કારણે બાળકીની હત્યા કરી દેવાઈ
મૃતક સોનાક્ષીની માતા રાધિકા પતિ અરવિંદ સાથે દાહોદમાં રહેતી હતી. જોકે, સાસરીથી રિસાઇને ચારેક મહિના પહેલાં પુત્રી સોનાક્ષીને લઇ મહેસાણા આવી હતી. મહેસાણામાં મજૂરી કરી ગુજરાન ચલાવતી હતી. બાળકીની માતાને આ ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જ એક પરિણીત યુવક સાથે પ્રેમસંબંધ હતો. જ્યારે તેનો પતિ બીજી મહિલા સાથે રહે છે. પ્રેમી સાથે જવું હોઇ આ બાળકી કાંટારૂપ હોવાને કારણે બાળકીની હત્યા કરી દેવાઈ હતી. પ્રેમી સાથે જવાની લ્હાયમાં રાધિકાએ બાળકી ની હત્યા કરી દીધી.માતાના પ્રેમ ના ચક્કરમાં એક નિર્દોષ બાળકીને જીવ ખોવો પડ્યો તો માતા રાધિકાના પણ પ્રણય ના ઓરતા અધૂરા જ રહ્યા છે.