દાહોદ : લીમડીના બહુચર્ચિત લૂંટ અને મર્ડર કેસનો મુખ્ય આરોપી આખરે પાંચ વર્ષ બાદ ઝડપાયો

|

Nov 11, 2021 | 6:19 PM

મલખાન સહીત અન્ય ચારથી પાંચ લુંટારા પોતાની ગેંગ બનાવી લુંટ અથવા ધાડ પાડવાની જગ્યાએ આગલા દિવસે રેકી કરતા અને પછી ગુન્હાને અંજામ આપતા હતા. આરોપી લીમડી હત્યાકાંડ સહીત હાલ દાહોદ ટાઉન પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં વોન્ટેડ છે.

દાહોદ : લીમડીના બહુચર્ચિત લૂંટ અને મર્ડર કેસનો મુખ્ય આરોપી આખરે પાંચ વર્ષ બાદ ઝડપાયો
રચનાત્મક ફોટો

Follow us on

દાહોદ જિલ્લાના લીમડી નગરમાં ગેસ એજન્સીના માલીક વિનય બાફણાની 2016ના 9/11/2016 ના રોજ લુંટ કરવાના ઇરાદે તલવારોના ઘા મારી ચારથી પાંચ લુંટારાઓ દ્વારા હત્યા કરાઇ હતી. જે અંગેની તપાસ ખુદ તાત્કાલિક રેન્જના આઇજીપી અભય ચુડાસમાએ કરી હતી. આ હત્યા કાંડમાં સંડોવાયેલ મદયપ્રદેશના આરોપી ગેંગનો સુત્રધાર “મલખાન” ને લીમડી પોલીસએ પાંચ વર્ષ બાદ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે.

દેશમાં એક તરફ નોટબંધીની જાહેરાત થઈ હતી. તે જ સમયે લીમડી સુભાષ સર્કલ વિસ્તારમાં ગેસ એજન્સીના માલીક સાંજના સમયે પોતાની દુકાન બંધ કરી ઘરે જતા હતા. તેવા સમયે અચાનક લુંટ કરવાના ઇરાદે કેટલાક ઇસમો દ્વારા તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. અને હાથમાં રાખેલ બેગ ઝુંટવવા કોશીશ કરી હતી. પરંતુ વિનય બાફણાએ બેગ ન છોડતા બીજા આસપાસ ઉભેલા આ ગેગના સભ્યો તલવાર- બંદુક જેવા હથિયારો સાથે આવી વિનય ઉપર ઉપરા છાપરી ઘા ઝીંકી દીધા હતા. જેના પગલે વિનય બાફણાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. અને સારવાર દરમ્યાન તેમનું મોત થયું હતું.

લીમડી PSI એમ.એલ.ડામોરને બાતમી મળેલ કે વિનય હત્યાકાંડનો આરોપી મલખાન અમલીયાર રહે- પીપલીયા (મદયપ્રદેશ)નાઓ ગુજરાતમાં દાહોદ જીલ્લાની ખરોડ થઈ આવવાનો છે. જે બાતમીના આધારે ચુનંદા પોલીસ જવાનો સાથે રાખી વોચ ગોઠવવામાં આવી હતી. અને તેવા સમયે મલખાન આવી ચઢતા પોલીસએ કોર્ડન કરી તેને ઝડપી લીધો હતો. આમ વિનય બાફણા હત્યાકાંડનો છેલ્લા પાંચ વર્ષથી પણ વધુ સમયથી નાસ્તો ફરતો હોય તેને ઝડપી પાડવામાં લીમડી પોલીસને મોટી સફળતા મળી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

હત્યાકાંડના આરોપી મલખાન અમલીયારની MO

મલખાન સહીત અન્ય ચારથી પાંચ લુંટારા પોતાની ગેંગ બનાવી લુંટ અથવા ધાડ પાડવાની જગ્યાએ આગલા દિવસે રેકી કરતા અને પછી ગુન્હાને અંજામ આપતા હતા. આરોપી લીમડી હત્યાકાંડ સહીત હાલ દાહોદ ટાઉન પોલીસ મથકમાં ચોરીના ગુન્હામાં વોન્ટેડ છે. તેમજ મધ્યપ્રદેશના તેમજ ગુજરાત રાજ્યના અનેક ધાડ લુંટ આર્મ્સ એકટના ગુન્હામા નાસ્તો ફરતો હોવાનું સામે આવેલ છે.

આ પણ વાંચો : જુનાગઢ : ગિરનાર લીલી પરિક્રમાને લઇને કલેક્ટરનું જાહેરનામું, 400 સાધુસંતોની મર્યાદામાં પરિક્રમા યોજાશે

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

Next Article