AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢ : ગિરનાર લીલી પરિક્રમાને લઇને કલેક્ટરનું જાહેરનામું, 400 સાધુસંતોની મર્યાદામાં પરિક્રમા યોજાશે

દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. ત્યારે કોવિડ ગાઈડલાઈનના નિયમોને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 400 લોકોની મર્યાદામાં સાધુ સંતો દ્વારા પરિક્રમા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.

જુનાગઢ : ગિરનાર લીલી પરિક્રમાને લઇને કલેક્ટરનું જાહેરનામું, 400 સાધુસંતોની મર્યાદામાં પરિક્રમા યોજાશે
Junagadh: Collector's announcement regarding Girnar Lili Parikrama, Parikrama will be held within the limit of 400 saints (ફાઇલ)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 5:54 PM
Share

ચાલુ વર્ષે આગામી દેવદિવાળી અગિયારસ અને 14 નવેમ્બરના રોજ લીલી પરિક્રમાનો પ્રારંભ થવાનો છે. ત્યારે આજે લીલી પરિક્રમાનો કલેકટર દ્વારા નિર્ણય લેવાયો છે. જેમાં 400 જેટલા સાધુ સંતો પરંપરા મુજબ પરિક્રમા કરશે. અને, જયારે આમ જનતા માટે આ પરિક્રમા બંધ રાખવામાં આવી છે. કોવિડને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. ત્યારે શહેરના સ્થાનિકોમાં કચવાટ શરૂ થયો છે. અને સાધુ સંતો દ્વારા કલેકટરના નિર્ણય ને આવકારવામાં આવ્યો છે.

ચાલુ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં લઈ અને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. ત્યારે કોવિડ ગાઈડલાઈનના નિયમોને ધ્યાનમાં લઈ વધુમાં વધુ 400 લોકોની મર્યાદામાં સાધુ સંતો દ્વારા પરિક્રમા યોજવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. અને સરકાર દ્વારા પણ જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યો છે. તે ધ્યાનમાં લઈ નિર્ણય લેવાયો છે.અને આમ જનતા અને ભાવિકો આ પરિક્રમા બંધ રાખવામાં આવી છે. અને ભાવિકો અને આમજનતાએ નહિ આવવું તેવી પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી.

લીલી પરિક્રમાનો નિર્ણય જે લેવામાં આવ્યો છે. જે વહેલો લેવો જોઈએ તેના બદલે મોડો લેવાયો છે. અને, માનવ જીવનના હિતને ધ્યાનમાં રાખી જે નિર્ણય લેવાયો છે એ આવકાર દાયક છે. અને અમારી પણ લાગણી હતી તે નિર્ણય લેવાયો છે. અને કોરોના ગાઈડલાઈનને ધ્યાનમાં રાખી ભાવિકોએ પણ સહકાર આપવો તેવી વિનંતી કરીશુ અને અત્યારે હાલના સમયમાં કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નથી હજુ પણ મેળાવડામાં મોટી સંખ્યામાં એકઠા થાય છે. હાલ પણ ભવનાથ તળેટીમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. અને ફરવાના સ્થળ પર ભીડ જોવા મળે છે ત્યારે પરિક્રમા ભાવિકો માટે બંધ રાખવાના નિર્ણયને આવકારવામાં આવે છે.

જ્યારે વેપારી એસોસિએશન ના મંત્રી દ્વારા વિરોધ દર્શાવવા માં આવ્યો ભવનાથ વિસ્તારમાં 400 કરતા વધુ સંતો રહે છે.ત્યારે જે કલેકટર દ્વારા નિર્ણય લેવાયો છે. તેમાં કઈ રીતે નક્કી કરવામાં આવશે કે ક્યાં 400 લોકોને પરિક્રમા માં મોકલવામાં આવશે તે મોટો સવાલ છે. અને દિવાળીના તહેવાર માં રોપવેમાં રોજના દશ હજાર લોકો આવે છે.અને જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં પચીસ હજાર લોકો આવ્યા છે. તેમાં પણ કોરોના ગાઈડલાઈન નું પાલન કરવામાં આવ્યું નથી. તો ત્યારે તંત્ર એ કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નહિ ત્યારે ધાર્મિક પરંપરા લીલી પરિક્રમા બંધ રાખવાનો નિર્ણય લેવાયો તેની સામે લોકો નારાજ છે.

આજે જે સરકાર દ્વારા અને સ્થાનિક કલેકટર દ્વારા જે નિર્ણય લેવાયો છે અમે તમામ સાધુ સંતો આવકારીએ છે. અને કોવિડની મહામારી ફરી ઉભી ના થાય તે ધ્યાનમાં લેવું જરૂરી છે.અને પરિક્રમામાં દસ લાખ લોકો એકઠા થાય છે. ત્યારે ચાલુ વર્ષે પણ જો એટલી પબ્લિક એકઠી થાય તો કોરોનાની ચિંતા ફરી વધી શકે.

g clip-path="url(#clip0_868_265)">