અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 5:57 PM

અમદાવાદ કોર્પોરેશને ટેસ્ટિંગ માટે 30થી 40 જગ્યાએ નવા ડોમ ઉભા કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં શહેરના એન્ટ્રી પોઇન્ટ બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે

ગુજરાતમાં(Gujarat)તહેવારોમાં લોકોની વધેલી અવર જવર અને કોરોના(Corona)ગાઇડ લાઇનના ભંગના પગલે અમદાવાદ(Ahmedabad)શહેરમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના પગલે હવે એએમસીનું(AMC)આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ અલગ અલગ વિસ્તારમાં ડોમ બનાવીને કોરોના ટેસ્ટિંગની(Corona Testing) કામગીરી ફરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ કોર્પોરેશને ટેસ્ટિંગ માટે 30થી 40 જગ્યાએ નવા ડોમ ઉભા કરવાની શરૂઆત કરી દીધી છે. જેમાં શહેરના એન્ટ્રી પોઇન્ટ બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવશે

રાજ્યમાં કોરોનાના કેસ વધતાં રાજ્યનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રોજના હજારો મુસાફરોની અવર-જવર કરે છે. જ્યાં આરોગ્ય તંત્રની ટીમ દિવસના ફક્ત 100 લોકોના ટેસ્ટિંગથી જ કામ ચલાવી રહી છે.. હજારોની ભીડ વચ્ચે 100 લોકોના જ ટેસ્ટિંગથી કોઈ સંક્રમિત છે કે નહીં તે કેવી રીતે ખબર પડશે તે મોટો સવાલ છે..

આરોગ્ય તંત્રની ટીમ દાવો કરી રહી છે કે મહારાષ્ટ્ર, હૈદરાબાદ, પશ્ચિમ બંગાળ તરફથી આવતી ટ્રેનોના મુસાફરોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. રોજ થતા RTPCR ટેસ્ટના રિપોર્ટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવે છે.. જો કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને હોસ્પિટલમાં દાખલ કરવાની કે હોમ આઈસોલેશનમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવે છે.

એક તરફ જ્યાં શહેરમાં ટેસ્ટિંગની પ્રક્રિયા યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, ત્યાં બીજી તરફ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જ રસીકરણની કામગીરીને પણ વેગ આપવામાં આવ્યો છે. જે મુસાફરોએ વેક્સિન ન લીધી હોય તેમને સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી રહી છે. બીજી તરફ જે મુસાફરોને બીજો ડોઝ લેવાનો બાકી છે તેવા લોકો પણ સામેથી આવીને રસી લઈ રહ્યા છે.

આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલ શુક્રવારે લોન્ચ કરશે નિરામય ગુજરાત યોજના, રાજ્યના ત્રણ કરોડ લોકોને મળશે લાભ  

આ પણ વાંચો : બનાસકાંઠા: બનાસ બેંકની ચૂંટણીનો મામલો, ભાજપના ત્રણ દિગ્ગજોને પક્ષમાંથી કરાયા સસ્પેન્ડ

Published on: Nov 11, 2021 05:54 PM
g clip-path="url(#clip0_868_265)">