AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: OTP જણાવ્યા વગર થઈ ગયા 2 એકાઉન્ટ ખાલી, Hackerએ ઉપાડ્યા 8 લાખ

Cyber Crime છત્તીસગઢમાં સાઈબર ક્રાઈમનો એક અલગ જ લેવલનો કિસ્સો બહાર આવ્યો છે, Hackerએ OTP જોયા વગર NET BANKING દ્વારા 8.50 લાખ રૂપિયા પડાવી લીધા.

Cyber Crime: OTP જણાવ્યા વગર થઈ ગયા 2 એકાઉન્ટ ખાલી, Hackerએ ઉપાડ્યા 8 લાખ
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 03, 2021 | 10:46 PM
Share

Cyber Crime છત્તીસગઢમાં સાઈબર ક્રાઈમનો એક અલગ જ લેવલનો કિસ્સો બહાર આવ્યો છે, Hackerએ OTP જોયા વગર NET BANKING દ્વારા 8.50 લાખ રૂપિયા પડાવી લીધા. ભોગ બનનાર ગ્રાહકનું કહેવું છે કે તેને એક ફોન આવ્યો, સામેની વ્યક્તિએ કહ્યું કે તે Mumbaiની Axis Bankની શાખામાંથી બોલતો હતો. આ વ્યક્તિએ ગ્રાહકને ખાતાની વિગતો માટે પૂછ્યું, જે પછી તેમના ખાતામાંથી પૈસા કપાયાનો Message આવતા જ  મામલો સીધો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ મામલો છત્તીસગઢમાં જાંજગીર ચંપા જિલ્લામાંથી પ્રકાશમાં આવ્યો હતો. જ્યાં શિવનારાયાણ અગ્રવાલે તેની પત્ની પૂજા અગ્રવાલના નામ પર 8 ડિસેમ્બર 2017એ બિલાસપુરની Axis બેન્કની બ્રાન્ચમાં રૂપિયા 8 લાખ 15 હજાર રૂપિયાની FD કરવી હતી. જેની અવધિ 30 જાન્યુઆરી 2021માં પૂરી થવાની હતી. પરંતુ રકમ તેની પત્નીના ખાતામાં જમા થઈ.

કસ્ટમર કેર પર કરી હતી ફરિયાદ

પત્નીના ખાતામાં પૈસા જમા ન થવા પર તેને Axis Bankની Website પરથી Customer Careનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી અને ત્યારબાદ બીજા દિવસે બપોરે તેને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો અને પોતે મુંબઈ સ્થિત હેડ ઓફિસમાંથી વાત કરે છે અને ભોગ બનનાર ગ્રાહકને Mutual Fundની ફરિયાદ વિશે પૂછ્યું.

ખાતાના નંબર ઉપરથી પૈસા લૂંટી લીધા

ફોન કોલ પર વ્યક્તિએ શિવનારાયણને એકાઉન્ટ નંબર પૂછ્યા. નંબર ન જાણતા તેને કોઈ પત્નીનો અન્ય બેંક એકાઉન્ટ નંબર જણાવવાનું કહેવામાં આવ્યું હતું. ગ્રાહકે તેના મોબાઈલ પર પત્નીની યસ બેંકનો એકાઉન્ટ નંબર ટાઈપ કર્યો હતો. જેના પર હેકરે કહ્યું કે આ ખાતામાં ભંડોળ ટ્રાન્સફર થઈ રહ્યું નથી, કૃપા કરીને બીજો એકાઉન્ટ નંબર આપો. ગ્રાહકે મોબાઈલમાં જ પત્નીનો આઈડીએફસી બેંક એકાઉન્ટ નંબર ટાઈપ કર્યો હતો. આવી જ રીતે હેકરે તેની સાથે 40 મિનિટ વાત કરી હતી અને તેની પત્નીના આઈડીએફસી બેંકમાંથી 7 લાખ 86 હજાર રૂપિયા અને યસ બેંક ખાતામાંથી 29,400 રૂપિયા એટલે કે 8,15,400 રૂપિયા નેટ બેન્કિંગ દ્વારા ટ્રાન્સફર કર્યા હતા.

ઝારખંડ બતાવે છે હેકરનું લોકેશન

ગ્રાહકે ફોન પર જે પણ એકાઉન્ટ નંબર આપ્યા તે એકાઉન્ટ સંપૂર્ણ ખાલી થઈ ગયું. આ ઘટનામાં જાંજગીર પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી, તેઓએ સાયબર સેલની મદદ લીધી હતી અને જાણવા મળ્યું કે આ છેતરપિંડીનું સ્થાન ઝારખંડ બતાવી રહ્યું છે. પોલીસ હાલમાં સાયબર નિષ્ણાતોની મદદથી એકાઉન્ટ્સના ટ્રાન્સફરની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: SSC MTS 2020: મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફના પદો પર ભરતી માટે 5 ફેબ્રુઆરીથી શરૂ થશે અરજીની પ્રક્રિયા

g clip-path="url(#clip0_868_265)">