આશ્રમ-3ના શૂટિંગ દરમિયાન ક્રૂ પર થયો હુમલો, ભાજપ-કોંગ્રેસ સામસામે, જાણો શું છે સમગ્ર મામલો

|

Oct 25, 2021 | 7:22 PM

Ashram-3: રવિવારે ભોપાલની જૂની જેલમાં ચાલી રહેલી આશ્રમ-3 વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન ભારે હોબાળો થયો હતો. હિન્દુવાદી સંગઠનોએ આશ્રમ-3 ના ક્રૂ મેમ્બરને માત્ર માર માર્યો હતો.

આશ્રમ-3ના શૂટિંગ દરમિયાન ક્રૂ પર થયો હુમલો, ભાજપ-કોંગ્રેસ સામસામે, જાણો શું છે સમગ્ર મામલો
Clashes with Prakash Jha in Madhya Pradesh.

Follow us on

Ashram-3: રવિવારે ભોપાલની જૂની જેલમાં ચાલી રહેલી આશ્રમ-3 વેબ સિરીઝના શૂટિંગ દરમિયાન ભારે હોબાળો થયો હતો. હિન્દુવાદી સંગઠનોએ આશ્રમ-3 ના ક્રૂ મેમ્બરને માત્ર માર માર્યો હતો. આ દરમિયાન નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝાને પણ માર મારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ હિન્દુવાદી સંગઠનો (બજરંગ દળ) ફિલ્મના નામ અને તેના કન્ટેન્ટ સામે વાંધો ઉઠાવી રહ્યા હતા. વિવાદ એટલો વધી ગયો કે બજરંગ દળના કાર્યકરો ટોળાના રૂપમાં આવી ગયા અને સેટમાં તોડફોડ કરવા લાગ્યા.

જ્યારે આ મામલે બીચક્યો ત્યારે મધ્યપ્રદેશ સરકારે હિન્દુત્વવાદી સંગઠનોના સંગઠનોને અઘોષિત ટેકો આપ્યો. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા કરવામાં આવેલ વિરોધ વાંધાજનક હતો, તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે અને જો ફિલ્મના નામ અને વિષયવસ્તુ સામે કોઈ વાંધો હશે તો તેને બદલવો જોઈએ. તે જ સમયે, નરોત્તમ મિશ્રાએ કહ્યું કે, આ અંગે એક નીતિ બનાવવાની જરૂર છે. જેમાં પહેલા ફિલ્મ નિર્માતાએ તેની સ્ક્રિપ્ટ પ્રશાસનને બતાવવી પડશે ત્યારબાદ જ તેને મંજૂરી મળશે કે તે શૂટિંગ કરી શકે છે કે નહીં.

ફિલ્મ યુનિટે ફરિયાદ કરી નથી

નોંધનીય છે કે સુરક્ષાની માંગ અને ફરિયાદ ફિલ્મ યુનિટ દ્વારા કરવામાં આવી ન હતી. હાલ પોલીસે ચાર લોકો સામે કલમ 151 હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. કોંગ્રેસે આ મામલામાં કહ્યું કે, વાંધાજનક કન્ટેન્ટ પર વિરોધ કરવો યોગ્ય છે પરંતુ હિંસા યોગ્ય નથી. કાયદા બનાવવા બાબતે કોંગ્રેસે કહ્યું કે, એક તરફ વહીવટ આવા મુદ્દાઓ પર ફિલ્મો બનવા દે છે. તો બીજી બાજુ કાયદાઓ બનાવવાની વાત છે. આ બેવડી નીતિ છે. આ પહેલા પણ વિવાદાસ્પદ કન્ટેન્ટ સામે આવ્યા બાદ કાયદાની ચર્ચા થઈ હતી પરંતુ કંઈ થયું નહીં.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

રાજ્યને કાયદો બનાવવાની સત્તા છે

વરિષ્ઠ વકીલ રવિ ગોયલે માહિતી આપી હતી કે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને સંભાળવા માટે કાયદો બનાવવો એ રાજ્ય સરકારનો અધિકાર છે. વહીવટીતંત્ર પાસેથી પરવાનગી મેળવવી એ એક પ્રક્રિયા છે. જ્યાં સુધી સેન્સર બોર્ડની વાત છે, તે ફિલ્મના ટેલિકાસ્ટ અંગે નિર્ણય લે છે. સ્થાનિક વહીવટ અને રાજ્ય સરકારને સામાજિક બાબતોને વધુ ખરાબ કરી શકે તેવા કોઈપણ બાબતે નિર્ણય લેવાનો અધિકાર છે. પશ્ચિમ બંગાળના કેસમાં પણ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થા રાજ્યનો વિષય છે.

 

આ પણ વાંચો: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

આ પણ વાંચો: IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

Next Article