AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર

ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો OJASની સતાવાર વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુશખબર, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા 10459 કોન્સ્ટેબલના પદ માટે ભરતી જાહેર
Gujarat Police Constable Recruitment 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2021 | 2:19 PM
Share

Gujarat Police Constable Recruitment 2021 : પોલીસ કોન્સ્ટેબલ ભરતીની તૈયારી કરી રહેલા યુવાનો માટે એક મોટી તક આવી છે. ગુજરાત પોલીસમાં 10,000 થી વધુ જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચના અનુસાર, આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારો ઓનલાઈન અરજી (Online Application) કરી શકે છે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા કોન્સ્ટેબલના (Constable) પદ માટે બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કુલ 10,459 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 9 નવેમ્બર 2021 રાખવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો OJAS ની સતાવાર વેબસાઈટ મુજબ ojas.gujarat.gov.in પર જઈને અરજી કરી શકે છે.

આ રીતે અરજી કરો

Step :1 સૌ પ્રથમ ગુજરાત સરકારના ભરતી પોર્ટલ ojas.gujarat.gov.in પર જાઓ. Step :2 વેબસાઈટના હોમ પેજ પર Apply પર ક્લિક કરો. Step :3 હવે List of Current Advertisements ના વિકલ્પ પર જાઓ. Step :4 Apply Online લિંક પર ક્લિક કરો. Step :5 હવે રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો. Step :6 રજિસ્ટ્રેશન કર્યા બાદ તમે સરળતાથી અરજી કરી શકો છો.

લાયકાત અને વય મર્યાદા

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલના પદ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ઉચ્ચ માધ્યમિક (10+2) પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ. ઉપરાંત ઉમેદવારોની (Candidate) ઉંમર 18 વર્ષથી વધુ અને 34 વર્ષથી ઓછી હોવી જોઈએ. જે ઉમેદવારો સમાન આરક્ષણ હેઠળ આવે છે તેમને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

સબ ઇન્સ્પેક્ટર ભરતી પણ જાહેર

ગુજરાત પોલીસ ભરતી બોર્ડે દ્વારા પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), આર્મ્ડ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને ઇન્ટેલિજન્સ ઓફિસરની જગ્યાઓ માટે પણ ભરતી જાહેર કરી છે. આ ખાલી જગ્યા દ્વારા કુલ 1382 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી દ્વારા બહાર પાડવામાં આવેલી નોટિસ મુજબ, જે ઉમેદવારોએ હજુ સુધી અરજી કરી નથી તેઓ ગુજરાત રાજ્ય સરકારના ભરતી પોર્ટલ ojas.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકે છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 5 ઓક્ટોબર 2021 થી શરૂ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, અરજી કરવાની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર 2021 નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો : SBI PO Recruitment 2021: સ્ટેટ બેંક POની 2056 જગ્યાઓ માટે અરજી કરવાની આવતીકાલે છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો : IBPS Clerk 2021: ક્લાર્કના 7858 પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">