AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આણંદ ક્લેકટર હનીટ્રેપ કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ, નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ

આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે.

Breaking News : આણંદ ક્લેકટર હનીટ્રેપ કાંડમાં સંડોવાયેલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ, નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ
Ketki vyas
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 23, 2023 | 9:43 PM
Share

Anand : આણંદ ક્લેકટરનો વીડિયો સ્પાય કેમેરાની (Spy Camera) મદદથી ઉતારીને વાયરલ કરવાની ઘટનામાં એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ સસ્પેન્ડ આવ્યા છે, તો તેમની સાથે નાયબ મામલતદાર જે.ડી.પટેલ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આણંદ ક્લેકટરનો અશ્લીલ હરકતનો વીડિયો વાયરલ કરવાના કેસમાં કેતકી વ્યાસ બે દિવસથી પોલીસ કસ્ટડીમાં હતા. જેના કારણે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે તેમને સસ્પેન્ડ કર્યા છે.

આ પણ વાંચો Anand: વીડિયો કાંડની આરોપી કેતકી વ્યાસના વધુ કારનામા, ઉતર ગુજરાતમાં 300 વીઘાથી વધુ જમીન, જુઓ Video

એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી. પટેલ અને અન્ય કર્મચારી હરેશ ચાવડા સહિત ત્રણેય આરોપીઓ હાલ જ્યુડિશીલ કસ્ટડીમાં છે. પોલીસ પૂછપરછમાં આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને કલેક્ટર ડી.એસ. ગઢવીને ફસાવવા માટે ષડયંત્ર રચ્યું હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી.

જમીનને લગતી 4 ફાઇલ ક્લિયર કરાવવા માટે તમામે કારસો રચ્યો હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગુજરાત ATS ફરિયાદી બન્યું હતું અને ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના મુદ્દે ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીઓને જેલહવાલે કરાયા હતા.

નાયબ મામલતદાર જે. ડી.પટેલ અને ખાનગી વહીવટદાર હરીશ ચાવડાને આણંદ સબ જેલમાં મોકલાયા હતા. તો સમગ્ર કાંડની મુખ્યસૂત્રધાર ADM કેતકી વ્યાસને નડિયાદની બિલોદરા જેલમાં મોકલવામાં આવી હતી.

બીજી તરફ આણંદ કલેક્ટર હનીટ્રેપ કેસમાં વધુ ત્રણ નવી કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આરોપી ADM કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે.ડી પટેલ અને ખાનગી વહીવટદાર હરીશ ચાવડા સામે કલમનો ઉમેરો કરાયો છે. IPC 292 મુજબ અશ્લીલ ચિત્રો પ્રદર્શિત કરવા, IPC 201 મુજબ પુરાવાઓનો નાશ કરવો અને સેક્શન 5 ઇમોરલ ટ્રાફિક એકટ મુજબ કોર્ટે આરોપીઓ સામે કલમ ઉમેરી છે.

આરોપી જે.ડી પટેલે ખાનગી વહીવટદારને આપેલ લેપટોપ અને રૂપિયા ગણવાનું મશીન આણંદ LCBએ જપ્ત કર્યું હતું. સાથે તત્કાલીન કલેક્ટર ડી એસ ગઢવીનું LCBએ નિવેદન લીધું હતું.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
g clip-path="url(#clip0_868_265)">