Anand: વીડિયો કાંડની આરોપી કેતકી વ્યાસના વધુ કારનામા, ઉતર ગુજરાતમાં 300 વીઘાથી વધુ જમીન, જુઓ Video
ખેડાના આકલચામાં 3000 વાર જમીન ખરીદી હોવાનુ અને હાલમાં ત્યાં પેટ્રોલપંપ હોવાનુ સુત્રોથી વિગતો સામે આવી રહી છે. સરસ્વતી તાલુકાના કોટાવડ ગામની જમીનનો ખેડૂત તરીકેનો દાખલો પણ તેઓએ દર્શાવ્યો છે.
આણંદ જિલ્લા ક્લેકટરનો વીડિયો વાયરલ કરવાના પ્રકરણમાં આરોપી કેતકી વ્યાસ પાસે મોટા પ્રમાણમાં જમીન હોવાના મીડિયા રિપોર્ટ્સ સામે આવ્યા છે. કેતકી વ્યાસ અધિક ક્લેકટર તરીકે આણંદ જિલ્લામાં ફરજ બજાવતા હતા. આ દરમિયાન તેઓએ મળીને ક્લેકટરને બદનામ કરવા માટે ષડયંત્ર રચ્યુ હોવાનુ ખુલ્યુ હતુ. જમીનની ફાઈલો ક્લીયર કરાવવા માટે થઈને વીડિયો ઉતારવામાં આવ્યાના આરોપ કેતકી વ્યાસ સામે લાગ્યા હતા.
કેતકી વ્યાસ પાસે મોટી અને કિંમતી જમીન હોવાના આક્ષેપ થવા લાગ્યા છે, સાથે જ તેમની સામે ઉત્તર ગુજરાતમાં તપાસ આ દિશામાં કરવાની માંગ ઉઠી છે. કેતકી વ્યાસ પાસે 300 વિઘા કરતા વધારે જમીન હોવાના આક્ષેપ થયા છે. ખેડાના આકલચામાં 3000 વાર જમીન ખરીદી હોવાનુ અને હાલમાં ત્યાં પેટ્રોલપંપ હોવાનુ સુત્રોથી વિગતો સામે આવી રહી છે. સરસ્વતી તાલુકાના કોટાવડ ગામની જમીનનો ખેડૂત તરીકેનો દાખલો પણ તેઓએ દર્શાવ્યો છે. કેતકી વ્યાસ સામે ઉત્તર ગુજરાતમાં કેસ ચાલતા હોવાનુ પણ સામે આવ્યુ છે.