Watch: આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાવવાનો મામલો સમગ્ર ઘટનાનું કરાયું રિકન્સ્ટ્રક્શન, જુઓ Video

આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાવવાને મામલે LCBની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે. કેતકી વ્યાસ, જે.ડી પટેલ, હરેશ ચાવડાને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 6:34 AM

આણંદ કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરો લગાવવાના મામલે LCBની ટીમ દ્વારા સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. પોલીસે પકડેલા ત્રણેય આરોપીઓને જિલ્લા કલેક્ટર કચેરીમાં લઈ જવાયા હતા. આરોપી તત્કાલિન મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબ મામલતદાર જે. ડી પટેલ અને હરેશ ચાવડાને સાથે રાખીને LCBની ટીમે ઘટના સ્પાય કેમેરા ક્યાં-ક્યાં અને કેવી રીતે લગાવવામાં આવ્યા તેની તપાસ કરી હતી.

આ સિવાય LCB પોલીસે મુખ્ય આરોપી કેતકી વ્યાસની ચેમ્બર તેમજ જમીન શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે. ડી. પટેલની ચેમ્બરમાં પણ તપાસ કરી હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, નાયબ મામલતદાર જે ડી પટેલે કલેક્ટર ડી. એસ. ગઢવીનું સ્ટિંગ ઑપરેશન કરી ફૂટેજ ટ્રાન્સફર કરી લીધા હતા. એ પછી સ્પાય કેમેરાનો નાશ કર્યો હતો.

લાંભવેલ રોડ પર આવેલ ઝાયડસ હોસ્પિટલ સામે આવેલા નિશા ઓટો મોબાઈલ ગેરેજની બહાર કેમેરાનો નાશ કર્યો હતો. આણંદ LCB આરોપીને સાથે રાખી જે જગ્યાએ કેમેરા સળગાવ્યા હતા, તેના પુરાવા એકત્ર કરવામાં આવી રહી છે. આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે પોલીસે CPU અને લેપટોપ જપ્ત કર્યા.

આ પણ વાંચો : Anand : શિક્ષણ જગતને શર્મસાર કરતી વધુ એક ઘટના, શિક્ષકે 11 વર્ષની વિદ્યાર્થિનીને ભર્યા બચકા, જૂઓ Video

મહત્વનું છે કે, આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીને ત્રણેય આરોપીઓએ પ્લાન બનાવી ફસાવ્યા હતા. ત્યારબાદ, આર્થિક લાભ ખાટવા માટે વીડિયો વાયરલ કર્યો હતો. આ મામલે ગુજરાત એટીએસની ટીમે ફરિયાદી બની તપાસ હાથધરી હતી. તેમાં તત્કાલિન મહિલા એડિશનલ કલેક્ટર કેતકી વ્યાસ, નાયબલ મામલતદાર જે. ડી પટેલ અને હરેશ ચાવડાનું નામ ખુલ્યું હતું. હાલ ત્રણેય આરોપી 22 ઓગસ્ટ સુધી રિમાન્ડ પર છે. જેથી, તેમની પૂછપરછમાં મહત્વના ખુલાસા થઈ શકે છે.

આણંદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">