Ahmedabad: સોલા સિવિલમાંથી બાળકીનું અપહરણ કરનારી મહિલાએ કર્યો મોટો ખુલાસો, આ પ્રકારે માસ્ટર પ્લાન બનાવી ઘટનાને આપ્યો અંજામ
સોલા સિવિલમાંથી બાળકીનું અપહરણ કરનાર મહિલા નગ્મા છેલ્લા નવ મહિનાથી માસ્ટર પ્લાન બનાવી રહી હતી. મહિલાના લગ્નગાળાને સાત વર્ષ જેટલો સમય થયો હતો.
અમદાવાદ (Ahmedabad)ની સોલા સિવિલ હોસ્પિટલ (Sola Civil Hospital)માંથી બાળકીના અપહરણ (Kidnapping) મામલે પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. જો કે તપાસ દરમિયાન મહિલા છેલ્લા નવ મહિનાથી આ કાવતરું રચ્યું હોવાનુ સામે આવ્યું છે અને માસ્ટર પ્લાન બનાવીને આ ઘટનાને અંજામ આપ્યો છે.
સોલા સિવિલમાંથી બાળકીનું અપહરણ કરનાર મહિલા નગ્મા છેલ્લા નવ મહિનાથી માસ્ટર પ્લાન બનાવી રહી હતી. મહિલાના લગ્નગાળાને સાત વર્ષ જેટલો સમય થયો હતો. જો કે સંતાન ના થતું હોવાથી તેનું લગ્ન જીવન ભંગાણના આરે હતું. જેથી તે છેલ્લા નવ મહિનાથી તેના સાસરે ગયી ના હતી અને ત્યાં તેણે પોતે પ્રેગનેટ હોવાનું કહ્યું હતું. જોકે નવ મહિના જેટલો સમય પસાર થઈ ગયા બાદ તે સોલા સિવિલમાંથી બાળકીનું અપહરણ કરીને તેની સાસરીમાં ગઈ હતી અને પોતે બાળકીને જન્મ આપ્યો છે તેવી જાણ કરી હતી.
આરોપી મહિલા ચારેક મહિના પહેલા સોલા સિવિલ હોસ્પિટલ આવી હતી અને જ્યાં તેણે પ્રસુતિ વિભાગમાં અનેક બાળકોને જોતા જ અહીં એક બાળકનું અપહરણ કરવાનો પ્લાન કર્યો હતો. બે મહિના અગાઉ પણ તેણે બે વખત બાળકના અપહરણનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહી હતી. જેથી ત્રીજી વખત અપહરણ માટે બપોરના ચાર વાગ્યાથી જ હોસ્પિટલમાં ધામા નાંખી દીધા હતા.
ત્યારે ક્યાંથી પ્રવેશ કરાય, કેવી રીતે બહાર નીકળી શકાય ક્યાં ક્યાં સિક્યુરિટીની નજર રહે છે. આ તમામ બાબતોની રેકી કરી દીધી હતી. બાદમાં કોઈને જાણ ન થાય તે માટે સોલા સિવિલ હોસ્પિટલના પાંચમા માળે કે જ્યાં અગાઉ કોરોનાના દર્દીઓને સારવાર આપવામાં આવતી હતી. ત્યાં જઈને છૂપાઈ ગઈ હતી. બાદમાં એક વાગ્યે તે બાળકીનું અપહરણ કરી પલાયન થઈ ગઈ હતી.
આ મહિલાનો પ્રથમ પ્લાન તો બાળકને દત્તક લેવાનો હતો, પરંતુ જટીલ પ્રોસેસના કારણે તે બાળક દત્તક લઈ શકી ન હતી. જોકે બાળકનું અપહરણ કર્યા બાદ જ્યારે તે ઘરે પહોંચી હતી, ત્યારે તેની માતા અને બહેનને તો તેણે આ બાળક દત્તક લીધું હોવાની જ જાણ કરી હતી. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: Surat: વીવનીટ એક્ઝિબિશનમાં 3 કિલો સોના ચાંદીની જરીથી બનેલી લહેંગા ચોળી પ્રદર્શનમાં મુકાશે, જાણો તેની કિંમત
આ પણ વાંચો: પીએમ મોદી શનિવારે સરદારધામ ભવનનું ઉદ્ઘાટન કરશે, ગુજરાતના મુખ્યમંત્રી પણ હાજરી આપશે