ભુજ આરટીઓમાં ગેરરીતિ મામલે તપાસ તેજ, ગાંધીનગરની ટીમ ભુજ પહોંચી
ગેરરીતિના પ્રકરણોથી ચર્ચામાં રહેતી ભુજ આરટીઓમાં ઉચ્ચ અધિકારીઓની તપાસ તેજ થઈ ગઈ છે. ભુજ આરટીઓમાં અગાઉ થયેલા ગોટાળાની તપાસ કરવા માટે ગાંધીનગરથી એક ટીમ ભુજ પહોંચી છે. જ્યાં 4 બિનઅધિકૃત વ્યક્તિઓ નજરે પડતા પોલીસે તેમની અટકાયત કરી છે. અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલા ભુજ RTO કચેરીનું ડી.એન સીરીઝ નંબરનું કૌભાંડ હોય કે પછી બોગસ દસ્તાવેજના આધારે […]
ગેરરીતિના પ્રકરણોથી ચર્ચામાં રહેતી ભુજ આરટીઓમાં ઉચ્ચ અધિકારીઓની તપાસ તેજ થઈ ગઈ છે. ભુજ આરટીઓમાં અગાઉ થયેલા ગોટાળાની તપાસ કરવા માટે ગાંધીનગરથી એક ટીમ ભુજ પહોંચી છે. જ્યાં 4 બિનઅધિકૃત વ્યક્તિઓ નજરે પડતા પોલીસે તેમની અટકાયત કરી છે. અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલા ભુજ RTO કચેરીનું ડી.એન સીરીઝ નંબરનું કૌભાંડ હોય કે પછી બોગસ દસ્તાવેજના આધારે લાઇસન્સ બની જવાનો મુદ્દો હોય આ મામલે પોલીસ ફરિયાદ અને તપાસ પણ થઈ છે. પરંતુ તેમાં ઉચ્ચ કક્ષાએથી યોગ્ય તપાસ જ ન થઈ હોવાની ફરિયાદ ઉઠતા હવે તપાસ માટે ઉચ્ચ અધિકારીઓ ભુજ દોડી ગયા છે. જોકે ગાંધીનગરથી તપાસ માટે આવેલા અધિકારીઓએ કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો છે. અધિકારીઓની તપાસ દરમિયાન કચેરીમાં 4 બિનઅધિકૃત વ્યક્તિઓ પણ નજરે પડ્યા હતા. જેમને પોલીસે અટકાયતમાં લીધા છે.
2.facebook
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો